મિત્રો તમે પોતાના ખોરાકમાં અનેક કઠોળ ખાતા હશો.તેમાં ખાસ કરીને મગ, મઠ, ચણા, વાલ વગેરે. આ કઠોળમાં કહેવાય છે કે અનેક વિટામીન, પ્રોટીન, કેલ્શિયમ, ફાઈબર વગેરે વિપુલ પ્રમાણમાં હોય છે. તેને જો પોતાના ડેઈલી ખોરાકમાં સામેલ કરવામાં આવે તો તમારું શરીર એકદમ તંદુરસ્ત રહી શકે છે. ચાલો તેના કેટલાક ફાયદા અંગે જાણી લઈએ.
ફણગાવેલા કઠોળ ને સુપર હેલ્દી ફૂડ માનવામાં આવે છે. તેના સેવનથી તમારા શરીરને એકસાથે અનેક પોષક તત્વ મળી રહે છે. ફણગાવેલા કઠોળ માં પ્રોટીન, ફાઈબર, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, જીંક, આયર્ન, મિનરલ, એન્ટી ઓક્સીડેંટ, કોપર, કેલોરી, વિટામીન એ, બી, બી2, બી3, બી5, બી6, સી, ઈ, ભરપુર માત્રામાં હોય છે. અને ફેટ પણ ખુબ ઓછુ હોય છે. આથી ફણગાવેલા મગ, બે પોતાની ડાઈટ માં જરૂર સામેલ કરવા જોઈએ. તે તમારા શરીરને ઘણો ફાયદો કરે છે.
વજન ઓછુ કરવામાં મદદ કરે છે : નાસ્તામાં દરરોજ એક વાટકો ફણગાવેલા મગ ખાવાથી તમને ઘણા પ્રકારના પોષક તત્વ મળી રહે છે. તેને ખાવાથી એટ જલ્દી ભરાઈ જાય છે. જેના કારણે ભૂખ નથી લાગતી. અને કઈ પણ ખાવાનું મન નથી થતું. તમારી બોળીને ભરપુર પોષક તત્વ મળી રહે છે. અને તમે કોઈ અનહેલ્દી પણ નથી ખાતા. જેના કારણે વજન ઓછુ કરવામાં મદદ મળે છે.
પાચન તંત્રને હેલ્દી રાખે છે : ફણગાવેલા મગમાં ખુબ વિપુલ પ્રમાણમાં ફાઈબર રહેલું છે જેના કારણે તમારું પાચન તંત્ર સારી રીતે કામ કરે છે. તેનાથી તમને પેટ સંબંધી મુશ્કેલી નથી થતી. અને કબજિયાત પણ નથી થતું.
પ્રી-મેચ્યોર એજિંગ રોકવામાં સહાયક છે : પ્રી-મેચ્યોર એજિંગ રોકવામાં ફણગાવેલા મગ ખુબ સહાયકસાબિત થાય છે. તેમાં વિટામીન ઈ વિપુલ માત્રામાં હોય છે જે ત્વચા માટે ખુબ ફાયદાકારક છે. તે ત્વચા માં ચમક લાવે છે.ફણગાવેલા મગ માં વિપુલ પ્રમાણમાં એક્ટીવ એન્ટી ઓક્સીડેંટ હોય છે, જે સમય પહેલા આવતી એજિંગ ને રોકવામાં મદદ કરે છે.
આંખ માટે ફાયદાકારક છે : આંખ માટે પણ ફણગાવેલા મગ ખુબ ફાયદાકારક છે. તેમાં વિટામીન એ પણ મળે છે. જે આંખ ની રોશની વધારવામાં મદદ કરે છે. સાથે રતોધી જેવી આંખ ની બીમારી સામે પણ રક્ષણ આપે છે.
ઈમ્યુન સીસ્ટમ સ્ટ્રોગ કરે છે : તમારી ઈમ્યુનીટી ને વધારવા માટે પણ ફણગાવેલા મગ નું સેવન ખુબ ફાયદાકારક છે. તેમાં વિટામીન સી હોય છે જે સફેદ રક્ત કોશિકાઓ ને વધારવાનું કામ કરે છે. તેમાં તમારી ઈમ્યુનીટી ખુબ જ સ્ટ્રોગ બને છે અને બીમારી થવાની સંભાવના ઓછી થઈ જાય છે.
એસીડીટી ઓછી કરે છે : ફણગાવેલા મગ નું સેવન કરવાથી એસીડીટી ની સમસ્યા માં રાહત મળે છે. તે બોડી માટે એલ્કાલાઈન હોય છે. જે એસીડ લેવલ એ ઓછુ કરે છે. અને તમારી બોડી ના પીએચ લેવલ ને રેગ્યુલર રાખવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે.
અવાજ સરસ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે
ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
The GujaratiDairo still have not implemented the text to be printed.
SO how on earth can you spread the articles?
At least some sensible step can be made usefool.