મિત્રો આજની ખાણીપીણી અને જીવનશૈલીના લીધે આપણા સ્વાસ્થ્ય પર તેની ઘેરી અસર પડે છે. લોકો તહેવારોમાં તો ભારે ભોજન કરી જ લે છે. ઘણા બધા લોકોને તેનાથી કોઈપણ પ્રકારની મુશ્કેલી નથી થતી અને સરળતાથી ભોજન પચી પણ જાય છે. પરંતુ કેટલાક લોકોને વધુ ભોજન કર્યા બાદ પેટનો આફરો ચઢી જાય છે.
30 વર્ષની ઉંમર થયા બાદ આ સમસ્યા વધારે થાય છે. હોળીમાં લોકો અનેક પ્રકારના પકવાન ખાય છે ત્યારબાદ તેમને આ સમસ્યા થાય છે. પેટ ફૂલી જાય છે અને બ્લોટિંગની સમસ્યા પરેશાન કરે છે. જોકે ખાવાના સમયે જ જો યોગ્ય સાવધાની ન વરતવામાં આવે તો પેટનો આફરો તો ચઢશે જ.હેલ્થ એક્સપર્ટે જણાવ્યું છે કે જો વધારે ખાવામાં આવે તો તેનાથી પેટનો આફરો ચઢવો,પેટ ફૂલવું અથવા પેટમાં અતિશય ભારેપણું આવે છે, તો કાચી ડુંગળી એવી રીતે ખાવી જોઈએ કે તેમાં લીંબુનો રસ સંપૂર્ણપણે ભળી જાય. ડુંગળી અને લીંબુનો રસ એક ચપટીમાં પેટના અપચા ને દૂર કરી શકે છે.
👉 પાચન સંબંધી દરેક સમસ્યાનું સમાધાન:- હેલ્થ એક્સપર્ટ પ્રમાણે ડુંગળી એવી વસ્તુ છે જેને દરરોજ ડાયટમાં સામેલ કરવાથી અનેક બીમારીઓથી બચી શકાય છે. તેમાં એલીસિન જેવા સલ્ફર કમ્પાઉન્ડ ઉપલબ્ધ હોય છે, જે શરીર માટે ફાયદાકારક છે. ડુંગળીને ફાઇબરનું પાવર હાઉસ કહેવામાં આવે છે. જો આપણે યોગ્ય સંતુલિત ડાયટ લઈએ અને તેની સાથે ડુંગળીનું સેવન કરીએ તો આ વેઇટ લોસ ની સૌથી શ્રેષ્ઠ રીત માનવામાં આવે છે.જો ડુંગળીમાં લીંબુ મેળવીને સલાડની જેમ ખાવામાં આવે તો તેનાથી અનેક ફાયદા થાય છે. હેલ્થ એક્સપર્ટ નું કહેવું છે કે કાચી ડુંગળીમાં લીંબુને મેળવીને ખાવાથી પાચન સંબંઘી દરેક સમસ્યાઓ દૂર થાય છે અને પેટનો આફરો પણ ગાયબ થઈ જાય છે.
👉 ડુંગળી ખાવાની રીત:- હેલ્થ એક્સપર્ટ જણાવે છે કે ખાતા પહેલા ડુંગળીમાં સૌથી પહેલા લીંબુનો રસ નીચવીને મેળવી લો. લીંબુ નો રસ એવી રીતે મેળવવાનો છે જેથી સંપૂર્ણ ડુંગળી પલળી જાય. પેટમાં આફરો ન ચઢે તેના માટે ડુંગળી અને લીંબુના રસને ભોજન કરતા પહેલા ખાઓ. આ એક સારું સ્ટાર્ટર છે તેમાં પૂરતા પ્રમાણમાં ફાઇબર હોય છે. જે ભોજન બાદની નુકસાન પહોંચાડવા વાળી વસ્તુઓની અસર ઓછી કરી દે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી