જયારે તમને માથાનો સખત દુખાવો હોય ત્યારે આપણે કોઈ પેઈન કિલર ટીકડી લઈને દુખાવાને દુર કરીએ છીએ. પરંતુ જો તમને વારંવાર માથાનો દુખાવો રહેતો હોય તો તેનું કારણ ગેસ અને એસિડીટી પણ હોય શકે છે. આ સમયે તમે થોડા ઘરેલું ઉપાય અપનાવીને આ સમસ્યા દુર કરી શકો છો.
ખાણીપીણીમાં ગડબડી અને ખરાબ જીવનશૈલીના કારણે પેટમાં ગેસ અને એસિડીટીની સમસ્યા થઈ શકે છે. પેટમાં ગેસ સામાન્ય રીતે અપચાને કારણે થાય છે. પેટમાં ગેસ થવાની સમસ્યા હોય કે પછી એસિડીટી તેના કારણે સીધા તમારા માથા પર અસર પડે છે. વાસ્તવમાં આપણું પેટ અને માથુ બંને એકબીજાથી જોડાયેલા હોય છે જેને ગટ-બ્રેન એક્સિસ કહેવામાં આવે છે. તેના કારણે પેટમાં ગેસ થવા પર કે એસિડીટી થવા પર તમને માથાના દુખાવાની સમસ્યા થાય છે.
પેટમાં ગેસ થાય ત્યારે માથાનો દુખાવો ઘણી વખત એટલો ભયંકર થાય છે કે, તેને ઈલાજ વગર સંભાળવો ખુબ મુશ્કેલ થઈ જાય છે. પેટમાં ગેસ થાય ત્યારે માથામાં એક બાજુ અથવા બંને બાજુ ગંભીર દુખાવો થઈ શકે છે. સામાન્ય રીતે લોકો ગેસ થાય ત્યારે અંગ્રેજી દવાઓનું સેવન કોઈ ડોક્ટર કે એક્સપર્ટની સલાહથી કરતાં હોય છે. જે લોકો સામાન્ય રીતે પેટમાં ગેસ થવા પર દવાઓનું સેવન કરતાં હોય તેમને અન્ય ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. પેટમાં ગેસ કે એસિડીટીની સમસ્યા થાય ત્યારે થતાં માથાના દુખાવાની સમસ્યાથી રાહત મેળવવા માટે તમે અમુક ઘરેલું ઉપાયોની મદદ લઈ શકો છો. આવો જાણીએ તેના વિશે.
પેટમાં ગેસના કારણે માથાનો દુખાવો થાય ત્યારે અજમાવો આ ઘરેલું ઉપાય : પેટમાં ગેસના કારણે થતાં માથાના દુખાવાથી રાહત મેળવવા માટે સામાન્ય રીતે લોકો દવાઓની મદદ લેતા હોય છે, જે ઘણી વખત નુકશાનદાયક પણ સાબિત થઈ શકે છે. તેવામાં તમે તેનાથી છૂટાકારો મેળવવા માટે આ ઘરેલુ ઉપાયોની મદદ લઈ શકો છો.
બેકિંગ સોડા અને લીંબુનો ઉપયોગ : પેટમાં ગેસ કે એસિડીટી થાય ત્યારે તમે લીંબુ અને બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો. તેનો ઉપયોગ ગેસથી થતાં માથાના દુખાવામાં રાહત અપાવે છે. તે માટે એક ચમચી લીંબુના રસમાં અડધી ચમચી બેકિંગ સોડા મિક્સ કરો. તેને કપમાં સરખી રીતે મિક્સ કરીને તરત જ પિય લ્યો.
અજમાનો ઉપયોગ : પેટમાં ગેસના કારણે થતાં માથાના દુખાવાથી રાહત મેળવવા માટે અજમાનો ઉપયોગ ખુબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. અજમામાં રહેલ થાઈમોલ નામનું કમ્પાઉન્ડ ગેસની સમસ્યામાં ખુબ ઉપયોગી ગણવામાં આવે છે. તે માટે અડધી ચમચી અજમાને સરખી રીતે વાટીને તેમાં થોડું સંચળ મિક્સ કરો અને તેને પાણીમાં નાખીને પિય લ્યો.
હિંગનું પાણી : હિંગનું પાણી ગેસ અને તેના કારણે થતાં માથાના દુખાવાથી રાહત મેળવવામાં ખુબ જ ઉપયોગી છે. આ માટે અડધી ચમચી હિંગ લઈને તેને નવશેકા પાણીમાં સરખી રીતે મિક્સ કરો. ત્યાર બાદ તેને પિય લ્યો. આમ કરવાથી પેટમાં ગેસની સમસ્યામાં તરત જ રાહત મળે છે.
આદુનો ઉપયોગ : પેટમાં ગેસ અને એસિડીટીની સમસ્યામાં રાહત મેળવવા માટે આદુનો ઉપયોગ પણ કરી શકાય છે. તે માટે આદુને ઉકાળો કે ચા પીવી, પરંતુ ધ્યાન રહે કે તેમાં દૂધ જરા પણ મિક્સ કરવાનું નથી. તે સિવાય આદુના ટુકડાને સરખી રીતે પાણીમાં ઉકાળીને તે નવશેકું પાણી પીવાથી પણ રાહત મળે છે.
જીરાનું સેવન : પેટથી જોડાયેલી ઘણી ગંભીર સમસ્યાઓ માટે જીરાનો ઉપયોગ ખુબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. આ સમસ્યાથી રાહત મેળવવા માટે તમે એક ચમચી જીરાને બે કપ પાણી લઈ તેમાં ઉકાળી લો. ત્યાર બાદ તેને ઠંડુ કરીને પિય લ્યો. આમ કરવાથી તમને તરત જ આરામ મળે છે.
ઉપર જણાવેલ ઘરેલું ઉપાય ગેસ અને એસિડીટીની સમસ્યામાં ખુબ જ ફાયદાકારક હોય છે. સાથે જ તમે તેનો ઉપયોગ ગેસના કારણે થતાં માથાના દુખાવને દૂર કરવા માટે પણ કરી શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી