હવે ભાડુઆત અને મકાન માલિક વચ્ચે ક્યારેય નહિ થાય માથાકૂટ. સુપ્રીમ કોર્ટે બંનેને આપી મોટી રાહત.

મિત્રો આપણા દેશમાં મકાન માલિક અને ભાડુઆત વચ્ચે અવારનવાર લડત થતી હોય છે. જેને કારણે અંતે આ મામલો કોર્ટમાં જતો રહે છે અને એક વખત કોર્ટમાં કેસ જતો રહે પછી તેના ચુકાદાને લઈને માણસે લાખો ધક્કા ખાવા પડે છે. પણ હાલમાં જ સુપ્રીમ કોર્ટ મકાન માલિકો અને ભાડુઆતોને એક રાહતના સમાચાર આપ્યા છે. ચાલો તો આ રાહત અંગે વિસ્તારથી માહિતી મેળવી લઈએ.

જેમ કે તમે જાણો છો તેમ અકસર મકાન માલિકો અને ભાડુઆત વચ્ચે ઘણી વાર વિવાદો થતા રહે છે. જ્યારે આ વિવાદ વધે એટલે કોર્ટના ધક્કા ખાવા પડે પણ લોકોને જલ્દી ચુકાદો મળે અને સમયસર ન્યાય મળે તે માટે સુપ્રીમ કોર્ટે અંગે એક મહત્વનો ચુકાદો આપ્યો છે.

આ ચુકાદા બાદ હવે મકાન માલિકો અને ભાડુઆતોને કોર્ટના ધક્કા નહિ ખાવા પડે. આ ચુકાદા અંતર્ગત જાણવા મળતી માહિતી મુજબ, ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ અંતર્ગત મકાન માલિક અને ભાડુઆતના વિવાદનો મધ્યસ્થતા દ્વારા ઉકેલ લાવી શકાશે. જ્યારે લોકોને હવે લાંબી અને ખર્ચાળ કાયદાકીય લડતમાં પડવાની જરૂરત નહિ રહે.આ અંગે જસ્ટિસ એન.વી. રમન્નાની આગેવાની વાળી બેચે 14 ડિસેમ્બર 2020 ના રોજ વિદ્યા ડ્રોલિયા અને અન્ય દુર્ગા ટ્રેડીંગ કોર્પોરેશન કેસ અંગે મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આ વિશે કહ્યું કે, ‘આર્બીટ્રલ ટ્રીબ્યુનલ પાસે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ 1882 નીચે આવતા વિવાદોનો ચુકાદો આપવાનો અધિકાર છે. પરંતુ સ્ટેટ રેટ કંટ્રોલ લોઝ અંતર્ગત આવતા વિવાદો આર્બીટેશનમાં ન મોકલી શકાય જ્યારે તેનો ચુકાદો કાયદા અંતર્ગત કે ફોરમમાં કરવામાં આવશે.

આ સિવાય તમને જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટે 2017 ના ચુકાદા પર યુ-ટન લીધો છે. આ સિવાય સુપ્રીમ કોર્ટે 4 ફોલ્ડ ટેસ્ટની પણ ભલામણ કરી છે. જેથી કરીને એમ નક્કી કરી શકાય કે કોઈ વિવાદનો મધ્યસ્થતા દ્વારા ઉકેલ લાવી શકાય કે કેમ. આ સિવાય મકાન માલિક અને ભાડુઆત વચ્ચેના વિવાદનો મધ્યસ્થતા દ્વારા અંત લાવવા માટે બંને એગ્રીમેન્ટમાં તેના ક્લોઝ હોવા જરૂરી છે. સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો એટલા માટે મહત્વનો છે કેમ કે સરકાર દેશભરમાં રેન્ટલ હાઉસિંગ પર ભર આપી રહી છે ને ભાડુઆતો માટે નિયમો સરળ બનાવી રહી છે.

આ ઉપરાંત કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે, આર્બીટ્રલ ટ્રીબ્યુનલના નિર્ણયને કોર્ટના આદેશની જેમ જ લાગુ કરી શકાય છે. આ મકાન માલિક અને ભાડુઆત વચ્ચેના મધ્યસ્થતા દ્વારા ઉકેલવા માટે તેમની વચ્ચેના એગ્રીમેન્ટમાં તેના ક્લોઝ હોવા જોઈએ જેથી કરીને ભાડુઆત અને મકાન માલિકના ઢગલાબંધ કેસ કોર્ટ સુધી ન પહોચે અને તેનું નિવારણ ઝડપી કરી શકાય.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

http://sandesh.com/landlord-and-tenant-disputes-tenancy-law-supreme/

Leave a Comment