મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે રસોડામાં ઘણા એવા મસાલા હોય છે રસોઈમાં સ્વાદ તો વધારે જ છે, પરંતુ સાથે સાથે આપણા સ્વાસ્થ્યને પણ અઢળક ફાયદા આપે છે. પરંતુ એ મસાલાનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવે તો શરીરમાં દવા જેવું કામ કરે છે. તો એવા જ એક મસાલા વિશે આજે અમે તમને જણાવશું. અમે જે મસાલા વિશે જણાવવા જઈ રહ્યા છીએ એ લગભગ દરેક લોકોના રસોડામાં હોય જ છે. તેનું નામ છે તમાલપત્ર.
તમાલપત્રનો ઉપયોગ સામાન્ય રીતે શાકભાજીનો વઘાર કરવામાં આવે છે. પરંતુ તેની યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો શરીરમાંથી ઘણી બીમારીઓ ભાગી જાય છે. સાથે જ ભવિષ્યમાં થનારી બીમારીઓ પણ દુર રહે છે. તમાલપત્રમાં ઘણા ઔષધિય ગુણો રહેલા હોય છે. તેમાં ઘણા કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયરન સહિત ઘણા વિટામીન અને પોષકતત્વો રહેલા હોય છે. તો ચાલો જાણીએ તમાલપત્ર સ્વાસ્થ્ય માટે કેવી રીતે ક્યાં ક્યાં ફાયદા આપે છે.
1 ) રોગપ્રતિકારક શક્તિ : એક સ્વાસ્થ્ય અધ્યયન અનુસાર તમાલપત્રના સેવનથી ઇમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિ વધે છે. તમાલપત્રમાં વિટામીન A, B6 અને વિટામીન C ભરપુર માત્રામાં હોય છે. અને આ વિટામિન્સ આપણી રોગપ્રતિકારક શક્તિને વધારવામાં ખુબ જ મહત્વનો ફાળો ભજવે છે.
2 ) ડાયજેશન : તમાલપત્રનું સેવન આપણી ડાયજેશન સિસ્ટમ એટલે કે પાચનતંત્રને મજબુત કરવામાં ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. તે પાચનને મજબુત કરે છે. તેની સાથે સાથે પેટના દુખાવા અને બ્લોટિંગની સમસ્યાથી પણ છુટકારો મળે છે. આ સમસ્યા માટે જો તમાલપત્રના પાનની ચા પીવામાં આવે તો પેટ બરોબર સાફ થઈ જાય છે.
3 ) કોલેસ્ટ્રોલ : તમાલપત્રમાં એન્ટી-ઈમ્ફ્લેમેટરી ગુણ હોય છે. જેમાં એન્ટી-ઓક્સીડેંટ ગુણો પણ મળી આવે છે. જે આપણા શરીરમાં રહેલા બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે. વગર દવાએ બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરવાનો આ સૌથી સારો વિકલ્પ માનવામાં આવે છે. તમાલપત્રનું સેવન હાર્ટએટેકના ખતરાને પણ ઓછો કરે છે.
4 ) સાયનસ : સાયનસની સમસ્યામાં પણ તમાલપત્ર ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. તમાલપત્રના સેવનથી સતત વહેતા નાકની સમસ્યા જલ્દી સારી થઈ જાય છે. તમાલપત્રમાં એરોમેટિક એટલે કે ખુશ્બુદાર ગુણો રહેલા હોય છે. જે સાયનસની સમસ્યાને દુર કરે છે. તમાલપત્રની સાથે સાથે જો કાળા મરી મિક્સ કરીને તેની ચા પીવામાં આવે તો સાયનસની સમસ્યાથી જલ્દી રાહત મળી શકે છે.
તમાલપત્રનો ઉપયોગ કેવી રીતે કરવો : તમાલપત્રની હર્બલ ટી બનાવીને પીય શકો છો. તેને ચા માં મિક્સ કરીને પણ પીય શકાય છે. તેની ચા બનાવવા માટે પાણીમાં તમાલપત્રને નાખીને ઉકાળી લ્યો અને પછી ગાળીને પીય લ્યો. પરંતુ આ ચાની અંદર જો તમે મધ મિક્સની પીવો તો વધુ ફાયદાકારક સાબિત થાય છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી