મિત્રો ઘણા લોકોને બ્લડ પ્રેશર ની તકલીફ હોય છે. તેમજ ઘણા લોકોને લો બ્લડ પ્રેશર રહેતું હોય છે તો ઘણાના હાઈ બ્લડ પ્રેશર રહેતું હોય છે. પણ આ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવા માટે કેટલીક કાળજી રાખવી ખુબ જરૂરી છે. આથી જો તમને હાઈ બ્લડ પ્રેશરની તકલીફ છે તો તમારે એવી વસ્તુઓને પોતાના ખોરાકમાં સામેલ કરવી જોઈએ જેથી કરીને શરીરને કોઈ નુકસાન ન થાય. ચાલો તો આજે આપણે કેટલીક એવી વસ્તુઓ વિશે જાણી લઈએ જેનાથી તમારું હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે.
જો કે આજના યુગમાં હાઈપરટેન્શન ની સમસ્યા ખુબ સામાન્ય થઈ ગઈ છે. આમ ખરાબ લાઈફ સ્ટાઈલ, ખાનપાન, અનિદ્રા, સ્ટ્રેસ ના કારણે ઘણી બીમારીઓ જન્મ લે છે. જેમાંથી હાઇપરટેન્શન એટલે કે ઉચ્ચ રક્તચાપ. આનાથી વ્યક્તિને થાક, છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ વગેરે જેવી તકલીફ થાય છે. હાઇપર ટેન્શનમાં નસની દીવાલમાં રક્તનું દબાણ વધે છે. જો હાઈ બીપીનો ઈલાજ સમયે ન કરવામાં આવે તો તે જાનલેવા પણ સાબિત થઈ શકે છે.
વાસ્તવમાં હાઈ બ્લડ પ્રેશર, ઉચ્ચ રક્તચાપ અથવા હાઇપરટેન્શન ત્યારે થાય છે જયારે રક્ત ધમનીઓ એટલે કે નસની દીવાલ પર અધિક પ્રેશર આપે છે અને તેનાથી બ્લડ પ્રેશર લેવલ વધે છે. ડોકટરની સલાહ ની સાથે તમે પોતાના ખોરાકમાં થોડો ફેરફાર કરીને તેને કંટ્રોલ કરી શકો છો. અહી અમે તમને એવા 5 ફૂડ વિશે જણાવીશું જેન ડાઈટ માં સામેલ કરીને તમે બ્લડ પ્રેશર કંટ્રોલ કરી શકો છો.
લીલી શાકભાજી :
પોતાના દરરોજના ખોરાકમાં લીલા પાન વાળી શાકભાજી સામેલ કરો. લીલા શાકભાજી પોષક તત્વો અને ફાઈબરથી ભરપુર હોય છે. જે તમારી હેલ્થ માટે ખુબ ફાયદાકારક છે. હાઈ બ્લડ પ્રેશર ને કંટ્રોલ કરવા માટે તમે પોતાની ડાઈટ માં પાલક, કોબી, ભીંડો, બેલપેપર, બીન્સ, લેત્યુસ વગેરે ને સામેલ કરી શકો છો. લીલા શાકભાજી વધારાના સોદીયામને પણ કંટ્રોલ કરી શકે છે.
બ્રેકફ્રાસ્ટ માં સામેલ કરો ઓટ્સ :
તમે તમારા દિવસની શરૂઆત ઓટ્સ થી કરી શકો છો. ઓટ્સ ખુબ હેલ્દી ફૂડ માનવામાં આવે છે. ઓટ્સમાં ફાઈબર વિપુલ પ્રમાણમાં હોય છે, જયારે તેમાં ફેટ પણ ખુબ ઓછુ હોય છે. આ બન્ને કોન્બીનેશન ના કારણે આ ફૂડ તમારી તંદુરસ્તી અને બ્લડ પ્રેશર બંને માટે ખુબ ફાયદાકારક છે.
કીવી છે ફાયદાકારક :
કીવી ને સુપર ફૂડની કેટેગરી માં રાખવામાં આવે છે. તે ખાવામાં જેટલું ટેસ્ટી હોય છે એટલું જ હેલ્થ માટે ખુબ ફાયદાકારક છે. આથી આખા દિવસમાં 2 થી 3 કીવી ખાવા જોઈએ. જેનાથી હાઈ બ્લડ પ્રેશરના ઇલાજમાં મદદ મળે છે. આ ડાઈજેશન અને ઈમ્યુનનીટી બુસ્ટ કરવામાં પણ મદદ કરે છે.
લસણનો ઉપયોગ કરો :
લસણને તમે પોતાની ડાઈટ માં સામેલ કરી શકો છો. તે રક્તચાપ એ નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તમે ખાલી પેટે સવારે જો પાણીની સાથે લસણ નું સેવન કરો છો તો તે તમારે માટે ખુબ ફાયદાકારક છે.
દહીને પોતાના ખોરાકમાં સામેલ કરો :
હાઈ બ્લડ પ્રેશર માં રાહત મેળવવા માટે પોતાની ડાઈટ માં લો ફેટ દહીને સામેલ કરો. આ કેલ્શિયમ થી ભરપુર છે. અને બ્લડ પ્રેશર લેવલને કંટ્રોલ કરે છે.
અવાજ સરસ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે
ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી