મિત્રો તમે જાણો છો કે આજની ખાણીપીણી અને ફાસ્ટ લાઈફ સ્ટાઈલના કારણે આપણા સ્વાસ્થ્યની તંદુરસ્તી જળવાતી નથી. અને શરીરને કેટલીક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેમાં યુરિક એસિડ વધી જવું એ પણ એક ગંભીર સમસ્યા છે જેનાથી અનેક લોકો પરેશાન રહે છે. યુરિક એસિડ ના સ્તર વધવાથી ગઠીયો વા થવાનું જોખમ વધી જાય છે. યુરિક એસિડ વધવાથી હાથ-પગમાં સોજા આવી જાય છે અને તેમાં દુખાવો થાય છે જ્યારે યુરેટ સ્ફટિકો શરીરના સાંધામાં ભેગા થાય છે, ત્યારે દુખાવો થાય છે.
યુરિક એસિડના લક્ષણો:- શરીરમાં યુરિક એસિડનું લેવલ વધવાથી સાંધામાં દુખાવો, સોજો અને અસહ્ય વેદના થાય છે. માસ પેશીઓમાં પણ સોજો આવી જાય છે જેના કારણે તેમાં દુખાવો રહે છે. હાથ, ઘૂંટણ, કમર વગેરેના સાંધામાં દુખાવો થાય છે. વધુ પ્રમાણમાં યુરિક એસિડ જમા થવાના કારણે હાડકાને લગતી સમસ્યાઓ પણ ઉદભવે છે.જે લોકોને યુરિક એસિડનું લેવલ વધી જાય તેમને સવારમાં ખાલી પેટે અને જમ્યા ના અડધા કલાક બાદ અજમાના પાણીનું સેવન કરવું જોઈએ. અજમાનું પાણી યુરિક એસિડ માં ખૂબ જ ફાયદાકારક હોય છે. અજમાનું પાણી બનાવવા માટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી અજમો ત્રણ ચાર કલાક માટે પલાળવો ત્યારબાદ તેનું સેવન કરવાથી ખૂબ જ ફાયદો થાય છે.
યુરિક એસિડ વધવાનું મુખ્ય કારણ:- ડાયાબિટીસની દવાઓના વધુ પડતા સેવન થી યુરિક એસિડનું સ્તર વધે છે. યુરિક એસિડ વધવાના મુખ્ય કારણોમાં ખાણીપીણી અને લાઇફ સ્ટાઇલ, ઓછી ઊંઘ, તણાવ, વધારે પડતું તળેલું ખાવું હોઈ શકે છે. વધુ પડતો પ્રોટીનયુક્ત ખોરાક લેવાથી પણ યુરિક એસિડ વધી શકે છે.યુરિક એસિડ શરીરમાંથી ઓછુ કરવાના ઉપાયો:- નિયમિત પણે દરરોજ દિવસ માં બે થી ત્રણ લિટર પાણી પીવું જોઈએ. દિવસ દરમિયાન થોડું થોડું પાણી પીવું જોઈએ. પાણી પીવાથી કિડનીમાં જમા થયેલો કચરો અને યુરિક એસિડ શરીરમાંથી બહાર નીકળી જશે. તેના સિવાય અડધી ચમચી બેકિંગ સોડાને આઠ ગણા પાણીમાં ઉમેરીને પીવાથી ફાયદો થાય છે. આ મિશ્રણ ને દિવસ દરમિયાન આઠ વખત પી શકાય છે. સાવરે ઉઠીને પહેલા, રાતે સૂતા પહેલા અને દિવસ દરમિયાન 2-3 કલાકમાં એકવાર આ પ્રમાણેના સમયગાળામાં પી શકાય. જ્યાં સુધી યુરિક એસિડના લક્ષણો સંપૂર્ણપણે દૂર ન થઈ જાય ત્યાં સુધી આનુ સેવન કરી શકાય છે. જે વ્યક્તિ ને હાઈબ્લડ પ્રેશર હોય તેમણે આ ઉપાય આજમાવવો નહીં.
દરરોજ 4 થી 5 અખરોટ ખાવાથી યુરિક એસિડ ના સ્તરને ઘટાડવામાં મદદ મળે છે અખરોટમાં ઓમેગા 3 ઉપલબ્ધ હોય છે. આમાં એન્ટી ઈમ્ફ્લેમેટરી,વિટામિન B6, કોપર, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો ઉપલબ્ધ હોય છે, જે યુરિક એસિડને કારણે થતા સંધિવા ને દૂર કરે છે.એલોવેરા ના જ્યુસમાં આંબળાનો રસ મિક્સ કરીને પીવાથી પણ આ સમસ્યા માંથી રાહત મેળવી શકાય છે. દરરોજ સફરજન, ગાજર અને બીટનું જ્યુસ પીવાથી શરીરનું pH લેવલ વધે છે, અને યુરિક એસીડને ઘટાડવામાં મદદ મળે છે. રાત્રે સુતા સમયે દોઢ ગ્લાસ પાણીમાં અર્જુનની છાલનું એક ચમચી ચૂર્ણ અને અડધી ચમચી તજ પાવડર નાખીને ચા ની જેમ ઉકાળીને અને પછી ગાળીને પીવું.
દેશી ગાયનું ગૌ મૂત્ર સવારમાં પીવાથી યુરિક એસિડ નિયંત્રિત થઈ જાય છે. ગૌ મૂત્ર શરીરમાં થતી બીજી અનેક સમસ્યાઓમાં અત્યંત ફાયદાકારક છે. તેના સેવનથી શરીરમાંથી યુરિક એસિડ ના સ્તરને ઘટાડવામાં મદદ મળે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી