મિત્રો ભારતના લગભગ રાજ્યોની અંદર ચોમાસું બેસી ગયું છે અને વરસાદી માહોલ પણ શરુ થઈ ગયો છે. ગરમીથી પરેશાન હતા એવા લોકો માટે વરસાદ ખુબ જ રાહત લઈને આવે છે. પરંતુ તમને જણાવી દઈએ કે વરસાદી મૌસમ બીમારીઓનો ખતરો પણ લાવે છે. વરસાદી સિઝનમાં સ્વસ્થ રહેવા માટે ખાનપાનનું પણ વિશેષ ધ્યાન રાખવું જરૂરી હોય છે. ગરમી અને વરસાદની સિઝનમાં લોકોને દહીં ખાવું ખુબ જ પસંદ હોય છે. ઘણા લોકોને જો ખાવામાં દહીં ન હોય, તો સ્વાદ અધુરો લાગે છે.
મોટાભાગના લોકોને એવું લાગે છે કે દહીં ઠંડું હોય છે અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. આ વાત સાચી છે પરંતુ વરસાદની સિઝનમાં દહીનું સેવન ખુબ જ સાવધાની સાથે કરવું જોઈએ. એવું આપણું આયુર્વેદનું માનવું છે. આપણા આયુર્વેદમાં દહીના ફાયદાની સાથે ઘણા ચોંકાવનારા ઘટસ્ફોટ કરવામાં આવ્યા છે, જેનાથી લગભગ લોકો અજાણ હોય છે. તો આજે આ લેખમાં અમે તમને જણાવશું કે ચોમાસામાં દહીં ખાવું જોઈએ કે નહિ ? અને ખાવું જોઈએ તો કેટલું ખાવું જોઈએ…
આયુર્વેદ અનુસાર દહીંની તાસીર ગરમ હોય છે. ગરમી અને વરસાદના મૌસમમાં તેનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાના બદલે નુકશાનકારક પણ હોય શકે છે. આયુર્વેદમાં દહીંને મોડો પચે એવો ખોરાક માનવામાં આવ્યો છે. વરસાદની સિઝનમાં લોકોના શરીરનું મેટાબોલીઝમ ધીમું પડી જાય છે અને પાચનશક્તિ ઓછી થઈ જાય છે. જેના કારણે પેટમાં ગયા બાદ દહીંને પચવામાં વાર લાગે છે. તેમજ દહીંના સેવનથી અપચાની સમસ્યા થઈ જાય છે. માટે દરેક લોકોએ વરસાદની સિઝનમાં હળવું ભોજન જ ગ્રહણ કરવું જોઈએ, જે આસાનીથી પછી જાય. જે લોકોને અપચાની સમસ્યા હોય તેમણે ચોમાસામાં દહીંથી દુર જ રહેવું જોઈએ.
દહીં ખાવાની સાચી રીત : વરસાદની મૌસમમાં જો તમે દહીંનું સેવન કરવા ઈચ્છો તો ઓછી માત્રામાં અને સાચી રીતે સેવન કરવું જોઈએ. આયુર્વેદ અનુસાર ગરમી અને વરસાદના મૌસમમાં દહીંમાં મીઠું મિક્સ કરીને ખાવું જોઈએ. જો દહીંમાં મીઠું મિક્સ કરવામાં આવે તો દહીંની તાસીર ગરમ નથી રહેતી અને શરીરને નુકશાન નથી થતું.
જો કે રાતના સમયે દહીં ખાવું એ બધી સિઝનમાં નુકશાનકારક જ માનવામાં આવે છે. દહીં બપોરે અથવા સવારે ખાવું જોઈએ. રાતના સમયે દહીં ખાવાથી પેટની અનેકો બીમારીઓ થવાનો ખતરો ઉભો થાય છે. દહીંની પ્રકૃતિ અમ્લીય હોય છે અને સાદું દહીં આપણા લોહીને દુષિત કરી શકે છે. તેનાથી સ્કિનને લગતી સમસ્યાઓ જન્મે છે. દહીંમાં મગની દાળ, મધ, ઘી, ખાંડ અને આમળાને મિક્સ કરીને ખાઈ શકો છો. તેનાથી નુકશાન અટકાવી શરીરને ફાયદા થાય છે.
વરસાદમાં દહીં ખાવાના નુકશાન : આયુર્વેદિક નિષ્ણાંતનું માનવામાં આવે તો વરસાદના મૌસમમાં વધુ દહીં ખાવાથી તાવ-શરદી, સાંધાના દુખાવા અને અપચાની સમસ્યા થઈ શકે છે. લાંબા સમય સુધી દહીં ખાવાથી ગંભીર સમસ્યાઓ પેદા થઈ શકે છે. આયુર્વેદ અનુસાર વરસાદના મૌસમમાં દહીંની સિવાય ફણસ, અરવી, રીંગણ, છોલે, રાજમા અને બધી જ પ્રકારના નોન-વેસ ફૂડથી દુર રહેવું જોઈએ.
વરસાદી સિઝનમાં વધુ મસાલેદાર અને જંક ફૂડ પણ ન ખાવું જોઈએ. જંક ફૂડ દરેક સિઝન પણ સ્વાસ્થ્ય માટે ખતરનાક હોય છે, પરંતુ વરસાદમાં તે સ્વાસ્થ્ય માટે સૌથી વધુ પ્રભાવિત કરે છે. આ મૌસમમાં હંમેશા તાજું જ ભોજન ખાવું વધુ પસંદ કરવું જોઈએ.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી