મિત્રો કોરોનાકાળ શરૂ થયો ત્યાર બાદ મોટાભાગના ડોક્ટરો અને નિષ્ણાંતો આપણને ગરમ વસ્તુનું સેવન કરવા માટે જણાવે છે. પરંતુ આજે અમે તમને એવી સાત ગરમ વસ્તુઓ વિશે જણાવશું. વસ્તુને આયુર્વેદ અનુસાર અમુક ગરમ ખોરાકનું સેવન ખુબ જ સાવધાની પૂર્વક કરવું જોઈએ. કેમ કે નીચે જણાવેલ ખોરાકનું સેવન ઉનાળામાં વધુ પ્રમાણમાં કરવામાં આવે તો પેટની ગરમી વધી જાય છે, તેના કારણે બીમાર પણ પડી શકીએ છીએ. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો અને જાણો કંઈ છે એ વસ્તુનો જેનું સેવન કરવાથી આપણા પેટની ગરમી વધી જાય.
આયુર્વેદ અનુસાર મૌસમ અનુસાર ખાવા-પીવામાં ધ્યાન રાખવું જોઈએ. જ્યારે અત્યારના સમયમાં ભારતમાં કપરી ગરમી પડી રહી છે, જો એવામાં તમે ખુબ ગરમ આહારનું સેવન કરશો તો કેટલીક મુશ્કેલીઓ ઉભી થઈ શકે છે. આયુર્વેદમાં જણાવ્યું છે કે, એવા કેટલાક પદાર્થો છે જે શરીર માટે ગરમ પડી શકે છે. હવે તેમાંથી કેટલાક ખોરાક એવા છે, જેને તમે રોજ ખાઈ રહ્યા છો, જેને મોટાભાગના લોકો સારો ખોરાક માનીને ખાઈ રહ્યા છે. આ બધા ખોરાક સેવન કરવા ખોટા નથી, પણ શિયાળા કરતા તેનું પ્રમાણ ઓછું રાખવું જોઈએ. તો ચાલો જાણીએ 7 ગરમ તાસીર વાળા પદાર્થો.ગોળ : ગોળ સ્વાસ્થ્ય માટે ખુબ સારો ગણવામાં આવે છે. પણ જો તમને મીઠા ખોરાક ખાવા ગમે છે, તો અમુક એવી વસ્તુમાં ખાંડને બદલે ગોળનો ઉપયોગ કરવો. ખાંડ અને ગોળ બંને શેરડીના રસમાંથી બનાવામાં આવે છે. પણ તેમાં ખાંડ એ એક પ્રોસેસ આપીને રીફાઇન કરવામાં આવે છે, તેથી શરીર માટે બિલકુલ યોગ્ય નથી. જ્યારે ગોળ એકદમ નેચરલ છે, એટલે સારો ગણાય છે. પણ ગોળની તાસીર ગરમ હોય છે, એટલા માટે જ વધારે માત્રામાં ગરમીની મૌસમમાં ગોળ ન ખાવો જોઈએ. તેનાથી નાકમાંથી લોહી નીકળવા જેવી સમસ્યાનો ખતરો રહે છે.
લાલ મરચાં : લાલ મરચા વગર મસાલાને અધૂરા માનવામાં આવે છે. પરંતુ લાલ મરચું ખુબ જ ઘણો ગરમ પદાર્થ છે. એમાં પણ ખાસ કરીને મોમોસ માં વાપરવામાં આવતી ચટણી અને બહાર હોટલ માં વપરાતા ખોરાક માં ખુબ વધારે માત્રા માં વપરાય છે,જેના એના લીધે ગરમીમાં આવા પદાર્થો સેવન કરવું ખૂબ નુકસાનકારક ગણાય છે.પણ જો તમને તીખા ખાવાના શોખીન છો,તો લાલ સુકા મરચા ની જગ્યાએ લીલા મરચા નો ઉપયોગ કરી શકો છો.આદું : આદુ, જેમાં એન્ટીબેક્ટેરીયલ અને એન્ટી-વાયરલ ના ગુણ હોય છે, જેના કારણે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં તથા વાયરસથી બચાવે છે. પરંતુ ગરમીના મૌસમમાં આદુનું વધારે સેવન કરવાથી, તમને છાતીમાં બળતરા અને ચામડીની એલર્જીની સમસ્યા થઈ શકે છે. અદરકની તાસીર ગરમ પદાર્થની છે, એટલે જ ગરમીના દિવસોમાં સેવન કરો, પરંતુ ઓછી માત્રામાં જ તેનું સેવન કરવું જોઈએ. નહિ તો શરીરમાં ગરમી વધી જવાના કારણે અન્ય પણ કોઈ સમસ્યા થઈ શકે.
લસણ : ઘણા લોકો ખોરાકમાં લસણ ન નાખે તો અધૂરું લાગે છે. ખાસ કરીને તો નોન-વેજ બનતા ખોરાકમાં વધારે માત્રામાં આદુ, લસણ અને લાલ મરચા નાખતા હોય છે. પરંતુ લસણની તાસીર ખુબ જ ગરમ હોય છે. જો તમે પણ ગરમીમાં લસણ વધારે ખાશો તો પેટને લગતી સમસ્યા અને બીજી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. પરંતુ આ બધું જોઈને લસણનો ઉપયોગ બિલકુલ બંધ ન કરવો જોઈએ, પરંતુ લસણનું સેવન ઓછી માત્રામાં કરવું જોઈએ.બાજરો : બાજરો પણ ગરમ પદાર્થ છે એટલા માટે જ તેનું સેવન શિયાળામાં યોગ્ય ગણાય છે, પરંતુ ઉનાળામાં બાજરરો ઓછો ખાવો જોઈએ અથવા તો ન જ ખાવો વધુ હિતાવહ છે. ગરમીના દિવસોમાં બાજરીનું વધારે સેવન કરવાથી શરીરમાં વાત્ત – પિત્તનું સંતુલન બગડી જાય છે અને ઘણા પ્રકારની શારીરિક સમસ્યાઓ થઈ શકે છે.
બદામ : બદામ આમ તો સ્વાસ્થ્ય માટે ખુબ જ સારી હોય છે અને સવાર-સવારમાં તેનું સેવન કરવાથી ઘણા બધા હેલ્થ ફાયદા થાય છે. પણ ગરમીમાં વધારે બદામનું સેવન કરવાથી ગરમી વધી શકે છે, જેના કારણે તમારી ચામડી પર ખીલ, દાગ અને પેટને લગતી સમસ્યાઓ થઈ શકે છે. પરંતુ તમે ગરમીઓમાં આખી રાત 6 થી 7 બદામ પાણીમાં પલાળીને સવારે છાલ કાઢીને ખાઈ શકો છો. પરંતુ જો તમને તેની આડ અસર દેખાય છે, તો અમુક માત્રા ઓછી કરી દેવી.ગરમ મસાલા : ગરમ મસાલાનો ઉપયોગ ભોજનમાં સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, ગરમ મસાલા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. પરંતુ ગરમ મસાલાને ગરમ કહેવામાં આવે છે કારણ કે તેની તાસીર સૌથી વધુ ગરમ હોય છે. તેમજ તમે ગરમીમાં ગરમ મસાલા જેવા કે, તજ, કાળા મરચા, જાયફળ, લવિંગ-બાદિયા વગેરેનું સેવન વધારે કરશો, તો તમને નુકશાન થઈ શકે છે. વધુ સેવન ન કરવા માટે આ બધા મસાલાનો પાવડર કરીને અડધી અથવા એક ચમચી જેટલો જ ભોજનમાં ઉપયોગ કરો. તેનાથી વધુ ગરમ મસાલા ભોજનમાં ન લેવા જોઈએ.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી