મિત્રો તમે જાણો છો તેમ ઉનાળાના દિવસોમાં ખાવા પીવામાં ખુબ ધ્યાન રાખવું પડે છે. જો તમારા ખાનપાન માં થોડું પણ ફેરફાર થાય તો અનેક સમસ્યાઓ થઇ શકે છે. ખાસ કરીને પેટને લગતી સમસ્યા વધુ થઇ શકે છે. આથી તમારે ઉનાળામાં કઈ વસ્તુઓ ખાવી તેના વિશે આજે માહિતી આપીશું.
ઉનાળામાં ખાનપાનનું વિશેષ ધ્યાન રાખવું પડે છે. કારણ કે ખોટી ડાયટ લેવાથી અપચો થઇ શકે છે. ફૂડ પોઈજીંગ, પેટમાં દુખાવો, ઉલટી વગેરેની સમસ્યા થઇ શકે છે. આ ઋતુમાં સ્વસ્થ રહેવા માટે ઠંડી વસ્તુઓ વધુ ખાવી જોઈએ. જેથી કરીને શરીર અંદરથી ઠંડુ રહી શકે. તમે ડીહાઈડ્રેશન ના શિકાર ન થાવ. જો કે ઘણા લોકો એવા ફૂડનું સેવન પણ કરતા હોય છે જેને ખાવાથી ઉનાળાની ઋતુમાં બચવું જોઈએ. ઘણા એવા ફૂડ હોય છે જેને ઉનાળામાં ખાવાથી તમે બીમાર થઇ શકો છો. શરીરની ગરમી વધી શકે છે.ચા-કોફી:- વધુ ચા કે કોફી ન પીવો. જો તમે ઉનાળામાં ચા કે પાંચ કપ ચા કે કોફી પીવો છો તો તે પીવા જોઈએ. આ ડ્રીંક તમને આરામ જરૂર પહોચાડે છે, થાક દુર કરે છે, પણ આ એવા પ્રવાહી પદાર્થ છે જે શરીરમાં ગરમીનું પ્રમાણ વધારે છે. આથી ઉનાળામાં તેના સેવનથી બચવું જોઈએ. થાક અને ઉર્જાથી ભરપુર રહેવા માટે સમર હેલ્દી ડ્રીંક્સ જેવા કે નાળિયેર પાણી, બીલાનું શરબત, લીંબુ પાણી, જ્યુસ, વધુ પીવો. ચા મેં ખાંડ અને કેફીન શરીરને ડીહાઈડ્રેટ કરી શકે છે.
મસાલાઓનું સેવન ન કરો:- જે પ્રકારે વધુ તેલીય મસાલેદાર વસ્તુઓથી સાવધાની રાખવી જોઈએ. બસ એ રીતે ઘણા સૂકાયેલ મસાલાઓનો ઉપયોગ પણ રસોઈમાં ઓછો કરવો જોઈએ. વધુ લાલ મરચાના પાવડર, ગરમ મસાલો, તજનો પાવડર આ બધાની તાસીર ગરમ હોય છે. તેના વધુ સેવનથી શરીર ગરમ થઇ શકે છે. કારણ કે તે ચયાપચય ને વધારી શકે છે. સાથે ઘણા મસાલાઓમાં કેપસેસીન નામનું કમ્પાઉન્ડ, હોય છે, જે શરીરના પિત્ત દોષને વધારી ગરમી વધારી શકે છે. તેનાથી તમને વધુ પરસેવો આવવો, સ્કીન પર ફોડલા થવા, કમજોરી, ડીહાઈડ્રેશન થવું થઇ શકે છે. અથાણા નું વધુ સેવન ન કરો:- જો કે અથાણા ને ભોજનમાં સામેલ કરવાથી તેનો સ્વાદ બેગણો થઇ જાય છે. પણ સ્વાદ ના ચક્કરમાં તમારી તબિયત ખરાબ થઇ શકે છે. અથાણું એ વધુ તેલ અને મસાલાથી તૈયાર કરવામાં આવે છે, તેમાં સોડિયમનું પ્રમાણ પણ વધુ હોય છે, જે વોટર રીટેશન, સોજા, અપચો, બ્લોટિંગ, વગેરેનું કારણ બની શકે છે. આથી અથાણા નું સીમિત માત્રામાં સેવન કરવું જોઈએ.
દરરોજ નોનવેજ નું સેવન ન કરો:- ઉનાળામાં નોનવેજ ખાવામાં પણ પરેજી રાખવી જોઈએ. તંદુરી, ચીકન, માછલી, સીફૂડ, ના વધુ સેવનથી બચવું જોઈએ, કારણે તેનાથી પરસેવો વધુ થાય છે. સાથે પાચનને લગતી સમસ્યા પણ થઇ શકે છે. તેનાથી તમને ઘણી વખત દસ્તની તકલીફ પણ થઇ શકે છે. સોસનું વધુ સેવન કરવું:- સોસ અથવા વધુ ચીઝ સોસના સેવનથી બચવું જોઈએ. તેમાં કેલરી ની માત્રા વધુ હોય છે. તેના સેવનથી પેટ ફૂલવા નો અનુભવ થાય છે. તમે કમજોરીનો અનુભવ કરો છો. ઘણા સોસમાં વધુ પ્રમાણમાં મોનોસોડીયમ ગ્લુટામેટ અને મીઠું હોય છે. તેની સાથે કઈ પણ ખાવા કરતા સારું છે કે તમે પૌષ્ટિક અને નેચરલ વસ્તુઓ ખાવામાં બીજું કઈ મિક્સ કરીને સેવન કરો.
તેલ, મસાલા અને જંક ફૂડ ન ખાવા:- આજકાલ યુવાનો અને બાળકોમાં દરરોજ પીઝા, બર્ગર, ચાઇનીઝ, પાસ્તા, સ્ટ્રીટ ફૂડસ, મોમોજ, સમોસા, ફ્રેંચ ફ્રાઈ, વગેરે ખાઈ છે. પણ ઉનાળામાં આ સીઝનલ ફૂડ ખાવાથી બચવું જોઈએ. એક વાત જાણી લો કે ઓઈલી અને જંક અથવા ફાસ્ટ ફૂડસ જેવા કે મીટ પેટીજ, બર્ગર ખાવાથી તમારું પેટ ખરાબ થઇ શકે છે. તેલ મસાલાથી તમારા શરીરમાં ગરમી વધી શકે છે. આ ફૂડસ થી તમે ડીહાઈડ્રેશન નો શિકાર થઇ શકો છો. સાથે તેને પચવા પણ વધુ સમય લાગે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી