આજના સમયમાં કબજિયાતની સમસ્યા મોટાભાગના લોકોમાં જોવા મળે છે અને લોકો તેનાથી છુટકારો મેળવવા માટે અનેક દવાઓ તેમજ ડાયટને ફોલો કરતા હોય છે. પરંતુ તમે અમુક મુદ્રા કરીને પણ આ કબજિયાતની તકલીફથી છુટકારો મેળવી શકો છો.
અનહેલ્થી ડાયટ, ઇનેક્ટિવ લાઈફ સ્ટાઈલ અને વધતાં તણાવ ઘણા પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બને છે. તેમાંથી જ એક છે કબજિયાત. કબજિયાતને કારણે વ્યક્તિને અલગ અલગ પ્રકારની સમસ્યાઓ થાય છે, માટે જ તેનો સમય પર ઈલાજ કરવો જરૂરી છે. ઘણા લોકો કબજિયાત દૂર કરવા માટે દવાનો ઉપયોગ કરે છે, તો ઘણા લોકો પ્રાકૃતિક પદ્ધતિ અપનાવે છે. કબજિયાતની સમસ્યા દૂર કરવા માટે સૂચિ મુદ્રા એક સરસ ઉપાય છે. આ મુદ્રા દ્વારા તમે કબજિયાતથી રાહત મેળવી શકો છો. આ સિવાય તમને ગેસ, એસીડીટી કે અપચાની તકલીફ હોય તો તેનાથી પણ રાહત મળે છે.
સૂચિ મુદ્રા કબજિયાત, ગેસ અને પાચન સંબંધી સમસ્યાઓ દૂર કરવાનો એક સરળ ઉપાય છે. તે પેટ માટે ખુબ જ અસરકારક ઉપાય છે. સૂચિ મુદ્રા કરવાથી શારીરક અને માનસિક શાંતિ પણ મળે છે.
સૂચિ મુદ્રા શું છે ? : સૂચિ મુદ્રા એક હસ્ત મુદ્રા છે. તે સંસ્કૃત શબ્દ શુચિ પરથી લેવામાં આવેલ છે. શુચિ મતલબ પવિત્રતા કે સ્વચ્છતા એવો થાય છે. આ મુદ્રા હાથની આંગળીઓની એક વિશેષ સ્થિતિ હોય છે, જેમાં પાંચ તત્વોનું સંતુલન હોય છે. સૂચિ મુદ્રા કરવાથી શારીરિક અને માનસિક બંને પ્રકારનો લાભ મળે છે. આ મુદ્રા તમારા શારીરિક અને માનસિક બંને સ્વાસ્થ્ય માટે ખુબ જ સારી છે.
સૂચિ મુદ્રા કેવી રીતે કરવી ? : કબજિયાતની સમસ્યાથી રાહત મેળવવા માટે તમે નિયમિત રૂપથી સૂચિ મુદ્રાનો અભ્યાસ કરી શકો છો. તેનાથી થોડા સમયમાં જ તમને કબજિયાતથી રાહત મળી જશે.
રીત : સૂચિ મુદ્રા કરવા માટે સૌથી પહેલા કોઈ શાંત, હવાદાર અને ખુલ્લી જગ્યાએ પદ્માસનમાં બેસવું, પોતાની બંને આંખ બંધ કરવી, તમારા બંને હાથની મૂઠી વળેલી રાખો, બંને મુઠ્ઠીને તમારી છાતીએ રાખો, ડાબા હાથને છાતીએ જ લગાવીને રાખો, ત્યાર પછી લાંબો શ્વાસ લેતા લેતા જમણા હાથને સામેની તરફ લાવો અને તમારા અંગૂઠાની અનામિકા આંગળી પર દબાણ આપવું. આ મુદ્રા અવસ્થામાં તમે 5-10 મિનિટ રહી શકો છો. તમને લાંબા સમયથી કબજિયાત હોય તો તમે તેની સમય માત્રા વધારી પણ શકો છો. દરરોજ સૂચિ મુદ્રાના અભ્યાસથી તમને કબજિયાતમાં રાહત મળશે.
સૂચિ મુદ્રાના ફાયદા : સૂચિ મુદ્રા જૂનમાં જૂની કબજિયાતથી રાહત અપાવવામાં ફાયદાકારક છે, આંતરડાને સાફ કરવા માટે સૂચિ મુદ્રા કરવામાં આવે છે, શરીરમાંથી ગંદકી દૂર કરવા માટે સૂચિ મુદ્રા ઉપયોગી છે. સૂચિ મુદ્રા પેટ અને પાચન સંબંધી સમસ્યાઓ દૂર કરે છે. માઈગ્રેન, છાતીમાં બળતરા અને દુખાવો દૂર કરવામાં સૂચિ મુદ્રા લાભદાયી છે. ગેસ, અપચા અને કબજિયાતને દૂર કરવામાં સૂચિ મુદ્રા ફાયદાકારક છે. સૂચિ મુદ્રા તણાવ, ચિંતા દૂર કરીને મગજને શાંત રાખે છે.
સૂચિ મુદ્રા કરતી વખતે રાખવાની સાવચેતીઓ : સૂચિ મુદ્રા શરીરના અસંતુલિત તત્વોને સંતુલિત કરવામાં મદદ કરે છે. પરંતુ સૂચિ મુદ્રા કરતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. આ મુદ્રાને કરતી વખતે કોઈ પ્રકારની મુશ્કેલી થાય તો તેનો અભ્યાસ કરવો બંધ કરવો. શરૂઆતમાં યોગ શિક્ષણ કે ગુરુની દેખરેખમાં આ સૂચિ મુદ્રાનો અભ્યાસ કરવો. હાથમાં વાગ્યું હોય કે દુખાવો હોય તો સૂચિ મુદ્રા ન કરવી. આમ કબજિયાતની બીમારીથી છૂટકારો મેળવવામાં સૂચિ મુદ્રા ખુબ જ ઉપયોગી બની રહે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી