ફળ આપણા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ગુણકારી છે અને વળી ઉનાળાની ઋતુ આવતા જ આપણને તરબૂચની યાદ તો આવી જ જાય. તરબૂચ લગભગ દરેકનું પ્રિય ફળ છે. તરબૂચમાં 90% પાણી હોય છે, તેથી ઉનાળામાં હાઈડ્રેટ રહેવા માટે આ સૌથી સારું ફળ માનવામાં આવે છે. પાણી સિવાય તરબૂચમાં ઘણા બધા વિટામિન અને મિનરલ્સ હોય છે જે શરીરને હેલ્ધી રાખે છે.
100 ગ્રામ તરબૂચમાં લગભગ 30 કેલેરી, 0.6 ગ્રામ પ્રોટીન, 7.6 ગ્રામ કાર્બ્સ, 0.2 ગ્રામ ફેટ અને 0.4 ગ્રામ ફાઈબર હોય છે. પાણી,ફાઇબર અને કાર્બ્સના કારણે તરબૂચ ખાવાથી તમારું પેટ સરળતાથી ભરાઈ જાય છે. અને તમને ભૂખ ઓછી લાગે છે, આ જ કારણ છે કે, તરબૂચને વેઈટલોસ માટે પણ ખુબ સારો સ્ત્રોત માનવામાં આવે છે. પરંતુ કેટલાક લોકો તરબૂચ ખાતા પહેલા તેને ફ્રિજમાં રાખે છે અને ઠંડું કરીને ખાય છે. હવે પ્રશ્ન એ થાય છે કે, તરબૂચને ઠંડું કરીને ખાવું યોગ્ય છે કે નહિ, માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.
શું તરબૂચને ઠંડુ કરીને ખાવું જોઈએ ? : ઉનાળામાં મોટાભાગે લોકો ફળને ઠંડા કરીને ખાય છે, કારણ કે આ મોસમમાં ઠંડી વસ્તુઓ વધારે સારી લાગે છે. પરંતુ, તરબૂચના વિષયમાં વિશ્વભરમાં થયેલ શોધ પ્રમાણે એ વાત સામે આવી છે કે, તરબૂચને ઠંડું કરીને ખાવાથી તેના પોષક તત્વો ઓછા થઈ જાય છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું કે, તરબૂચને ઠંડું કરીને ખાવાથી તેના લાઈકોપીન અને બીટા કેરોટીન તત્ત્વોમાં કમી આવે છે.
તરબૂચને ઠંડું કરીને ખાવાથી ઘટી જાય છે પોષકતત્ત્વો : ડોક્ટરના કહેવા પ્રમાણે તરબૂચની છાલ અત્યંત જાડી હોય છે, તેથી તરબૂચ જલ્દી ખરાબ નથી થતું. સામાન્ય તાપમાન પર પણ તરબૂચને કાપ્યા વગર 20 થી 21 દિવસ સુધી રાખી શકાય છે તેથી તરબૂચ ફ્રિજમાં રાખવાની જરૂર જ નથી.
જો તમે તેને ફ્રીઝમાં મૂકી પણ રહ્યાં હોવ તો કાપીને રાખવાની જગ્યાએ આખું રાખો અને ખાવાના થોડા સમય પહેલા બહાર કાઢીને તેને તેના તાપમાનને સામાન્ય કરી લો. ફ્રિજમાં કાપીને રાખવામાં આવેલ તરબૂચ થોડા દિવસ બાદ તેના પોષકતત્ત્વો ઘટી જાય છે. તરબૂચને ઠંડુ કર્યા બાદ તેમાં કેરોટેનોઈડ લેવલ 11 % થી 40 %સુધી ઓછું થઈ જાય છે.
ઠંડું તરબૂચ ખાવાના નુકશાન : આમ તો તરબૂચને ઠંડુ કરીને ખાવાથી પોષકતત્ત્વો ઘટી જાય છે. પરંતુ જો તમે વધારે ઠંડુ તરબૂચ ખાઓ છો તો તેનાથી તમારું ગળું ખરાબ થઈ શકે છે. તેના સિવાય જો તમે વધુ સમય પહેલા કાપેલું તરબૂચ ખાઓ છો તો તે ફૂડ પોઈઝનીંગનું પણ કારણ બની શકે છે. કેટલાક લોકો પાસે સવારમાં ટાઈમ ન હોવાથી રાત્રે તડબૂચને કાપીને ફ્રિજમાં રાખી દે છે અને બીજા દિવસે સ્કૂલ કે ઓફિસ લઈ જાય છે. પરંતુ આ આદત સારી નથી. ફ્રિજમાં મુકેલ તરબૂચમાંથી બધા જ ગુણો નષ્ટ થઈ જાય છે, માટે ફ્રિજમાં મુકેલ તરબૂચ ન ખાવું જોઈએ.
તેથી જો તમને તરબૂચ ખાવાનું પસંદ હોય તો તમે તાજુ જ કાપીને ખાઓ. જો તમે એને ફ્રિજમાં રાખ્યું હોય તો ખાવાના થોડા સમય પહેલા ફ્રિજમાંથી બહાર કાઢી લો અને તેનું તાપમાન સામાન્ય થવા પર ખાઈ શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી