મિત્રો આજકાલ દરેક લોકોની વાળની સમસ્યા વધતી જાય છે. પણ કોઈને વાળ વધતાં નથી તો કોઈના વાળ બહુ જ ખરે છે. તેના નિરાકરણ માટે લોકો અનેક ઉપાય કરે છે. કોઈ ડોક્ટરની દવા પણ કરે છે છતાં પણ વાળના ખરવામાં કશો જ ફેરફાર થતો નથી. તો આજે અમે તમને વાળની વૃદ્ધી કેવી રીતે થાય છે તેના વિશે જાણીશું.
ઘરેલું ટીપ્સથી વાળની લંબાઈ વધારવી ખુબ જ સરળ છે. સુંદર, જાડા, લાંબા અને મજબૂત વાળ માટે તમારે શું કરવું જોઈએ. વાળની લંબાઈ વધારવા માટે આજે અમે તમારા માટે એક સંપૂર્ણ કુદરતી, સરળ અને અસરકારક ઘરેલું ઉપાય લઈને આવ્યા છીએ. વિશેષ બાબત એ છે કે, આ ઉપાયની અસર તમારા વાળને ફક્ત 2 અઠવાડિયામાં સુંદર મજબૂત બનાવશે, સાથે જ તેમની શક્તિ અને ચમકમાં વધારો કરશે.
વાળના વિકાસ માટે તેલ બનાવવા માટે આ 3 વસ્તુઓ જરૂરી છે : વાળની વૃદ્ધિ માટે તેલ બનાવવા માટે તમારે ખુબ સામાન્ય પરંતુ 3 હર્બલ વસ્તુઓની જરૂર છે. આ બધી વસ્તુઓ સરળતાથી દરેક ઘરમાં મળી જાય છે. એ વસ્તુ છે, ડુંગળી, નારિયેળ તેલ અને એલોવેરા. ફક્ત આ ત્રણ વસ્તુઓથી તમારે વાળની વૃદ્ધિનું તેલ તૈયાર કરવાનું છે. જે તમારા વાળને સંપૂર્ણ પોષણ આપશે અને તેમને વધવામાં મદદ કરશે.
સૌ પ્રથમ ડુંગળીનો રસ કાઢવો : વાળની વૃદ્ધિ માટે તેલ બનાવવા માટે, પહેલાં ડુંગળીની છાલને કાઢી નાખો અને તેને છીણી લો. તેને સૌથી પહેલા એક બાજુથી છીણવું. જો તમે ઈચ્છો છો તો તેને મીક્ષ્યરમાં પીસીને અને છીણીને પણ તેનો રસ કાઢી શકો છો. અથવા જો શક્ય હોય તો, જ્યુસરમાં રસ કાઢવો. તમને જે પણ પદ્ધતિ સરળ લાગે છે, તે તમે અપનાવી તાજી ડુંગળીનો રસ કાઢી શકાય છે.
એલોવેરા : હવે તમે એલોવેરાના પાન લો અને તેના નાના નાના ટુકડા કરી લો. આ ટુકડાઓ ખૂબ મોટા અથવા ખૂબ નાના ન હોવા જોઈએ. તેના બદલે તેને શાકભાજીની જેમ કાપી શકો છો. મધ્યમ કદના કરવા જેથી તે સરળતાથી તેનું સત્વ કાઢી શકાય. તમે જેટલી માત્રામાં તેલ બનાવવા માંગો છો તે પ્રમાણે એલોવેરા લેવું. એટલે કે જેટલું તેલ તમારે સ્ટોર કરીને રાખવું છે. જો કે બને ત્યાં સુધી દર બે અઠવાડિયા પછી નવું તેલ તૈયાર કરવું.
હવે એક વાસણમાં નાળિયેર તેલ લઈ ગરમ થવા દો. નાળિયેર તેલનું પ્રમાણ એટલું હોવું જોઈએ કે એલોવેરા તેમાં ડૂબી જાય અને તે સારી રીતે ચડી જાય. હવે એલોવેરાને 5 મિનિટ માટે તેલમાં ચડવા દો, જ્યારે તે સંપૂર્ણ ચડી જાય, ત્યારે ગેસ બંધ કરો અને તેલને ઠંડુ થવા દો.
હવે ઠંડુ તેલ ગાળી લો અને પછી તેને સ્પ્રેની બોટલમાં ભરી લો. તમને આરામથી બજારમાં સ્પ્રેની બોટલ મળી જશે. હવે તેમાં તૈયાર કરેલ ડુંગળીનો રસ મિક્સ કરો. બંનેને સારી રીતે હલાવી અને મિશ્રણ તૈયાર કરો. આમ ખૂબ જ સરળ અને સંપૂર્ણપણે કાર્બનિક વાળ વૃદ્ધિ તેલ તૈયાર છે.
હવે તમે આ તેલને અઠવાડિયામાં બે વાર તમારા વાળ પર લગાવો. શેમ્પૂ કરતા ઓછામાં ઓછી 30 થી 40 મિનિટ પહેલાં આ તેલથી તમારા વાળના મૂળથી નીચે સુધી સારી રીતે માલિશ કરો. આ પછી તમારી પસંદના કોઈ પણ હળવા શેમ્પૂથી વાળ ધોઈ લો.
વાળને આ રીતે સૂકવો : ધ્યાનમાં રાખો કે આ પદ્ધતિ અપનાવ્યા પછી વાળને કુદરતી રીતે સુકાવા દો. હેર ડ્રાયરનો ઉપયોગ કરવાનું ટાળો. કારણ કે તેનાથી વાળને નુકસાન થાય છે અને વાળમાંથી મળતું તેલ ડ્રાયરની ગરમીને કારણે તેની અસર બતાવી શકશે નહીં. તો વાળને કુદરતી રીતે સુકાવા દો.
ગરમીની સિઝનમાં તમે આ પદ્ધતિનો ઉપયોગ અઠવાડિયામાં ત્રણ વખત કરી શકો છો. કારણ કે ઉનાળાની ઋતુમાં આપણે શિયાળા કરતા વાળ વધારે ધોઈએ છીએ. તેથી, તમે સારા પરિણામ માટે અઠવાડિયામાં ત્રણ વખત આ તેલનો ઉપયોગ પણ કરી શકો છો. જો સમયની અછત હોય તો તેનો ઉપયોગ અઠવાડિયામાં બે વાર કરો, તો જ તમને ઇચ્છિત પરિણામો મળશે અને વાળની લંબાઈ દેખાશે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
અવાજ સરસ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે
ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી.