આજના સમયમાં લગભગ મોટાભાગના લોકો પોતાની વધતી જતી ચરબીથી પરેશાન રહે છે. અને આ વધારાની ચરબીને ઘટાડવા માટે તેઓ અનેક પ્રયાસો કરે છે. પણ તેનાથી કોઈ ફેર પડતો નથી. ત્યારે આજે અમે તમારા માટે આ લેખમાં એક એવા સૂપ વિશે માહિતી લઈને આવીએ છીએ જેનાથી તમારી વધારાની ચરબી જલ્દી ઓગળી જશે.
વજન વધવું એક ગંભીર સમસ્યા છે જેના કારણે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ બની રહે છે. લોકો સ્થૂળતાથી રાહત મેળવવા માટે વિભિન્ન વજન ઘટાડવાના ઉપાયો અજમાવે છે. આમ તો, વજન ઘટાડવાની સૌથી સરળ રીત દરરોજ એકસરસાઈઝ કરવી અને વધારે કેલોરી વાળા ખાદ્ય પદાર્થોને ખાવાથી બચવાનું છે. પરંતુ લોકો તે સિવાય પણ ઘણા નુસ્ખા અજમાવે છે.જો તમે વજન ઘટાડવા માટે વિભિન્ન પ્રકારની ચા પીવાનું, ડાયેટ પ્લાન, ખાવા-પીવાનું છોડવાનું, ઓછી કેલોરી લેવી વગેરે જેવા ઉપાયોથી પરેશાન થઈ ગયા હોય અને તમને સારા પરિણામો ન મળી રહ્યા હોય તો, ડાયેટિશિયન, એક એવું ખાસ સૂપ જણાવ્યુ છે જેને દરરોજ સવારે પીને વજનને સરળતાથી કાબુમાં કરી શકાય છે.
વજન ઘટાડનારું સૂપ:- એક્સપર્ટએ દરરોજ ખાવામાં આવતી આઠ વસ્તુઓને મિક્સ કરીને સૂપ તૈયાર કરવાની રેસીપી શેર કરી છે. આ સુપમાં જે સામગ્રી ઉપયોગમાં લેવામાં આવી છે, તેનાથી વજન તો ઘટશે જ, સાથે જ શરીરમાં કોઈ પણ પ્રકારની નબળાઈ પણ આવતી નથી. તેમાં ઉપયોગમાં આવતા બે સૌથી વધારે લાભદાયક ખાદ્ય પદાર્થો અજમાના પાંદડા અને ટામેટું છે. આ બંને વસ્તુઓ વજન ઘટાડવામાં લાભદાયી છે.
વેઇટ લોસ સૂપ બનાવવા માટેની સામગ્રી:- એક અજમાના પાંદડાનું બંડલ, એક મીડિયમ સાઇઝનું ટામેટું, એક મીડિયમ સાઇઝનું ગાજર, બે ત્રણ લસણની કળીઓ, અડધો કપ વેજીટેબલ સ્ટોક, એક ચમચી તાજા પીસેલા મરિયા, એક ચમચી તેલ, મીઠું.વેઇટ લોસ સૂપ બનાવવાવી રીત:- અજમાના પાંદડા, ટામેટું, ગાજર અને લસણને જીણું કાપી લો. ગેસ પર કુકર રાખો. તે કુકરમાં થોડું તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં કાપેલી બધી સબ્જી મિક્સ કરો. થોડી વાર માટે બધી જ સબ્જી પકાવા દો. હવે વેજીટેબલ સ્ટોક મિક્સ કરો અને પ્રેશર કૂક થવા દેવું. જ્યારે બધી જ વસ્તુઓ રંધાઈ જાય, તો તેને કુકરમાં જ બ્લેન્ડ કરી લેવું. જો બ્લેન્ડર ન હોય તો સામગ્રીને ઠંડી થવા દો. ત્યાર બાદ મિક્સરમાં નાખીને પીસી લો. પરંતુ સુપને ગરમ ગરમ જ સર્વ કરવું. સર્વ કરતાં પહેલા થોડા ટીપાં લીંબુના અને સ્વાદ મુજબ મીઠું એડ કરી લેવું.
અજમાના પાંદડા:- અજમો ફાઇબર્સનો રીચ સોર્સ છે. તે એક કેલોરી ફૂડ છે. અજમાના સેવનથી શરીરમાં યુરિક એસિડની માત્રા પણ સંતુલિત રહે છે. અજમાના સેવન બાદ તમને ભૂખ મટવાનો અનુભવ થાય છે. જે લોકોને વારંવાર ભૂખ લાગવાની ફિલિંગ થાય છે તેમના માટે પણ તે ફાયદાકારક છે. ટામેટાં:- ટમેટામાં ભરપૂર લાયકો પ્રોટીન હોય છે. લાયકો પ્રોટીન એક પ્રકારનું એન્ટિ ઓક્સિડેંટ છે. જે શરીરને મજબૂત બનાવે છે. ટામેટું બોડી ડિટોક્સ કરવામાં પણ ફાયદાકારક છે.
ગાજર:- ગાજરમાં પોટેશિયમ પણ સારી માત્રામાં હોય છે જે બ્લડ પ્રેશરને સંતુલિત રાખે છે. ગાજરમાં ભરપૂર બીટા કેરોટિન હોય છે. જે શરીરમાં જઈને વિટામિન એમાં બદલાઈ જાય છે. તેનાથી આંખોથી જોડાયેલા ઘણા રોગો દૂર થાય છે. તે સિવાય તેમાં રહેલ ફાઈબર વેઇટ લોસમાં પણ મદદ કરે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી