વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશ (WHO) ને એવો દાવો કર્યો છે કે વિશ્વભરમાં મોટી સંખ્યામાં લોકોનું મૃત્યુ થવાનું કારણ મીઠું છે. WHO ના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે જરૂર કરતાં વધારે મીઠું અનેક બીમારીઓનું કારણ બને છે. WHO નું લક્ષ્ય 2025 સુધી લોકોના ખાવામાં 30 ટકા મીઠું ઓછું કરવાનું છે પરંતુ એવું થવું સરળ નથી લાગતું.
માત્ર 9 દેશ બ્રાઝિલ ચીલી, ચેક, ગણરાજ્ય, લિથુઆનિયા, મલેશિયા, મેક્સિકો, સાઉદી અરેબિયા, સ્પેન અને ઉરુગ્વે એ જ મીઠું ઓછું ખાવાના કેટલાક વિશેષ પ્રકારના નિયમો બનાવ્યા છે. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે જો સમય રહેતા જરૂરી પગલાં નહીં લેવામાં આવે તો આવનાર સાત વર્ષોમાં લગભગ લાખો લોકો તેનાથી જોડાયેલી બીમારીઓ થી પોતાનો જીવ ગુમાવશે.👉 વધારે મીઠું ખાવાથી આ બીમારીઓનું જોખમ:- મીઠામાં સોડિયમ હોય છે જે શરીર માટે ખૂબ જ જરૂરી છે પરંતુ વધારે પ્રમાણમાં તેનું સેવન હૃદય રોગ, સ્ટ્રોક અને કિડનીના રોગનું જોખમ વધારી શકે છે. વિશ્વભરમાં થયેલા અનેક સંશોધનો સામે આવ્યા છે કે લાંબા સમય સુધી સોડિયમનું વધારે પ્રમાણમાં સેવન કરવાથી સ્થૂળતા, પેટના કેન્સર અને ઓસ્ટિયોપોરોસિસ જેવી બીમારીઓનું જોખમ વધે છે.
👉 મીઠાની જરૂર આપણા શરીરને કેમ પડે છે?:- મીઠામાં સોડિયમ અને પોટેશિયમ બંને હોય છે સોડિયમ વ્યક્તિના શરીરમાં પાણીના યોગ્ય લેવલ ને જાળવી રાખવાથી લઈને ઓક્સિજન અને પોષક તત્વોને દરેક અંગો સુધી પહોંચાડવામાં મદદ કરે છે. આજ કારણે આપણા વેસ્ક્યુલર અને નર્વસ સિસ્ટમ સારી રીતે કામ કરી શકે છે.👉 બે ઘણા કરતા પણ વધારે મીઠું ખાય છે લોકો:- ભારતીઓની વચ્ચે મીઠાનો વપરાશ વધી રહ્યો છે. તેનું કારણ આપણું ખાન પાન છે. આપણે આજ કાલ જેવી રીતે ખાનપાનનું સેવન કરી રહ્યા છે તેમાં વધારે મીઠું હોય છે. કોઈપણ વ્યક્તિએ દિવસમાં પાંચ ગ્રામથી વધારે મીઠું ન ખાવું જોઈએ. પરંતુ આખી દુનિયામાં લોકો દરરોજ 10.8 ગ્રામ મીઠાનું સેવન કરે છે, કે જે એક સમય બાદ શરીરમાં ભયાનક પરિણામ આપવા લાગે છે અને હાર્ટ એટેક, કિડની, સ્ટ્રોક, હાઈ બ્લડ પ્રેશર જેવી બીમારીઓનું કારણ બને છે.
👉 શું કહે છે નિષ્ણાતો:- ભારતીયોના ખાન પાનમાં જરૂર કરતાં વધારે મીઠું કેટલું ખતરનાક બની શકે છે તે વિશે એક્સપર્ટ જણાવે છે કે, “તેમાં કોઈ શક નથી કે મીઠું અનેક બીમારીઓનું કારણ છે, શોર્ટ ટર્મમાં મીઠાનો વધારે ઉપયોગ કરવાથી ધબકારા ઝડપી થવા, તરસ વધારે લાગવી જેવી સમસ્યાઓ થઈ શકે છે. લોંગ ટર્મમાં સોડિયમનો વધારે ઉપયોગ હાઇપર ટેન્શન એટલે કે હાઈ બ્લડ પ્રેશરનું જોખમ વધારે છે, જે આગળ જઈને સ્ટ્રોક અને અન્ય ગંભીર હૃદયના રોગનું કારણ બને છે. હાઇપર ટેન્શન ક્રોનિક કિડની ડીસીઝ નું મેન રિસ્ક ફેક્ટર છે.”એક્સપર્ટ આગળ જણાવે છે કે અહીંયા સમજવા વાળી વાત એ છે કે સોડિયમનું પ્રમાણ ઘરના ખાવાથી નથી વધતું પરંતુ બહારના પેકડ ફૂડ તેના માટે જવાબદાર છે. પેકડ ફૂડ અને ફ્રોજન તથા રેડી ટુ ઇટ ફુડ્સ માં વધારે મીઠું હોય છે. તેથી તેને પ્રમાણસર કરવું જરૂરી છે. જો તમે પેક્ડ ફૂડ ખાવ છો તો તેના લેબલ પર સોડિયમનું પ્રમાણ જરૂર ચેક કરો.”
👉 WHO ના પ્રમુખે શું કહ્યું:- ડબ્લ્યુએચઓના ડાયરેક્ટરે જણાવ્યા અનુસાર, અસ્વસ્થ આહાર વિશ્વભરમાં રોગો અને મૃત્યુનું મુખ્ય કારણ છે. સાથે જ ખાવામાં વધારે સોડિયમ ખાવાના કારણે મૃત્યુના આંકડા વધે છે. રિપોર્ટ જણાવે છે કે મોટાભાગના દેશોમાં હજુ પણ સોડિયમના ઘટાડા માટે કોઈ ખાસ પગલાં નથી ઉઠાવ્યા જેના કારણે આ દેશોના લોકોમાં હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ એટેક, સ્ટ્રોક જેવી અનેક સમસ્યાઓનું જોખમ વધી રહ્યું છે. WHO ના દરેક દેશોને આ મુદ્દા પર સખત નીતિ બનાવવાની અપીલ કરતા કહેવામાં આવ્યું કે જો લોકો ખાવામાં મીઠાનું સેવન સીમિત પ્રમાણમાં કરે છે તો બીમારીઓના કારણે સમય કરતા પહેલા થતા મૃત્યુને નિયંત્રિત કરી શકાય છે.👉 વધી રહ્યો છે સિંધવ મીઠાનો ટ્રેન્ડ, શું તેનાથી ફાયદો થશે:- આજકાલ લોકો વચ્ચે સાધારણ આયોડિન મીઠાં ની જગ્યાએ સિંધવ મીઠાના વપરાશ નો ટ્રેન્ડ વધવા લાગ્યો છે. ભારતમાં પહેલા લોકો માત્ર વ્રતમાં જ સિંધવ મીઠું ખાતા હતા પરંતુ હવે દરરોજના ખાવામાં પણ તેનો ઉપયોગ કરવા લાગ્યા છે.
આ વિશે ડોક્ટરે જણાવ્યું કે રોક સોલ્ટમાં સાધારણ મીઠાની તુલનામાં વધારે મિનરલ હોય છે, કારણ કે તેને બનાવવા માટે કેમિકલ પ્રક્રિયા નો ઉપયોગ નથી થતો. તેમાં મેગ્નેશિયમ, સલ્ફર, કેલ્શિયમ, પોટેશિયમ અને ઝીંક જેવા તત્વો ઉપલબ્ધ હોય છે જે હાડકા, માસ પેશીઓ, પાચન અને બ્લડપ્રેશરથી જોડાયેલી અનેક સમસ્યાઓને દૂર રાખે છે. પરંતુ તેને સાધારણ મીઠા ની જગ્યા આપવી ખૂબ જ મુશ્કેલ છે અને એવું પણ નથી કે તેનાથી સોડિયમ નથી મેળવી શકાતું.
રિસર્ચ પ્રમાણે એક ચમચી રોક સોલ્ટમાં લગભગ 1680 મીલી ગ્રામ સોડિયમ હોય છે. જે સાધારણ મીઠામાં ઉપલબ્ધ થતા સોડિયમના પ્રમાણથી થોડું ઓછું છે. તેથી પ્રયત્ન એ કરવો જોઈએ કે તમારે એકંદરે તમારા ખાવામાં મીઠાનું સેવન મર્યાદિત પ્રમાણમાં કરવું. સિંધવ મીઠું લોંગ ટર્મ સોલ્યુશન નથી. આપણે તેના માટે પરમેનેન્ટ સોલ્યુશન શોધવું પડશે.👉 ભોજનમાં મીઠાને આ રીતે કરો મર્યાદિત:- વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન નું કહેવું છે કે લોકો પોતાના ખાવામાં ઓછા મીઠાં નું સેવન કરે, તેના માટે તેમને જાગૃત કરવા સૌથી જરૂરી છે. વધુ મીઠું ખાવાની આદત બદલવા માટે ઝુંબેશ અને જાગૃતિ કાર્યક્રમો ચલાવવા જોઈએ. જાહેર સંસ્થાઓ જેમ કે હોસ્પિટલો, શાળાઓ, ઓફિસોએ પણ ઉચ્ચ સોડિયમ ખોરાકના વેચાણને મર્યાદિત કરવા માટે નીતિઓ અપનાવવી જોઈએ અને ઓછા સોડિયમ વાળા ખાદ્ય પદાર્થોની ઉપલબ્ધતા વધારવી જોઈએ.
ડબલ્યુએચઓ પ્રમાણે પેકડ ફૂડમાં મીઠું ઓછું કરવાની સાથે કોન્ટીટીના વિશે જણાવવું જોઈએ જેથી ખરીદાર સરળતાથી વાંચી અને સમજી શકે કે તેઓ કેટલું મીઠું ખાઈ રહ્યા છે. સાથે જ આમ કરવાથી લોકો માટે ઓછા સોડિયમ વાળા ફૂડની પસંદગી કરવામાં પણ સરળતા રહેશે અને આ રીતે તેઓ વધારે મીઠાના સેવનથી બચશે.👉 લોકો આ આદતો બદલે:- જો તમે પણ તમારા ડાયટમાં સોડિયમનું પ્રમાણ ઓછું કરવા ઇચ્છતા હોય તો મીઠાનો ઉપયોગ મર્યાદિત પ્રમાણમાં કરો. ભોજન બનાવતી વખતે ઓછા મીઠાનો ઉપયોગ કરવો. ભારતીય ખાન પાનમાં લગભગ મીઠાનું પ્રમાણ પહેલાંથી જ વધારે હોય છે જ્યારે કેટલાક લોકો ને વધારે મીઠું ખાવાની અને ભોજન ની ઉપર મીઠું છાંટવાની પણ આદત હોય છે. જો તમે પણ આમ કરતા હોય તો તમારે આ આદતને તુરંત જ બદલવી જોઈએ.
ખાવામાં ઉપરથી મીઠું નાખીને ખાવું બિલકુલ પણ યોગ્ય નથી. તેના કારણે નર્વસ સિસ્ટમ, હૃદય અને કિડનીથી જોડાયેલી સમસ્યાઓ થાય છે. ખાવાની સાથે રાંધેલું મીઠું ઉપર છાંટેલા મીઠા કરતાં વધારે સારું હોય છે. સલાડમાં મીઠાની જગ્યાએ લીંબુ નીચવીને નાખો જેથી તમને મીઠાની કમીનો અહેસાસ નહીં થાય અને તેનો સ્વાદ પણ વધી જશે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી