આપણે જોતા હોઈએ છીએ કે ઘણા લોકો નાની અમથી બીમારી પર દવા ખાઈ લેતા હોય છે. પણ આમ વારંવાર દવા ખાવી સ્વાસ્થ્ય માટે નુકશાન કરી શકે છે. કારણ કે તેનો ઓવર ડોઝ તમારા શરીરના અન્ય અવયવોને નુકશાન કરી શકે છે. ચાલો તો આ વિશે વધુ વિગતે જાણી લઈએ.
જો થોડી પણ તકલીફ થવાથી તમે દરેક વખતે એન્ટી બાયોટીક જેવી દવાઓ લો છો તો આમ કરવું ઘણું નુકશાનદાયક સાબિત થઇ શકે છે. જો કે એન્ટી બાયોટીકસ મેડીકલ જગતનો એક મોટો હથિયાર છે જેને ઘણા ઇન્ફેકશન અને બીમારીઓમાં પ્રયોગ કરી શકાય છે. પણ તેનો અર્થ એ નથી કે તેનો પ્રયોગ દરેક નાની વાત માટે કરવામાં આવે. આમ કરવાથી ઘણી સાઈડ ઈફેક્ટ પણ થઇ શકે છે. આમ કરવાથી સ્વાસ્થ્ય પર ઉલટી અસર પણ થઇ શકે છે અને સ્વાસ્થ્યને લગતી ઘણી સમસ્યાઓ પણ જોવા મળે છે.
બાળકોને વધુ એન્ટી બાયોટીકસ આપવાથી બચવું જોઈએ. બાળકોની ઈમ્યુન સીસ્ટમ પહેલા જ કમજોર હોય છે, તે વધુ એન્ટી બાયોટીક સહન ન કરી શકે. ચાલો તો જાણી લઈએ વધુ એન્ટી બાયોટીક ના સેવનથી ક્યાં નુકશાન થાય છે. એન્ટી બાયોટીકના સેવનથી થતા નુકશાન:- આ ઋતુમાં કોમન કોલ્ડ બાળકોમાં વધુ જોવા મળે છે. પણ જો દરેક વખતે બાળકને એન્ટી બાયોટીક આપવામાં આવે છે તો તેનાથી ડાયેરિયાનું જોખમ વધી જાય છે અને બાળકોને વધુ ગંભીર ડાયેરિયા પણ થઇ શકે છે. પેટમાં સારા અને ખરાબ બંને પ્રકારના બેક્ટેરિયાનું સંતુલન હોવું જરૂરી છે. જો વધુ પ્રમાણમાં એન્ટી બાયોટીકનું સેવન કરવામાં આવે છે તો તે પેટની અંદરના સારા બેક્ટેરિયાને ખત્મ કરવા લાગે છે. તેનાથી પાચનને લગતી સમસ્યાઓ જોવા મળે છે.
જો એન્ટી બાયોટીકસનો પ્રયોગ કરવાથી એલર્જીક રીએક્શન જોવા મળે છે તો તેને વધુ માત્રામાં નહિ પણ ઓછા પ્રમાણમાં પણ ન લેવી જોઈએ અને ડોક્ટરને તેના અન્ય વિકલ્પ વિશે પૂછવું જોઈએ. શરીરમાં સારા બેક્ટેરિયાની કમીને કારણે ફંગલ ઇન્ફેકશન જેવા ઇન્ફેકશન વધવાનું જોખમ પણ વધી શકે છે. યીસ્ટ ઇન્ફેકશન પણ જોવા મળે છે.પાચન ન થવું, ઉલટીઓ થવી, જીવ મુંઝાવો, પેટ ફુલાવું, ભૂખ ન લાગવી, અથવા પેટમાં વધુ દુખાવો થવો જેવી પાચનને લગતા લક્ષણ જોવા મળી શકે છે. આ બધી સમસ્યાઓ થી બચવા નો એક ઉપાય છે કે એન્ટી બાયોટીક નું સેવન ડોક્ટર ની સલાહ અનુસાર કરો. જાતે કોઈપણ એન્ટી બાયોટીક ન લેવી જોઈએ.
આમ તમે એન્ટી બાયોટીકનું સેવન હંમેશા ડોક્ટરની સલાહ અનુસાર કરો. નાની અમથી બીમારીમાં જાતે જ કોઈ એન્ટી બાયોટીક ન લો. તેનાથી તમારા શરીરને જ નુકશાન થઇ શકે છે અને તમારી તબિયત સુધરવાને બદલે વધુ ગંભીર બની શકે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી