ઉનાળાની ગરમી હવે જોર પકડી રહી છે, આ સિઝનમાં કેરીનું ઉત્પાદન ખુબ જ થાય છે. તેવામાં ઘણા લોકો ખુબ જ આતુરતાથી કેરી ખાવા માટે આ સિઝનની રાહ જોતા હોય છે. કેરીનો સ્વાદ લગભગ લોકોને પસંદ હોય છે. સાથે જ કેરી સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ હેલ્દી માનવામાં આવે છે. તેમાં રહેલા પોષકતત્વો શરીરની ઘણી સમસ્યાઓને દુર કરવામાં પ્રભાવી હોય છે.
પરંતુ વાત વજન ઓછો કરવાની કરીએ તો ઘણા લોકો એવું માને છે કે, કેરી ખાવાથી વજન વધે છે. એટલા માટે વેઇટલોસ જર્નીમાં કેરીનું સેવન ન કરવું જોઈએ. હવે સવાલ એ થાય છે કે, કેરી ખાવાથી વજન ઓછો થાય છે કે નહિ ? તો આજે આ લેખમાં અમે તમને આ વિષય પર જણાવશું માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.
જાણો શું કહે છે એક્સપર્ટ : ડાયટીશિયનનું કહેવું છે કે, કેરીનું સેવન કરવાથી વજન ઓછો નથી થતો. જો કે તેનો મતલબ એવો બિલકુલ નથી કે તમે વેઈટલોસ જર્નીમાં કેરીનું સેવન ન કરી શકો. વજન ઘટાડવા સમયે તમે અમુક માત્રામાં રોજ 1 થી 2 ચિર કેરીની ખાઈ શકો. જો કે વધુ માત્રામાં કેરીનું સેવન કરવાથી બચવું જોઈએ. જો તમે વધુ માત્રામાં કેરી ખાવ છો, તો તેનાથી તમારા શરીરનું વજન ઓછું નહિ થાય. એટલા માટે વજન ઘટાડવા માટે કેરીનું સેવન ખુબ જ ધ્યાન રાખીને કરવું જોઈએ.
વજન ઘટાડવા કેવી રીતે ખાવી જોઈએ કરી : જો તમે વજન ઘટાડવા ઈચ્છતા હો, તો વધુ માત્રામાં કેરીનું સેવન ન કરો. વધુ માત્રામાં કેરીનું સેવન કરવાથી તમારા શરીરનું વજન વધી શકે છે. ખરેખર કેરીમાં કેલેરી વધુ માત્રામાં હોય છે. તેવામાં જો તમે વધુ કેલેરી ખાવ છો તો તમને વજન ઘટાડવામાં ફાયદો નહિ થાય.
ક્યારે ખાવી જોઈએ કેરી : આપણા માંથી મોટાભાગના લોકો કેરીનું સેવન ભોજન કર્યા બાદ કરે છે. પરંતુ તમને જણાવી દઈએ કે કેરી ખાવાની આ તદ્દન ખોટી રીત છે. કેરીનું સેવન ભોજન કર્યા બાદ ક્યારેય ન કરવું જોઈએ. કેમ કે ભોજ કર્યા બાદ કેરી ખાવાથી વધુ માત્રામાં કેલેરી આપણા શરીરમાં જાય છે. હંમેશા બપોરના સમયે જ કેરીનું સેવન કરવું જોઈએ. આ સમય જ કેરી ખાવા માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે. આ નાસ્તા સ્વરૂપે પણ કેરીને ખાવામાં આવે તો સારું માનવામાં આવે છે.
વર્કઆઉટ પછી કેરી ખાઈ શકાય ? : વર્કઆઉટ પછી કેરી ખાવી ફાયદાકારક હોય છે. તે તમારા માટે એનર્જી બુસ્ટરના રૂપમાં કામ કરે છે. સાથે જ વર્કઆઉટ દરમિયાન લાંબા સમય સુધી એનર્જી બનાવી રાખે છે. વર્કઆઉટ પછી તમે કેરીનું સેવન દહીં સાથે અથવા તો તેની સ્મુદી બનાવીને કરી શકો છો. તે ખુબ જ ફાયદાકાકર સાબિત થાય છે.
કેરી શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. તમે વજન ઘટાડતા સમયે કેરીનું સેવન કરી શકો છો. પરંતુ ધ્યાન રહે કે વધુમાં કેરીનું સેવન ન કરવું જોઈએ. જો વજન ઘટાડવા સમયે વધુ પ્રમાણમાં કેરીનું સેવન કરો છો તો તમારું વજન ઘટવાના બદલે વધી જશે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી