(આ આર્ટિકલ વાસ્તુશાસ્ત્રની દર્ષ્ટિ એ લખ્યો છે, અમે કોઈ ફેક ન્યુઝ કે અંધ વિશ્વાસને પ્રાધાન્ય નથી આપતા, તેથી આપણા પ્રાચીન વાસ્તુશાસ્ત્રમાં જે લોકો માનતા હોય એવા લોકો જ આ આર્ટિકલ વાંચે એવી વિનંતી.)
જેમ કે તમે જાણો છો તેમ હાલ પિતૃમાસ એવો ભાદરવો મહિનો ચાલી રહ્યો છે. આ સમયે મોટાભાગના ઘરોમાં પિતૃની તૃપ્તિ માટે શ્રાદ્ધ કરવામાં આવે છે. ત્યારે આજે અમે તમને આ લેખમાં પીળી સરસવને લઈને કેટલાક ટોટકા વિશે વાત કરીશું. તેમજ પીળી સરસવના ઉપયોગથી તમે તમારા પર પડેલ ખરાબ પડછાયાને પણ દુર કરી શકો છો. ચાલો તો આ વિશે વિગતથી વાત કરીએ.
જો તમારા બનતા કામ બગડી રહ્યા હોય અથવા ઘરના સદસ્યોની તબિયત સામાન્ય રીતે ખરાબ રહેતી હોય તો, તે ખરાબ સાયો કે પિતૃદોષ પણ હોય શકે છે. એવામાં પીળી સરસોના ઉપાય અને ટોટકા કરવવામાં આવે છે. અહીં જાણો તેના વિશે.
આમ તો, ભોજનના સ્વાદને વધારવા અને સ્વાસ્થ્યને તંદુરસ્ત જાળવી રાખવા માટે પીળી સરસોને આપણે ઓળખીએ છીએ. પરંતુ શું તમને ખબર છે કે, પીળી સરસોના નાના દાણા જીવનમાં મોટા ફેરફાર પણ લાવી શકે છે. જણાવી દઈએ કે સરસોના આ દાણા, ખાવા સિવાય આપણને ખરાબ નજરથી પણ બચાવે છે. હા, તમે સાચું વિચારી રહ્યા છો. તે ઘરમાં ફેલાઈ રહેલી નેગેટિવિટીને ચપટીમાં જ દૂર કરે છે. આવો આજે અમે તમને જણાવીએ સરસોથી જોડાયેલ વસ્તુઓના ઉપાય વિશે. પીળી સરસોના ઉપાય વાસ્તુશાસ્ત્રમાં:- વાસ્તુમાં પીળી સરસોના ખૂબ ઉપાયો જણાવવામાં આવ્યા છે. માનવામાં આવે છે કે, ઘરમાં આવેલી સમસ્યાઓને સરસોના ટોટકાથી ઝટપટ દૂર ભગાવી શકાય છે. ઘરનું વાતાવરણ, ક્લેશ, આર્થિક સંકટ, વ્યવસાયમાં પછડાટ વગેરે વસ્તુઓથી છુટકારો અપાવવામાં સરસો એક સારો અને અસરકારક ઉપાય જણાવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, તંત્ર શાસ્ત્રમાં પણ સરસોનું ખૂબ જ મહત્વ છે. આ નાના અમથા સરસોના દાણા ઘરને નેગેટિવ પાવરથી દૂર ભગાડે છે.
પીળી સરસોના ટોટકા કઇંક આ પ્રકારે છે:-
1) જો તમને લાગી રહ્યું હોય કે તમારા ઘરમાં ભૂત-પ્રેત જેવી કોઈ શક્તિ કે સાયો છે તો એવામાં કપૂર સાથે સરસોને સળગાવવું. આખા ઘરમાં તેને લઈને ફરવું. આમ કરવાથી ઘરની નેગેટિવ એનર્જી દૂર થાય છે. સાથે જ ઘરમાં સુખ શાંતિ બની રહે છે.
2) જો તમે કોઈ નવા ઘરમાં શિફ્ટ થવા જઇ રહ્યા છો તો, પ્રવેશ પહેલા ઘરના બધા ખૂણામાં પીળી સરસો રાખવી. આમ કરવાથી ઘરમાં સકારાત્મકતાનો પ્રવાહ થાય છે. આવનાર જીવનમાં સમસ્યાઓ ઓછી થાય છે.
3) રવિવારના દિવસે કાચની એક વાટકીમાં પીળી સરસો ભરીને ઘરના ઇશાન ખૂણામાં રાખવી. તેનાથી ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ વગેરે જળવાઈ રહે છે. 4) ઘરમાં ખૂબ જ ઝઘડા થઈ રહ્યા હોય કે તમને લાગી રહ્યું હોય કે કોઈ ખરાબ સાયાની અસર છે તો એવામાં પીળી સરસોને ઘરમાં સળગાવવી.
5) ઘરની રક્ષા માટે સરસોની એક પોટલી બનાવીને તેને પૂજાના સ્થળે રાખવી. માન્યતા છે કે ભગવાન સમક્ષ તેને રાખવાથી ઘરમાં ખુશીઓ આવે છે.
6) તે સિવાય પીળા કપડામાં સરસોને બાંધીને ઘરના મેઇન ગેટ પર વ્યવસ્થિત કરવાથી ઘરમાં ચાલી રહેલા પિતૃ-દોષથી છુટકારો મળે છે. સાથે જ ખરાબ નજરથી પણ બચાવે છે.7) ફેક્ટરી કે કાર્યના સ્થળે સરસોને સળગાવવાથી બાધિત કાર્યો આપમેળે સરખા થાય છે. ઠપ પડેલી ફેક્ટરી ફરીથી ચાલવા લાગે છે. ઘરના પૂર્વ કે ઉત્તર દિશામાં પીળી સરસો જરૂરથી રાખવી જોઈએ. તે પરિવારમાં સુરક્ષા કવચની જેમ કાર્ય કરે છે.
8) ચાંદીની એક ડબ્બીમાં ઘરના પૂજન સ્થળે જરૂરથી રાખવી. આમ કરવાથી સકારાત્મકતાનો સંચાર થાય છે.
9) વાસ્તવમાં, આ બધા વાસ્તુશાસ્ત્ર દ્વારા જણાવાયેલા પીળી સરસોના ઉપાય છે. જેને અજમાવવાથી ઘરમાં શાંતિ જળવાઈ રહે છે. સાથે જ તે નેગેટિવ પાવરના પ્રવેશને પણ અટકાવે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી