મિત્રો તમે જોયું હશે કે ઘણા લોકોને સવારના સમયે મોડે સુધી સુવાની આદત હોય છે. જો કે વહેલી સવારે કોઈને ઉઠવું નથી ગમતું પણ મીઠી નિંદરને કારણે આપણે મોડે સુધી સુતા રહીએ છીએ. પણ અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે મોડે સુધી સુવાથી તમને અનેક રોગો થઇ શકે છે. તેનાથી તમને કેટલીક જીવલેણ સમસ્યાઓ પણ થઇ શકે છે. તેમજ ડાયાબીટીસ જેવી ગંભીર બીમારી પણ થઇ શકે છે. આથી મોડે સુધી સુવાથી થતા કેટલાક નુકશાન વિશે જાણી લેવું ખુબ જ જરૂરી છે.
દરરોજ રાત્રે સારી ઊંઘ બેશક તમારા સ્વાસ્થ્ય માટે દવાનું કામ કરે છે. CDC મુજબ, જે વ્યક્તિ પર્યાપ્ત માત્રામાં ઊંઘ લેતા નથી તેમનામાં જીવલેણ બીમારી અને સ્થિતિઓના વિકાસનું જોખમ વધુ હોય છે. જેમને ટાઈપ 2 ડાયાબિટીસ, હ્રદય રોગ, સ્થૂળતા વગેરે સમાવિષ્ટ છે. પરંતુ શું તમે જાણો છો કે, વધારે સુવાથી પણ તમને ગંભીર બીમારી થઈ શકે છે.વધારે સુવાથી શું થાય છે?:- મોડે સુધી સુવાની આદત તમને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી સામનો કરાવી શકે છે. એક સ્ટડી જણાવે છે કે, જો તમે હંમેશા ઊંઘ લેવાની તક શોધતા હોય તો તમારે તમારા ડોક્ટરથી આના વિશે જરૂરથી વાત કરવી જોઈએ.
કેટલું સૂવું જોઈએ?:- પોલોત્સકી જણાવે છે કે, ઊંઘની જરૂરિયાત અલગ-અલગ લોકોમાં અલગ-અલગ હોય શકે છે, પરંતુ સામાન્ય રીતે વિશેષજ્ઞ સલાહ આપે છે કે, સ્વસ્થ વયસ્કોએ દરરોજ રાત્રે લગભગ 7 થી 9 કલાક સુધી સૂવું જોઈએ. જો તમને નિયમિત રૂપથી આરામ અનુભવવા માટે દરરોજ રાત્રે 8 કે 9 કલાકથી વધારે નીંદરની આવશ્યકતા રહેતી હોય તો, આ એક આંતરિક રૂપથી ઉત્પન્ન થઈ રહી સમસ્યાનો સંકેત હોય શકે છે.શું વધારે સુવાથી વજન વધે છે?:- ખૂબ વધારે અથવા ખૂબ ઓછું સુવાથી પણ તમારું વજન ઘણું વધી શકે છે. એક હાલમાં થયેલ અધ્યયનથી જાણવા મળ્યું છે કે, જે લોકો દરરોજ રાત્રે 9 અથવા 10 કલાક સુવે છે, તેમાં 7 થી 8 કલાક સુવા વાળા લોકોની તુલનાએ 6 વર્ષની અવધિમાં 21% વધુ જાડા હોવાની સંભાવના હોય છે.
વધુ સુવાથી કઈ બીમારીઓ થઈ શકે છે:-
1) ડાયાબિટીસ:- એક્સપર્ટ જણાવે છે કે, નિયમિત વધારે વાર સુધી સુવાથી લોહીમાં શુગરની માત્રા વધવા લાગે છે અથવા એમ કહો કે, શરીર ઇન્સુલિન બનાવવાનું ઓછું કરી દે છે. જેનાથી વ્યક્તિ ગંભીર બીમારી અથવા ડાયાબિટીસનો શિકાર થઈ જાય છે.
2) આ ભાગમાં થાય છે ગંભીર દુખાવો:- અમુક લોકોને માથાના દુખાવાની સમસ્યા હોય છે. શોધકર્તાઓનું માનવું છે કે, તે સેરોટોનીન સહિત મસ્તિષ્કમાં અમુક ન્યૂરોટ્રાન્સ્મિટર પર ઊંઘના કારણે અસર પડવા લાગે છે. તે સિવાય વધુ સુવાથી કમર અને પીઠ પર પણ સમાન રૂપથી અસર પડવા લાગે છે.3) ઓવરસ્લીપિંગથી થાય છે ડિપ્રેશન:- જોકે અનીન્દ્રા વધારે ઊંઘની તુલનાએ ડિપ્રેશનથી વધુ જોડાયેલી છે, પરંતુ ડિપ્રેશનથી પીડિત લોકોમાં લગભગ 15% લોકો ખૂબ વધારે સૂતા હોય છે. તે બદલામાં તેમાં ડિપ્રેશનને વધુ ખરાબ કરી શકે છે. એવું એ માટે છે કારણ કે, સારા થવાની પ્રક્રિયામાં નિયમિત અને પર્યાપ્ત ઊંઘ મહત્વની હોય છે.
4) હાર્ટ ડીસીઝનું જોખમ:- ધ નર્સિસ સ્ટડીમાં સમાવિષ્ટ લગભગ 72,000 મહિલાઓ પર થયેલા એક ઓબ્ઝર્વેશન મુજબ, જે મહિલાઓ દરરોજ 9 થી 11 કલાક સૂતી હતી, તેમાં 8 કલાક સુવા વાળી મહિલાઓની તુલનાએ કોરોનરી હ્રદય રોગ થવાની સંભાવના 38% વધારે હોય છે. આમ વધુ સુવું એ તમારા સ્વાસ્થ્ય માટે હાનીકારક સાબિત થઇ શકે છે. આથી તમારે પર્યાપ્ત માત્રામાં નીંદર કરવી જોઈએ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી