આજના સમયમાં થાઈરોઈડની સમસ્યા ખૂબ જ સામાન્ય થઈ ગઈ છે. થાઇરોડ પતંગિયાના આકારની એક ગ્રંથિ હોય છે જે ગળાના આગળ ના ભાગમાં એટલે કે કોલર બોન ની પાસે હોય છે. થાઈરોડ નો સૌથી સામાન્ય કારણ સ્વયંપ્રતિરક્ષા થાઇરોડ રોગ છે. થાઇરોડ ના રોગના દર્દીઓમાં વજન સંબંધિત સમસ્યાઓ ખૂબ જોવામાં આવે છે વજન વધવું થાઇરોડ હાર્મોન ઓછા હોવાનું સંકેત આપે છે. જેને હાઇપોથાઇરોડિઝમ કહેવામાં આવે છે અને એ જો થાયરોડ શરીરમાં વધુ હાર્મોન્સ બનાવે તો વજન ખૂબ જ ઓછું થવા લાગે છે. અને એને જ હાઇપોથાઇરોડિઝમ કહેવામાં આવે છે.
હાઇપોથાઇરોડિઝમની સ્થિતિમાં ચયાપચન ની ક્રિયા ધીમી થઇ જાય છે અને આ સ્થિતિ વાળા લોકો માં વજન ઓછું કરવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે. એક અભ્યાસ મુજબ, પુરુષની તુલનામાં સ્ત્રીઓમાં થાઈરોડ નું જોખમ 10 ગણુ વધારે હોય છે. જો તમે પણ થાયરોડથી વધેલું વજન ઓછું કરવા માંગો છો તો નીચે જણાવેલા ઉપાયો અજમાવી જુઓ.
1) સાદા કાર્બોહાઇડ્રેટ્સ અને ખાંડ નું સેવન ટાળો:- એક્સપર્ટ ના જણાવ્યા મુજબ સાદા કાર્બોહાઇડ્રેટ્સ અને ખાંડ ન ખાવી જોઈએ.તેમણે સ્ટાર્ચયુક્ત શાકભાજી, કઠોળ જેવા જટિલ કાર્બોહાઇડ્રેટ્સનું સેવન કરવું જોઈએ અને મીઠી વસ્તુઓનું સેવન બંધ કરવું જોઈએ. એક અભ્યાસ પ્રમાણે હાઈ ગ્લાઇસેમીક ઇન્ડેક્ષ વાળા ખાદ્ય પદાર્થ શરીરમાં સોજો વધારી શકે છે. લાંબા સમય સુધી સોજો રહેવાથી શરીર ફૂલેલુ દેખાય છે અને વજન પણ ઓછું થતું નથી.
2) સોજો ઓછા કરવા વાળા ફૂડ ખાઓ:- સોજો ઓછો કરવાવાળા ફૂડ ખાવાથી સાંધાનો દુખાવો ઓછો કરવા અને સોજાને ઓછો કરવામાં મદદ મળે છે. ઇન્ફ્લેમેટરી ફૂડ ઇમ્યુન સિસ્ટમ ને સારી રાખવામાં પણ મદદ કરે છે. એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે એન્ટિ ઇન્ફ્લેમેટરી ડાયટ ઇમ્યુન સિસ્ટમ અને શરીરમાં આવેલા સોજાને ઓછો કરવામાં મદદ કરે છે. તેથી એન્ટિ-ઇન્ફ્લેમેટરી ના રૂપમાં લીલા પાનવાળા શાકભાજી, ટામેટા, ફેટી-માછલી, ડ્રાયફ્રુટ, ફળ અને ઓલિવ ઓઈલ નું સેવન કરી શકાય છે.
3) નાના સમયાંતરે ખાઓ:- થાઇરોડ વાળા લોકો એ વજન ઘટાડવા માટે નાના નાના સમયાંતરે ખાવું જોઈએ. જો ઓછા અંતરાલમાં ખાઈ રહ્યા હોવ તો દર ત્રણથી ચાર કલાકમાં ખાઓ. ડાયટમાં પ્રોટીન, હેલ્ધી ફેટ અને કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ વાળા ફૂડ ખાઓ.આ બ્લડ શુગરને બેલેન્સ કરશે અને વજન ઘટાડવામાં પણ મદદ કરશે.
4) ફૂડ ડાયરી તૈયાર કરો:- તમે જે પણ ખાધું છે તેને ડાયરીમાં નોટ કરી લો. આ તમને બેલેન્સ ડાયટ લેવામાં મદદ કરશે. જો કોઈ હાઇપોથાઇરોડિઝમ નો દર્દી હોય તો તેને ફુડ જર્નલ બનાવવાથી તેને જાણ થઈ જાય છે કે તેને કેટલુ પ્રોટીન, ફેટ અને કાર્બોહાઈડ્રેટનું સેવન કર્યું છે. ડાયટમાં હંમેશા હેલ્ધી ફેંટ વધારે, પ્રોટીન મીડિયમ અને લો કાર્બોહાઇડ્રેટનું સેવન કરવું.
5) ફિઝિકલ ઍક્ટિવિટી વધારવી:- હેલ્દી ડાયટની સાથે એક્સરસાઇઝ કરવાથી એક્સ્ટ્રા કેલેરી બર્ન કરવામાં મદદ મળે છે. જેને હાઇપોથાઇરોડિઝમ ની ફરિયાદ હોય છે તેમને વજન ઓછું કરવા માટે એક્સરસાઇઝ ઘણી મદદ કરી શકે છે. જો કોઈ દર્દી સારી ડાયટ લઇ રહ્યો હોય અને એક્સરસાઇઝ કરી રહ્યો હોય તો તેને થાઇરોડમાં ઘણી મદદ મળી શકે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી