આજની જીવનશૈલી અને ખાણીપીણીને જોતા સ્વાસ્થ્યમાં અનેક પ્રકારના પરિવર્તનો જોવા મળે છે. આવા પરિવર્તનોમાં સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ વધુ જોવા મળે છે. આવી સમસ્યાઓમાં એક છે વેરીકોજ વેન્સ એટલે કે નસોનું અતિશય ફૂલી જવું. વેરીકોજ વેન્સની સમસ્યા ત્યારે થાય છે જ્યારે કોઈ વ્યક્તિને નસોમાં લોહી જમા થઈ જાય છે. તેના કારણે નસો મોટી થઈ જાય છે અને ઉપસેલી દેખાય છે. ફૂલેલી નસોનો રંગ નીલ, રીંગણી કે લાલ કલરનો દેખાય છે.
ફૂલેલી નસો દુખાવા યુક્ત હોય છે તેના કારણે વ્યક્તિને ચાલવા-ફરવામાં મુશ્કેલી આવી શકે છે. આ સમસ્યા પગના નીચેના ભાગમાં વધુ જોવા મળે છે. ફૂલેલી નસો મહિલાઓમાં વધુ અસર કરે છે. ગર્ભાવસ્થા, મોનોપોઝ વધતી ઉંમર અને સ્થૂળતા વેરીકોજ નસોનું કારણ માનવામાં આવે છે.વેરીકોજ નસોમાં વ્યક્તિને પગમાં દુખાવો ભારેપણાનો અહેસાસ થાય છે. પગમાં સોજો પણ આવી શકે છે. નસોના કારણે રોજબરોજના કામમાં પણ તકલીફ થઈ શકે છે. એવામાં સમય રહેતા આવી ફુલેલી નસોનો ઈલાજ કરવો અત્યંત જરૂરી છે. આમ તો આવી ફૂલેલી નસોનો ઈલાજ ડોક્ટર જ કરી શકે છે. પરંતુ તમે ઈચ્છો તો ફૂલેલી નસોનો ઘરેલુ ઉપચાર આજમાવી શકો છો, પરંતુ આ ઉપચાર તેની સારવારમાં કેટલી અસર કરે છે તે કંઈ કહી શકાતું નથી. તો ચાલો જાણીએ વેરીકોજ નસોના ઘરેલુ ઉપચાર :
1 ) રેગ્યુલર એક્સરસાઇઝ કરો:- આયુર્વેદિક ડોક્ટર જણાવે છે કે, ફૂલેલી નસોની સારવાર કરી શકાય છે. જો નિયમિત કસરત કરવામાં આવે તો બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય છે તેનાથી પગની નસોમાં લોહી જમા થતું નથી અને હૃદય સુધી સરળતાથી પહોંચી જાય છે. ફુલેલી નસોનો ઘરેલું ઈલાજ કરવા માટે તમે સાયકલિંગ, સ્વિમિંગ, વોકિંગ અને યોગા વગેરે કરી શકો છો.2 ) દરરોજ માલિશ કરો:- દરરોજ પગની માલિશ કરવાથી ઉપસેલી નસોનું ઉપચાર સંભવ થઈ શકે છે. ઉપસેલી નસોને ઠીક કરવા માટે તમે જૈતુનના તેલથી માલિશ કરી શકો છો. પગની માલિશ કરવાથી રક્ત પ્રવાહ સારી રીતે થાય છે. પરંતુ માલિશ હંમેશા હળવા હાથોથી કરવી. માલિશ કરતી વખતે દબાણ ન કરવું, તેનાથી પેશીઓને નુકશાન થઈ શકે છે.
3 ) વજન ઘટાડવું:- સ્થૂળતા વેરીકોજ નસોનું કારણ હોય શકે છે. એવામાં ફૂલેલી નસોનો ઉપચાર કરવા માટે વજન ઓછું કરવું ફાયદાકારક બને છે. વળી વજન ઓછું કરવા પર નસો પર ઓછું દબાણ પડશે સાથે જ લોહીનો પ્રવાહ પણ અટકશે નહિ. વજન નિયંત્રિત કરીને વેરીકોજ નસોની સમસ્યા વધતી રોકી શકાય છે. હેલ્ધી વેઈટ માટે સારો આહાર અને એક્સરસાઇઝ કરવી.
4 ) ફ્લેવોનોઈડથી ભરપૂર આહાર લો:- વેરીકોજ નસોનો ઘરેલું ઈલાજ કરવા માટે તમે તમારા ડાયટમાં ફ્લેવોનોઈડથી ભરપૂર આહાર શામેલ કરી શકો છો. ફ્લેવોનોઈડ શરીરમાં લોહીના પ્રવાહને સારો બનાવે છે. સાથે જ બ્લડ પ્રેશરને પણ નિયંત્રિત રાખે છે ફ્લેવોનોઈડથી ભરપુર ખોરાક રક્તવાહિકાઓને આરામ પહોંચાડે છે, તેનાથી ફુલેલી નસો કે નીલી નસોમાં આરામ મળે છે. પાલક, ખાટા ફળ, લસણ, ચેરી અને બ્રોકોલી ફ્લેવોનોઈડથી ભરપૂર હોય છે.
5 ) બરફ લગાવો:- બરફ ઘસીને પણ વેરીકોજ નસોની સમસ્યામાં રાહત મેળવી શકાય છે. અને ઘરે જ ઉપસેલી નસોનો ઈલાજ કરવાની સરળ રીત માનવામાં આવે છે. તેના માટે તમે એક બરફનો ટુકડો લો તેને એક કાપડમાં લપેટી લો અને તેને હળવા હાથે પગ પર લગાવો. પરંતુ ઉપસેલી નસો પર બરફનો ઉપયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.
અખરોટ, અજમો અને બીજા અન્ય ઘરેલુ ઉપચારથી પણ ફૂલેલી નસોનો ઈલાજ કરી શકાય છે. પરંતુ ફૂલેલી નસો માટે ઘરેલું ઉપચાર વધારે અસરકારક નથી હોતા. તેથી જો તમને પગમાં ઉપસેલી નસોના વધુ લક્ષણ જોવા મળે તો તેને નજર અંદાજ ન કરવા અને તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરવો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી