આંખની નીચે ડાર્ક સર્કલ ખરેખર વધારે પડતો થાક, ઉંઘનો અભાવ, તણાવ, બિનઆરોગ્યપ્રદ જીવનશૈલીને કારણે થાય છે. પરંતુ કેટલીક વાર તે શરીરમાં આયર્નની ઉણપ અથવા આનુવંશિકતાને કારણે પણ હોય શકે છે. આવી સ્થિતિમાં, જો તમે તમારા આહાર પર ધ્યાન આપો અને આયર્નથી ભરપૂર ખોરાક લો, તો તમારી સમસ્યા દૂર થઈ શકે છે.
તેને ઠીક કરવા માટે, જો તમે તમારી આંખની સંભાળની દિનચર્યામાં કેસ્ટરનો સમાવેશ કરો છો, તો તે ડાર્ક સર્કલને સાજા કરવાની ગતિમાં વધારો કરી શકે છે. હકીકતમાં, એરંડિયાનું તેલ(કેસ્ટર ઓઈલ) ફેટી એસિડથી ભરપૂર છે. જે તમારી ત્વચાને પોષણ આપે છે અને તેને હાઇડ્રેટેડ રાખે છે.
એરંડિયાના તેલમાં હાજર એન્ટી ઓક્સીડેન્ટ આ નાજુક ત્વચાને ફ્રી રેડિકલ દ્વારા થતા નુકશાનથી પણ રક્ષણ આપે છે. તો ચાલો આપણે જાણીએ કે, કેવી રીતે એરંડિયાના તેલનો ઉપયોગ કરીને ડાર્ક સર્કલ દૂર કરી શકાય. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.
એરંડિયાના તેલનો ઉપયોગ કરવાની રીત : 1 ) સૌ પ્રથમ, ચહેરો સારી રીતે સાફ કરો અને આંગળીઓ એરંડિયાના તેલના થોડા ટીપાં ઘસો. આમ કરવાથી આ તેલના ટીપાં થોડા ગરમ થશે. હવે તેને આંખોની નીચે લગાવો અને એકથી બે મિનિટ સુધી હળવા હાથે મસાજ કરો. જો તમે રાત્રે સૂતી વખતે આવું કરો તો તે વધુ ફાયદાકારક રહેશે.
2 ) તમે એરંડિયાનું અને બદામનું તેલ એક સાથે મિક્સ કરો અને આંખો પર અને ડાર્ક સર્કલ પર આંગળીઓથી મસાજ કરો. તેને આખી રાત આંખો પર રહેવા દો.
3 ) એરંડિયાનું તેલ અને નાળિયેરનું તેલ સમાન માત્રામાં મિક્સ કરો અને તેને ડાર્ક સર્કલ અને ઉપરના પોપચા પર લગાવો. તેને હળવા હાથે મસાજ કરો અને પછી તેને આખી રાત આંખ પર રહેવા દો. નાળિયેર તેલમાં એન્ટી ઓક્સીડેન્ટ અને ફેટી એસિડ હોય છે, જે આંખના કોષોમાં રક્ત પરિભ્રમણ વધારે છે.
4 ) તમે 1 ચમચી દૂધમાં 1 ચમચી એરંડિયું તેલમાં મિક્સ કરો. હવે તેને આંખોની નીચે ધીરે ધીરે લગાવો અને એક કલાક પછી હુંફાળા પાણીથી ધોઈ લો. દૂધમાં હાજર લેક્ટિક એસિડ ત્વચાની રંગત વધારશે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી