મિત્રો ડેરી ઉત્પાદકો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.આ ડેરી ઉત્પાદકોમાં દહીં નો ઉપયોગ ભારતીય વાનગીઓ બનાવવામાં કરવામાં આવે છે. સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે અને તેમાં અનેક પ્રકારના પોષક તત્વો જેમ કે કેલ્શિયમ, વિટામીન બી 2, વિટામીન બી12, પોટેશિયમ અને મેગ્નેશિયમ ભરપૂર પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. એક કપ દહીંનું સેવન કરવાથી સ્વાસ્થ્યની સાથે સાથે ત્વચા માટે પણ ફાયદાકારક સાબિત થાય છે. આ દરેક ફાયદાઓની સાથે જ દહીં ખાવાના કેટલાક સાઇડ ઇફેક્ટ પણ હોય છે. આજે આપણે દરરોજ દહીં ખાવાથી થતા સાઈડ ઈફેક્ટ વિશે જાણીશું. તો આવો જાણીએ તમારે દરરોજ દહીં કેમ ન ખાવું જોઈએ.
દરરોજ દહીં ખાવાના નુકસાન:- કહેવાય છે કે જો તમારું પાચનતંત્ર કમજોર હોય તો તમારે દહીંનું સેવન દરરોજ ન કરવું જોઈએ. પાચન તંત્ર યોગ્ય રીતે કામ ન કરવા પર દહીં ખાવાથી કબજિયાતની સમસ્યાનો સામનો કરવો પડે છે. પરંતુ ધ્યાન આપો કે આ સમસ્યાનો સામનો ત્યારે કરવો પડે છે જ્યારે તમે દરરોજ એક કપથી વધારે દહીંનું સેવન કરો છો. જો તમે માત્ર એક કપ જ દહી ખાવ છો તો તેનાથી તમને કોઈ પણ પ્રકારનું નુકસાન નથી થતું.વધુ પ્રમાણમાં દહીં ખાવાના નુકસાન:-
1) પેટ ફુલવું:- દહીમાં લેકટોજ ઉપલબ્ધ હોય છે. આવી સ્થિતિમાં જે લોકોને લેક્ટોઝ ઇંટોલરેન્સ સમસ્યા હોય છે તેમને તેની સમસ્યા થઈ શકે છે. લેક્ટોઝ એ દૂધની ખાંડ છે જે શરીરમાં હાજર લેક્ટેઝ એન્ઝાઇમની મદદથી પચાવવામાં આવે છે. જ્યારે શરીરમાં લેક્ટેઝ એન્ઝાઇમની કમી થાય તો લૈકટોઝ સરળતાથી નથી પચી શકતું અને શરીરમાં સોજો તથા ગેસની સમસ્યા ખૂબ જ વધવા લાગે છે.
2) વધી શકે છે વજન:- દહીમાં ફેટનું પ્રમાણ ખૂબ જ વધારે ઉપલબ્ધ હોય.છે એવામાં તેનું વધારે સેવન કરવાથી તમને વજન પણ વધી શકે છે. જો તમે બહારથી જ દહીં ખરીદી રહ્યા હોય તો તેના લેવલને વાંચો અને ફેટ તથા કેલેરી વાળા દહીંની જગ્યાએ પ્રોટીનવાળું દહીં ખરીદવું જોઈએ.3) ઘુંટણમાં થઈ શકે છે દુખાવો:- ડેરી પ્રોડક્ટ વિશેષ રૂપે દહીંમાં સેન્ચ્યુરેટેડ ફેટ અને એડવાન્સ ગ્લાયકેશન નું પ્રમાણ ખૂબ જ વધારે ઉપલબ્ધ હોય છે. જેથી કરીને હાડકાનું ઘનત્વ ઓછું થવા લાગે છે, ઘૂંટણોમાં દુખાવાની સમસ્યા વધે છે. આવી સ્થિતિમાં આર્થરાઇટના દર્દીઓએ દહીંનું સેવન ઓછામાં ઓછું કરવું જોઈએ. દહીના સેવનથી તેમને દુખાવો વધારે વધી શકે છે.
શું કહે છે આયુર્વેદ : આયુર્વેદમાં જણાવવામાં આવ્યું છે કે શિયાળાની ઋતુમાં તો દહીનું સેવન ન કરવું જોઈએ દહીંની તાસીર ઠંડી હોય છે. એવામાં તેને ખાવાથી તમને ઉધરસ કે કફનો સામનો કરવો પડે છે. આયુર્વેદ પ્રમાણે દહીંથી કફ દોષ વધે છે, તેથી આ અસ્થમા,સાયનસ કંજેસન અને ઉધરસ, શ્વાસ સંબંધિત સમસ્યાઓ વાળા લોકો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.સાથે જ આ સોજા ને પણ ટ્રિગર કરી શકે છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે દહી ખાવાનો સૌથી સારો સમય બપોરનો હોય છે. તેના સિવાય એ પ્રયત્ન કરવો કે દહીંમાં કંઈક મેળવવાની જગ્યાએ તેને પ્લેન જ ખાવ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી