મિત્રો ગર્ભાવસ્થાનો સમય એક સ્ત્રી માટે ખુબ જ મહત્વનો હોય છે. આ સમય દરમિયાન માતાએ એવા વાતાવરણમાં રહેવું જોઈએ જેનાથી ગર્ભમાં રહેલ બાળક પર તેની સકારાત્મક અસર થાય. પરંતુ ઘણી વખત આ સમય દરમિયાન પતિ-પત્ની વચ્ચે ઝગડો થતો હોય છે. તો તેની અસર ગર્ભમાં રહેલ બાળક પર થાય છે ? ચાલો તો આ સવાલનો જવાબ વિસ્તારથી જાણી લઈએ.
પતિ-પત્ની વચ્ચે ઝગડાઓ થતા હોય છે. પરંતુ જયારે તમે ગર્ભવતી છો ત્યારે થતા ઝગડાની અસર બાળક પર થાય છે. આથી જે માતા-પિતા આ સમયે ઝગડો કરે છે તેની અસર બાળક પર જોવા મળે છે. જયારે ડોક્ટર ગર્ભવતી મહિલાને આ સમયે દરેક સ્થિતિમાં ખુશ રહેવાનું કહે છે. જો ગર્ભવતી મહિલા કોઈ તણાવ યુક્ત વાતાવરણમાં રહેશે તો તો તેની હાર્ટ રેટ વધી જાય છે. ગર્ભમાં રહેલ બાળક પર ઓક્સીજનની સપ્લાઈ પર ખરાબ અસર થાય છે. ચાલો તો આ લેખમાં આપણે વિસ્તારથી જાણી લઈએ.
બાળકનો માનસિક વિકાસ : ગર્ભાવસ્થામાં વધુ ગુસ્સો કરવો અથવા મોટેથી બોલવાથી બાળકના સ્વાસ્થ્ય પર તેની અસર થાય છે. તેનાથી ગર્ભમાં રહેલ બાળકનો માનસિક વિકાસ બાધિત થાય છે. તેનાથી બાળકની વિચારવાની શક્તિ પર અસર થાય છે અને તનાવને કારણે બાળક જન્મ પછી એન્ગ્જાઈટનો શિકાર બની શકે છે.
ગર્ભસ્થ બાળકના જીવનું જોખમ : ઝગડા દરમિયાન જો શારીરિક લડાઈ સુધી વાત વધી જાય છે તો ઈજાને કારણે ગર્ભમાં રહેલ બાળકના જીવનું જોખમ વધી જાય છે. આથી તમારે ઝગડો ન કરવો જોઈએ. બ્લીડિંગ થવા પર મિસકેરેજના લક્ષણ માનવામાં આવે છે. પતિ-પત્ની વચ્ચે ઝગડો થાવો સામાન્ય વાત છે, પણ તે તમારા બાળકના સ્વાસ્થ્યને ખરાબ કરી શકે છે. તેનાથી માતા અને બાળકને અસર થાય છે.
બાળકની ઇમ્યુનિટી : જો ગર્ભાવસ્થા દરમિયાન કપલ્સ ઝગડો કરે છે તો તેનાથી બાળકની રોગ પ્રતિકારક શક્તિ ઘટી શકે છે. આથી ભવિષ્યમાં બાળક અનેક બીમારીઓનો શિકાર થઈ શકે છે. માતાનો તણાવ વધવાની અસર બાળક પર પણ દેખાય છે.
ગર્ભસ્થ બાળકનું ઓક્સીજન લેવલ : ગર્ભાવસ્થા દરમિયાન ઝગડો કરવાથી ગર્ભવતી મહિલાની હાર્ટ રેટ વધી શકે છે અને બીપી હાઈ થઈ જાય છે. જે તણાવની સ્થિતિમાં થાય છે. આથી ગર્ભાશયમાં ઓક્સીજન ઓછું થઈ જાય છે. અને બાળકને લોહીની સપ્લાઈ નહિ થાય. આથી તેનો જીવ જોખમમાં આવે છે. ગુસ્સાને કારણે શરીરમાં એન્ડ્રેના;લાઈન અને એપીનેફ્રીન લેવલ વધી જાય છે જેનાથી તણાવ વધી જાય છે.
ગર્ભાવસ્થા દરમિયાન ઝગડાથી કેવી રીતે બચવું ? : ગર્ભાવસ્થા દરમિયાન જ્યાં એક બાજુ શારીરિક બદલાવ આવે છે જયારે બીજી બાજુ માનસિક તણાવથી લડવું એ પણ એક મુશ્કેલ કામ છે. તેમાં શરીરમાં હોર્મોન્સમાં બદલાવ થાય છે. તેનાથી શરીર પર ખરાબ પ્રભાવ પડે છે. કપલ્સે થોડી સરળ ટીપ્સ ફોલો કરીને ઝગડાનું નિવારણ કરી શકે છે.
1 ) આવનાર બાળકની ગતિવિધિને પાર્ટનર સાથે શેર કરો. તેની રાય જાણો અને સાથે મળીને બાળક માટેની પ્લાનિંગ બનાવો.
2 ) એકબીજા માટે સમય કાઢો, જો તમે બંને કામ કરો છો તો પણ એકબીજા માટે થોડો સમય કાઢો.
3 ) સાથે ચાલવા જાવ, મેડીટેશન કરો, યોગ કરો, કસરત કરો, જેથી મન શાંત રહે, ઝગડો ન થાય.
4 ) ડોક્ટર પાસે સાથે જાવ, આથી તમે બંને શારીરિક બદલાવને સમજી શકો છો. આમ ગર્ભાવસ્થા એ કપલ્સ માટે ખુબ જ સારો સમય છે. આથી આ સમય દરમિયાન એકબીજાનું ધ્યાન રાખવું જરૂરી છે. એકબીજાને સમય આપવો એ પણ જરૂરી છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી