હમણાં જાંબુની સિઝન ચાલી રહી છે. જાંબુ બધાને ભાવતું ફળ છે. જાંબુ ખાવા માં જેટલા સ્વાદિષ્ટ હોય છે તેટલા જ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. ચોમાસાની ઋતુમાં બજારમાં જોવા મળતા આ જાંબુ પોષક તત્વોથી ભરપૂર હોય છે. અને સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભદાયક છે. ફાઇબર, આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઝિંક જેવા જરૂરી મિનરલ્સ સાથે જ જાંબુમાં વિટામીન સી,એન્ટીઓક્સીડેન્ટ અને ફ્લેવોનોઈડ્સ પણ હાજર હોય છે, જેનાથી આ શરીરને પર્યાપ્ત પોષણ તો પ્રદાન કરે જ છે સાથે અનેક પ્રકારના ગંભીર રોગોથી પણ દૂર રાખવામાં મદદ કરે છે. ડાયાબિટીસના રોગીઓ માટે પણ આ એક શ્રેષ્ઠ ફૂડ છે, કારણ કે બ્લડપ્રેશર નિયંત્રિત કરવામાં સહાયક છે.
પરંતુ જ્યારે આપણે જાંબુનું સેવન કરીએ છીએ તો તે દરમિયાન ઘણી બધી સાવધાની રાખવાની જરૂર હોય છે. જો તમે જાંબુ ખાધા પછી તૈયારીમાં જ કેટલીક વસ્તુઓનું સેવન કરો છો તો તેનાથી સ્વાસ્થ્ય ને ઘણું નુકસાન પહોંચી શકે છે. તો જાણીશું કે એવી કઈ વસ્તુઓ છે જે જાંબુ ખાધા પછી તેનું સેવન ન કરવું જોઈએ. જાંબુ ખાધા પછી શું ન ખાવું જોઈએ:-
1) અથાણું:- અથાણું ખાવું આમ તો સ્વાસ્થ્ય માટે ઘણુ ફાયદાકારક હોય છે પરંતુ જાંબુ ખાધા પછી તમે અથાણાનું સેવન કરો છો તો આ કોમ્બિનેશન તમારા પેટને નુકસાન પહોંચાડી શકે છે. તેનાથી આંતરડામા સોજા ની સમસ્યા થઈ શકે છે અને પેટમાં ગેસ, ઉલટી, ઝાડા, અપચો,બ્લોટીંગ જેવી સમસ્યાઓ થઈ શકે છે. તમારે ઓછામાં ઓછું એક કલાક સુધી અથાણું ન ખાવું જોઈએ
2) પાણીનું સેવન ન કરવું:- જાંબુ ખાધા બાદ તૈયારીમાં જ જો તમે પાણીનું સેવન કરો છો તો આ ઝાડા અને ઊલટી જેવી પેટ સંબંધિત સમસ્યાનું કારણ બને છે. આ જ કારણે આપણે દાદી અને મમ્મી જાંબુ ખાધા બાદ પાણી પીવાથી બચવાની સલાહ આપે છે. આ પાચન અને આંતરડામાં સોજા ની સમસ્યાને ટ્રીગર કરી શકે છે. તેથી જાંબુ ખાધાં બાદ ઓછામાં ઓછી 30 થી 40 મિનિટ સુધી પાણી ન પીવું જોઈએ.3) હળદર:- જો તમે જાંબુ ખાધા બાદ તૈયારીમાં જ હળદર કે હળદર વાળી કોઈ વસ્તુનું સેવન કરો છો તો તેનાથી પેટમાં બળતરા ની સમસ્યા થઈ શકે છે. જેના કારણે તમે ખૂબ જ અસ્વસ્થતા અનુભવી શકો છો. જો તમે સતત જાંબુ ખાધા બાદ હળદરનું સેવન કરો છો તો તેનાથી તમારું ડાઇજેશન પણ ખરાબ થઈ શકે છે.જાંબુ ખાધા બાદ ઓછામાં ઓછી ત્રીસ મિનિટ સુધી હળદરનું સેવન ન કરવું જોઈએ.
4) દૂધ અને દૂધથી બનેલા ઉત્પાદન:- દૂધ અને દૂધથી બનેલાં ઉત્પાદન સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક હોય છે, પરંતુ જો તમે જાંબુ ખાધા બાદ ડેરી પ્રોડક્ટ્સનું સેવન કરો છો તો ખરાબ પાચન, અપચો, બ્લોટિંગ, પેટમાં ગેસ જેવી સમસ્યાઓ થઈ શકે છે. જો કે તમે અડધા કલાક પછી પાણી પી શકો છો. જો તમે જાંબુના સ્વાસ્થ્ય લાભનો આનંદ લેવા ઇચ્છતા હોવ તો જાંબુ ખાધા બાદ ઉપરોક્ત ફૂડનું સેવન કરવાથી બચવું જોઈએ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી