મિત્રો જયારે તમને કોઈ પેશાબને લગતી પરેશાની થાય છે ત્યારે તમારું આખું શરીર એક વિચિત્ર અનુભવ કરે છે. ઘણી વખત આપણે તેને નજરઅંદાજ કરી દઈએ છીએ. પણ તમને જો આ સંકેત વારંવાર મળતા હોય તો તમારે તે માટે કોઈ સચોટ ઈલાજ કરાવવો જરૂર છે અને તેના પ્રત્યે સાવધાન થવાની પણ જરૂર છે.
યુરીનનો કલર આછો અથવા તો ઘાટો પીળો હોય છે. આવું તમારી ડાયટ અને કોઈ બીમારી અથવા તો ઘણી ખાસ દવાઓના સેવનથી થઇ શકે છે. ઘણા લોકોના પેશાબમાં ઘણી વખત ફીણ પણ જોવા મળે છે. તેના ઘણા કારણો હોઈ શકે છે. જયારે પેશાબમાં ફીણ દેખાય છે તો તેને વાદળી પેશાબ અથવા ફીણદાર પેશાબ કહેવામાં આવે છે.
સામાન્ય રીતે પેશાબ વાદળી દેખાવું બ્લેડર ના ફૂલ થવાનો સંકેત છે. આ સ્થિતિમાં પેશાબ તમારા બ્લેડર પર હુમલો કરે છે. પણ તેની પાછળ ઘણા કારણો પણ હોય છે. તો ચાલો જાણી લઈએ પેશાબ વાદળો રંગ આવવા પાછળનું કારણ અને તેના માટે તમારે શું કરવું જોઈએ.પેશાબ વાદળી રંગનું આવે તેની પાછળ આ લક્ષણ પણ દેખાય છે:- પેશાબની સ્પીડ વધુ હોવાના કારણે ફીણ દેખાય છે પણ જો તમારા પેશાબમાં ફીણ વધુ દેખાય તો અને સમયની સાથે આ સમસ્યા વધે છે તો આ કોઈ બીમારીનો સંકેત હોઈ શકે છે. આથી જો તમને પણ પેશાબમાં ફીણ દેખાય છે તો તેની સાથે ઘણા લક્ષણ પર પણ ધ્યાન આપવું જરૂરી છે. આ લક્ષણ તમને કોઈ ગંભીર બીમારી વિશે જણાવે છે અને જેને તમે સમય રહેતા ઠીક કરી શકો છો.
- હાથ, પગ, ચહેરા અને પેટમાં સોજા, આ કીડની ડેમેજ નો સંકેત છે.
- થાક, ભૂખ ઓછી લાગવી
- મીતલી, ઉલટી
- નીંદરમાં પરેશાની, પેશાબ ઓછો આવવો.
- વાદળી પેશાબ આવવો
- ડાર્ક રંગનો પેશાબ આવવો.
- જો તમે પુરુષ છો તો ઓર્ગેજ્મ દરમિયાન સીમન નું ઓછુ અથવા બિલકુલ ન આવવું.
જો તમેં પુરુષ છો તો ઇન્ફર્ટીલીટી અને બાળક પેદા કરવામાં પરેશાની થઇ શકે છે.ફીણદાર પેશાબના કારણો:- જયારે તમે ખુબ લાંબો સમય પેશાબને રોકી રાખો છો અને પછી અચાનક તેને પાસ કરો છો તો વધુ સ્પીડ હોવાના કારણે પેશાબમાં ફીણ બને છે. પણ આ ફીણ થોડીવારમાં ક્લીયર થઇ જાય છે. ઘણી વખત પ્રોટીનને કારણે પણ પેશાબમાં ફીણ વધુ બને છે, કારણ કે પેશાબમાં રહેલ આ પ્રોટીન હવાના સંપર્કમાં આવવાથી તે ફીણ બને છે.
પેશાબમાં ફીણ બનવાના અન્ય કારણો પણ હોઈ શકે છે:-
1) ડીહાઈડ્રેશન:- જયારે કોઈ વ્યક્તિ ડીહાઈડ્રેટેડ થાય છે તો તેના પેશાબનો રંગ ઘણી ડાર્ક અને ઘાટો આવે છે. આવું પાણીના ઓછા સેવનને કારણે થઇ શકે છે. પાણીનું સેવન ઓછુ કરવાથી પ્રોટીન પેશાબમાં ડાઈલ્યુટ નથી થતું, પ્રોટીનમાં ઘણી એવી પ્રોપર્ટીજ હોય છે જેનાથી પેશાબ કરતી વખતે ફીણ બને છે. જો હાઈડ્રેટેડ રહ્યા પછી પણ કોઈ વ્યક્તિના પેશાબમાં ફીણ દેખાય છે તો તે કીડની ની બીમારીના લક્ષણ હોઈ શકે છે.2) કીડની ડીસીઝ:- કિડનીનું મુખ્ય કામ બ્લડમાં રહેલ પ્રોટીન ને ફિલ્ટર કરવાનું હોય છે. પ્રોટીન આપણા શરીરમાં ફ્લુઈડને બેલેન્સ કરવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે. એન્બુમીન એક પ્રકારનું પ્રોટીન હોય છે જે આપણા લોહીમાં રહેલ હોય છે. જયારે તમારી કીડની બરાબર કામ નથી કરતી ત્યારે તે આ પ્રોટીનને મોટી સંખ્યામાં તમારા પેશાબમાં આવવા દે છે જે કીડની ડીસીઝનું કારણ છે. જો તમારા પેશાબમાં સતત ફીણ આવે છે તો આ પ્રોટીન્યુરિયાની તરફ ઈશારો કરે છે જે કિડનીની બીમારીનો શરૂઆત છે.
3) ડાયાબીટીસ:- શરીરમાં બ્લડ શુગર લેવલ વધવાના કારણે પણ કિડનીમાં એલ્બુમીન હાઈ લેવલમાં પાસ થાય છે. જેના કારણે પેશાબ સતત ફીણદાર આવે છે. ટાઈપ 2 ડાયાબિટીસના દર્દીમાં આ લક્ષણ પણ દેખાય છે.
- ધૂંધળું દેખાવું,
- મોઢું સુકાવું,
- સતત તરસ લાગવી,
- વારંવાર પેશાબ આવવો
- ભૂખ લાગવી
- સ્કીનમાં ખંજવાળ થવી
પેશાબમાં ફીણ દેખાય તો શું કરવું:- આ માટે તમારે પોતાના ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. ડોક્ટર તમારો પેશાબ ચેક કરશે. જેમાં તમારા પેશાબમાં રહેલ પ્રોટીન ની માત્ર જોઈ શકાય છે. આ સિવાય પેશાબમાં રહેલ પ્રોટીન ની ક્રિએટીનીન સાથે પણ તુલના કરે છે. પેશાબમાં પ્રોટીનના ક્રિએટીનીન થી વધુ હોવા કીડની ડીસીઝ તરફ ઈશારો કરે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી