મિત્રો તમે અનેક કઠોળ પલાળીને અથવા તો તેને અંકુરિત કરીને સેવન કરતા હશો. આવું જ એક અનાજ અથવા તો કઠોળ એ રાગી છે. જેને તમે પલાળીને અને અંકુરિત કરીને સેવન કરી શકો છો. તેના સેવનથી તેમાં રહેલ અનેક પોષક તત્વો તમારા શરીરને મળે છે. જે તમારું સ્વાસ્થ્ય સારું રાખવામાં મદદ કરે છે. પરંતુ અહીં આપણે અંકુરિત રાગી ખાવાના ફાયદાઓ વિશે વાત કરીશું.
અંકુરિત અનાજ ખાવાથી શરીરને અલગથી ફાયદો થાય છે. વાસ્તવમાં, અંકુરિત અનાજમાં ફાઈબર અને રફેજની માત્રા ખુબ વધી જાય છે. તેને ખાવાથી માત્ર ડાયાબિટીસ જ નહીં પરંતુ હૃદય રોગોથી પણ બચી શકાય છે. આજ ફાયદાઓથી ભરપૂર એક અનાજ અંકુરિત રાગી છે. વાસ્તવમાં, તેમાં રહેલ ફાઈબર અને ખાસ કરીને રફેજ પેટની ઘણી સમસ્યાઓને મટાડે છે. જે ડાયાબિટીસ અને હૃદયની બીમારીઓને વધારનારા બ્લડ શુગર અને કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદરૂપ છે. તે સિવાય તે મહિલાઓ માટે પણ ઘણા પ્રકારે ફાયદાકારક છે, જેમ કે તે મહિલાઓમાં લોહીની ઉણપને દૂર કરે છે. તેમજ હોર્મોનલ બેલેન્સ કરવામાં પણ મદદ કરે છે. આવો આજ પ્રકારે વિસ્તારથી જાણીએ તેના અન્ય ફાયદાઓ.
એનીમિયા : જે લોકો એનીમિયાની તકલીફથી પરેશાન રહે છે તેમના માટે અંકુરિત રાગી ખુબ જ લાભકારી છે. એનીમિયાનું એક મોટું કારણ છે શરીરમાં લોહીની ઉણપ, જેની પૂરતી માટે આયરનનું હોવું ખુબ જરૂરી છે. અંકુરિત રાગી આયરનનો સારો સ્ત્રોત છે. જે હિમોગ્લોબિનના સ્તરને વધારવામાં મદદરૂપ છે. તે એનીમિયાથી પીડિત લોકો માટે એક સારો પ્રાકૃતિક ઉપાય છે. તેમાં વિટામિન સી ની માત્રા વધારે હોય છે. જે અંકુરિત થવા પર વધારે વધી જાય છે. જે એનીમિયાથી બચવામાં ખુબ જરૂરી છે.
કેલ્શિયમ : જો તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપ હોય તો તમે અંકુરિત રાગીનું સેવન કરી શકો છો. રાગીના અંકુરણની પ્રક્રિયા કેલ્શિયમના સ્તરને લગભગ 20 ટકા સુધી વધારી દે છે. તે શરીરને કેલ્શિયમને વધુ સરળતાથી અવશોષિત કરવામાં મદદ કરે છે. અંકુરિત રાગીમાં બધા જ ખનીજોમાં સૌથી વધારે કેલ્શિયમની માત્રા હોય છે.
પાચનતંત્ર : રાગીમાં ફાઈબરની સારી માત્રા હોય છે જે પાચનતંત્રને ઝડપી બનાવે છે અને જમવાનું પચાવવામાં મદદ કરે છે. તે સિવાય તે તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. સવારે અંકુરિત રાગીનો માત્ર એક વાટકો ખાવાથી તમારું પેટ આખો દિવસ ભરાયેલું રહે છે.
બ્લડ શુગર : જે લોકોનું ડાયાબિટીસ લેવલ વધેલું રહેતું હોય તેમણે અંકુરિત રાગીનું સેવન કરવું જોઈએ. હાઈ ફાઈબર અને પોલીફેનોલ સામગ્રી રક્તમાં ગ્લુકોઝના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. સાથે જ તેનું ગ્લાઇસેમિક ઈન્ડેક્સ પણ લો હોવાથી ડાયાબિટીસના દર્દીઓ પણ તેને ખાઈ શકે છે.
પ્રોટીન : રાગીમાં અમુક જરૂરી એમિનો એસિડ રહેલા હોય છે. જે તેને એક હાઈ ફાઈબર ફૂડ બનાવે છે. તે ત્વચા અને વાળના સ્વાસ્થ્યને વધારો આપે છે. તે સિવાય તેના સલ્ફર આધારિત એમિનો એસિડ દાંત અને પેઢાને લગતી બીમારી રોકવામાં મદદ કરે છે.
સ્તનપાન કરાવતી મહિલાઓ માટે : અંકુરિત રાગી નવી માતાઓને મદદ કરે છે. કારણ કે તે સ્તનપાન વધારે છે. તે કેલ્શિયમ, આયરન અને આવશ્યક એમિનો એસિડને વધારીને સ્તનમાં દૂધને વધારો આપે છે. આ બધા જ પોષકતત્વો બાળક અને માતા બંને માટે ખુબ સારા ગણવામાં આવે છે.
સારી ઊંઘ માટે : અંકુરિત રાગી એન્ટીઓક્સીડેન્ટ અને એમિનો એસિડથી ભરપૂર હોય છે. જે શરીરને પ્રાકૃતિક રૂપથી આરામ આપવામાં મદદ કરે છે.
તો આ બધા જ ફાયદા માટે તમાર અંકુરિત રાગીનું સેવન કરવું જોઈએ. તમે તેનું સલાડ બનાવીને, ચાટ અને સબ્જીમાં મિક્સ કરીને પણ ખાઈ શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી