ગરમીથી રાહત મેળવવા માટે લોકો કુલર અથવા એસી નો સહારો લેતા હોય છે. શહેરી વિસ્તારમાં તો આ શક્ય છે, હવે ગામડાઓમાં પણ શક્ય છે. પરંતુ ઘણીવાર ગામડાઓમાં વીજળી ન હોય એવી સમસ્યા થાય. તો ઘણી વાર ગામડાઓમાં રાત્રે લાઈટની સમસ્યા થતી હોય છે. તો સ્વાભાવિક છે કે ઊંઘ સારી અને સીમિત માત્રામાં ન થાય. પરંતુ ગામડાના લોકો આજે પણ પોતાની છત પર સુવાનું પસંદ કરે છે.
છત પર સુવામાં આવે તો હળવી એવી હવા પણ શરીરને સ્પર્શ કરી લે છે. પરંતુ શું તમે જાણો છો કે છત પર સુવામાં આવે તો ઘણી બીમારીઓ માંથી રાહત મળી જાય છે. જો રાત્રે ઊંઘમાં ચાલવાની બીમારી હોય એવા લોકોએ ખુલી છત પર સુવું ન જોઈએ. પરંતુ જેને આ સમસ્યા ન હોય એમણે જરૂર છત પર સુવું જોઈએ. તો ચાલો જાણીએ છત પર સુવાના ચમત્કારિક ફાયદા.
1 ) ઇમ્યુનિટી : મિત્રો છત પર સુવાથી ઇમ્યુનિટી મજબુત થાય છે. તમને જણાવી દઈએ કે માણસ ખુબ જ વધુ ઠંડા કે ગરમ તાપમાન ઇમ્યુનિટી પર ખરાબ અસર પાડે છે. તેવામાં ગરમીમાં છત પરનું તાપમાન સામાન્ય રહે છે. આ સ્થિતિમાં જો તમે છત પર અથવા ખુલા આસમાનમાં સુવો છો તો ઇમ્યુન સિસ્ટમ મજબુત બને છે. તેનાથી ઘણી બીમારીઓનો ખતરો ઓછો થાય છે. માટે ખુલ્લા વાતાવરણ માં સુવું કે છત પર સુવું શરીર માટે ખુબ જ લાભકારક છે.
2 ) ઓક્સીજન : આમ તો શરીરને ઓક્સીજનની જરૂર દરેક વખતે હોય છે, પરંતુ રાત્રે ભરપુર માત્રામાં ઓક્સીજન મળવું ખુબ જ જરૂરી હોય છે. તેના માટે તમે ખુલ્લામાં સુવો છો રાતે ભરપુર માત્રામાં ઓક્સીજન મળી રહે છે. જો કે રૂમની અંદર સુવાથી એટલો ઓક્સીજન નથી મળતો જેટલો છત પર સુવાથી મળે. જો ભરપુર માત્રામાં ઓક્સીજન મળે તો શરીરના બધા જ અંગોને કામ કરવામાં મદદ મળે છે. દરેક અંગનો સ્વાસ્થ્ય સુધરે છે. જો શરીરને ઓક્સીજન પૂરી માત્રામાં મળે તો શરીરના અંગો લાંબા સમય સુધી સ્વસ્થ પણ રહે છે.
3 ) માનસિક સ્વાસ્થ્ય : સ્વાસ્થ્યને સારું અને સ્વસ્થ રાખવા માટે ખુલી હવાની ખુબ જ જરૂર હોય છે. તેવામાં છત પર અથવા ખુલ્લામાં સુવાથી વધુ ફાયદાકારક રહે છે. તમને જણાવી દઈએ કે, બંધ રૂમમાં સુવા વાળાની તુલનામાં ખુલ્લામાં સુવું અથવા છત પર સુવાથી લોકોનું માનસિક સ્વાસ્થ્ય વધુ સ્વસ્થ રહે છે. આ સિવાય ખુલ્લામાં સૂતેલો માણસ આખો દિવસ પોતાનો મૂડ સારો રાખી શકે છે. માનસિક સ્વાસ્થ્યને સુધારવું હોય તો છત પર અથવા ખુલ્લામાં સુવું જોઈએ.
4 ) દિમાગનું હેલ્થ : રૂમની અંદર સુવા વાળાની તુલનામાં છત પર સુવા વાળાનો દિમાગ વધુ હેલ્દી રહે છે. તેનું એક મોટું કારણ શુદ્ધ હવાનું ન મળવી. સાથે જ ઓક્સીજનની પર્યાપ્ત ઉપલબ્ધિ ન હોય. તેવામાં જો તમે પણ પોતાના દિમાગને હેલ્દી રાખવા ઈચ્છતા હો તો ગરમીઓમાં છત પર સુવું ખુબ જ ફાયદાકારક હોય છે. જ્યારે તમે છત પર કે ખુલ્લામાં સુવો છો તો સવારમાં તમારું મગજ ખુબ જ એક્ટીવ રહે છે અને આખો દિવસ માઈન્ડ ફ્રેશ રહે છે.
5 ) સારી અને પૂરી ઊંઘ : સારી રીતે અને પૂરી ઊંઘ લેવા માટે ફ્રેશ હવાનું મળવું ખુબ જ જરૂરી હોય છે. તેના માટે બેશક તમે રૂમમાં એસી અથવા કુલર ચલાવી લ્યો, પરંતુ ફ્રેશ હવાની વગર સારી ઊંઘ મળવી અસંભવ છે. એટલા માટે છત પર અથવા ખુલ્લામાં આસમાન નીચે સુવું જોઈએ. છત પર સુવાથી તમારી નિંદર ઘણીવાર ઓછા સમયમાં પણ પૂરી થઈ જાય છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી