મિત્રો ઉનાળાની ઋતુમાં આપણે હંમેશા ઠંડી વસ્તુઓ તરફ વળીએ છીએ. આવી ઠંડી વસ્તુઓની યાદીમાં તરબૂચ નો સમાવેશ થાય છે. ઉનાળામાં વધુ પ્રમાણમાં તરબૂચને ખાવામાં આવે છે. આ ફળમાં 90 ટકા થી વધારે પાણી ઉપલબ્ધ હોય છે તેથી આ શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદરૂપ થાય છે. તરબૂચની તાસીર ઠંડી હોય છે તેથી પણ આ ઉનાળામાં લોકોનું ફેવરેટ ફ્રુટ માનવામાં આવે છે.
લાલ રંગનું આ મીઠું ફળ લોકોને કેટલું પસંદ આવે છે તેનો અંદાજો પણ એ જ વાતથી લગાવી શકાય છે કે લોકો તેને ક્યારેય પણ ખાઈ લે છે. નાસ્તા અને ઇવનિંગના સ્નેક્સના રૂપે પણ તરબૂચ ખાવામાં આવે તો તે સારું છે પરંતુ જો તેનું સેવન ખાલી પેટે કરવામાં આવે તો આ સ્વાસ્થ્ય માટે નુકસાનદાયક સાબિત થઈ શકે છે. ઉનાળાની ઋતુમાં જો તમે પણ ખાલી પેટે તરબૂચ ખાઈ લો છો તો તેની અસર સ્વાસ્થ્ય પર શું થાય છે તે અમે તમને આ લેખના માધ્યમથી જણાવીશું.ખાલી પેટે તરબૂચ ખાવા થી થતા નુકસાન:- ડાયટીશિયન ના કહેવા પ્રમાણે તરબૂચમાં હાઈ ફાઇબર ઉપલબ્ધ હોય છે. તેથી તેનું સેવન ક્યારેય પણ સવારમાં ખાલી પેટે ન કરવું જોઈએ. જો તમને તરબૂચ એટલું જ પસંદ હોય તો તમે તેને સવારના નાસ્તામાં ખાઈ શકો છો. હાઈ ફાઇબર હોવાના કારણે તરબૂચનું સેવન સવારમાં ખાલી પેટે કરવામાં આવે તો આ પાચન સંબંધી સમસ્યાનું કારણ બની શકે છે. ખાલી પેટે તરબૂચ ખાવાથી પેટમાં દુખાવો, ડાયરિયા, ઉલટી અને ઝાડા જેવી સમસ્યા થઈ શકે છે. કેટલાક કિસ્સાઓમાં વ્યક્તિની હાલત બગડી શકે છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડી શકે છે.
1) ડાયાબિટીસના દર્દીઓ માટે નુકસાન દાયક:- એક સ્વસ્થ વ્યક્તિ સિવાય ખાલી પેટે તરબૂચનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે પણ નુકસાનદાયક સાબિત થઇ શકે છે. ડાયાબિટીસના દર્દીઓ જો ખાલી પેટે તરબૂચનું સેવન કરે છે તો તેનાથી શરીરમાં ગ્લુકોઝનું લેવલ વધી શકે છે. હાઈ બ્લડ સુગર, શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધવાની સ્થિતિ છે. તેનાથી ડાયાબિટીસના દર્દીઓની સમસ્યા વધી શકે છે. ડાયટીસીયનનું કહેવું છે કે ડાયાબિટીસના દર્દીઓએ ભૂલથી પણ ખાલી પેટે તરબૂચનું સેવન ન કરવું જોઈએ.2) છાતીમાં બળતરા નું કારણ:- તરબૂચમાં પોટેશિયમનું પ્રમાણ વધારે ઉપલબ્ધ હોય છે. ખાલી પેટે તરબૂચ ખાવાથી શરીરમાં પોટેશિયમનું સ્તર બગડી શકે છે, જેના કારણે હૃદયના ધબકારા વધી શકે છે. અનેક રિસર્ચમાં આ વાત સામે આવી ચૂકી છે કે જ્યારે શરીરમાં પોટેશિયમનું સ્તર વધે છે તો છાતીમાં અત્યંત દુખાવો થઈ શકે છે.
પોટેશિયમનું સ્તર વધવાથી ઉલટી કે ઉબકાની સમસ્યા થઈ શકે છે. જ્યારે શરીરમાં પોટેશિયમનું સ્તર વધે છે તો પેટમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો પણ જોઈ શકાય છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી