ત્રણ ત્રણ ચિત્તા સાથે રાત પસાર કરતા વ્યક્તિનો વિડીયો વાયરલ થયો, જોઇને દંગ રહી જશો.

આપણે જોઈએ છીએ કે ઘણા લોકો પ્રાણીઓના ખુબ જ દીવાના હોય છે. જે પ્રાણીઓને હદથી વધારે પ્રેમ કરતા હોય. એ પ્રેમ એક નિખાલસ અને કોઈ પણ આશા વગરનો હોય છે. તો આજે અમે આ લેખમાં એક એવા જ વ્યક્તિ વિશે જણાવશું. જે હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આપણે કોઈ પણ માણસ પાસે સુતા હોઈએ તો ડર ન હોય, પરંતુ તમે ક્યાંય કોઈ વ્યક્તિને જંગલી પ્રાણી સાથે સુતા જોયો છે ? તો આજનો આ લેખ ખુબ જ અલગ અને આશ્વર્ય પમાડે તેવો છે માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

મિત્રો સોશિયલ મીડિયામાં એવા ઘણા બધા અજબ-ગજબના વિડીયો વાયરલ થતા હોય છે. પરંતુ એક એવો વિડીયો છે, જે ખુબ જ ધૂમ મચાવી રહ્યો છે. એ વીડિયોના દ્રશ્યને જોઇને કોઈ પણ વ્યક્તિના રૂવાડા ઉભા થઈ જાય. એ વિડીયોમાં એવું સ્પષ્ટ જોવા મળે છે કે, એક વ્યક્તિ પોતાના ઘરમાં એક નહિ, પરંતુ ત્રણ ત્રણ ચિત્તા સાથે ખુબ જ આનંદથી સુતો જોવા મળે છે. જે કોઈ પણ વ્યક્તિ આ વિડીયોને જોઈ રહ્યું છે તે ખુબ જ આશ્વર્ય પામી રહ્યું છે. આ દ્રશ્ય જોઇને આપણને પ્રશ્ન થાય લે કેવી રીતે કોઈ વ્યક્તિ આમ સુઈ શકે ? પરંતુ સત્ય નજર સમક્ષ જોઈ રહ્યા છીએ.

તો તમને જણાવી દઈએ કે આ વિડીયો એક ભારતીય વન સેવા અધિકારી સુશાંત નંદાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કર્યો હતો. જો કે ઘણી વાર આ પ્રકારમાં મજેદાર વિડીયો ખુબ જ શેર થાય છે. સુશાંત નંદાએ આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, “ખુબસુરતીની સાથે સુવું.” આ વિડીયો જોઇને તમારા રૂવાડા ઉભા થઈ જશે. ખબર નહિ તે માણસ કોણ છે. પરંતુ તે ત્રણ ત્રણ ચિત્તા સાથે સુતો જોવા મળે છે. અને એ પણ કોઈ પણ ડર વગર.

ત્રણ ચિત્તા જે વ્યક્તિ સાથે સુતા જોવા મળે છે, તે વ્યક્તિ ઉંમર લાયક નજર આવી રહ્યો છે. અને વિડીયોને જોઇને એવું લાગી રહ્યું છે કે ચિત્તા અને તે વ્યક્તિ એકબીજાને વર્ષોથી ઓળખતા હોય. વિડીયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે એક ચિત્તાની ઊંઘ ખુલે છે અને તે પણ એ જ વ્યક્તિની નજીક ખુબ જ આરામથી જઈને સુઈ જાય છે. આ વિડીયો ખુબ જ અદ્દભુત છે, તેના દ્રશ્યના કારણે.

સોશિયલ મીડિયા પર આ વિડીયો ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં તેને ઘણા લાખ લોકોએ જોઈ લીધો છે.  ઘણા લાઈક્સ અને રીટ્વિટ પણ આ વિડીયોને કરવામાં આવ્યો છે. લોકો આ વિડીયો પર ખુબ જ શાનદાર કોમેન્ટ્સ કરી રહ્યા છે. તમે પણ નિહાળો આ વિડીયોને જુવો કેવી રીતે સુતા છે ચિત્તા એ વ્યક્તિ સાથે.

Leave a Comment