ઘણા લોકોને એવી ફરિયાદ રહેતી હોય છે કે તેનું પેટ વારંવાર ખરાબ થઈ જાય છે. દસ્ત, ડાયેરિયા, કબજિયાત, એસીડીટી, પેટનો દુખાવો જેવી વારંવાર થતી સમસ્યાઓના કારણે ખાવું પીવું પણ મુશ્કેલ થઈ જાય છે. જેનું કારણ ઘણા અંશે ખોટું ખાનપાન અને ખરાબ દિનચર્યા હોય છે. જેના કારણે ડીહાઈડ્રેશન, અલ્સર, આંતરડામાં સોજો, જેવી ગંભીર પરેશાનીઓનો સામનો કરવો પડે છે. તેવામાં સ્વસ્થ રહેવા માટે પેટનું તંદુરસ્ત રહેવું ખુબ જરૂરી છે.
સૌથી પહેલા જાણી લો પેટ ખરાબ થવાના કારણો, વારંવાર પેટ ખરાબ થવાના ઘણા કારણો હોય શકે છે. અનહાઈજીનીક ખાનપાન અથવા પાણી, બેકટેરિયાથી દુષિત થયેલ ભોજન અથવા પાણીનું સેવન કરવાથી, વાયરલ ઇન્ફેકશન, જેમ કે હેપેટાઈટીસ, નોરોવાયરસ, અથવા રોટાવાયરસ, ઇરીટેબલ બાઉલ સિન્ડ્રોમ, કોઈ વસ્તુઓથી એલર્જી, ફૂડ પોઈજનીંગ, લીવરમાં ખરાબી આવવી, જો તમારું પેટ વારંવાર ખરાબ રહે છે તો દવાઓ નહિ પણ આ ઉપાયો અજમાવી શકો છો.નાળીયેર પાણી : નાળીયેર પાણીથી શરીરમાં ફ્લુઈડસ બેલન્સ યોગ્ય રહે છે. અને તેનાથી બ્લડ સર્ક્યુલેશન પણ વધે છે. સાથે જ તેમાં એન્જાઈમ્સ પણ હોય છે. જે પેટને તંદુરસ્ત રાખે છે.
જીરાનું પાણી : સવારે ખાલી પેટ કપ જીરાનું પાણી પીવાથી આરામ મળે છે. તેની એન્ટીસેપ્ટિક પ્રોપર્ટીજ આંતરડાને નુકસાન કરતા બેકટેરીયાને ખત્મ કરે છે. આ સિવાય અજમો પણ પેટની સમસ્યા માટે ખુબ અસરકારક છે.
દહીનું સેવન કરો : દરરોજ બે વખત વાટકો દહીંમાં કાળા મરી અને ચપટી મીઠું નાખીને ખાવાથી પાચનતંત્ર સારું રહે છે અને પેટની તકલીફ નથી થતી. દહીંમાં પ્રોબાયોટીક્સ એટલે કે ગુડ બેકટેરિયા હોય છે. જે ઇન્ફેકશનથી લડવામાં મદદ કરે છે. સફરજનનું વિનેગર : એક ગ્લાસ પાણીમાં 1 ચમચી વિનેગર નાખીને પીવાથી પેટની સમસ્યા નથી થતી. આ સિવાય તેના અમ્લીય ગુણ આંતરડાને પણ સુરક્ષિત રાખે છે.
આદુ : ખરાબ પેટ માટે આદુ પણ ખુબ જ અસરકારક છે. આ માટે 1 ગ્લાસ દુધમાં એક ચમચી આદુનો પાવડર મિક્સ કરીને સૂતા પહેલા સેવન કરો.
બટેટા : તેમાં પોટેશિયમ સિવાય પેક્ટીન નામનું ઘુલનશીલ ફાઈબર હોય છે. જે આંતરડાને ડીટોક્સ કરે છે. સાથે તેનાથી પેટની તકલીફ નથી થતી. બાફેલા બટેટામાં ચપટી મીઠું અને કાળા મરીનો પાવડર નાખીને સેવન કરો.ફુદીનો : ફુદીનો એક એવું આયુર્વેદિક હર્બ છે, જેનો ઉપયોગ શિયાળામાં વધુ થાય છે. પાચનક્રિયાને સુધારવા માટે તમે ફુદીનાની ચા, ઉકાળો, અને ચટણી પણ ખાઈ શકો છો.
બીલીનું શરબત : બીલી અથવા તો શ્રીફળનું શરબત પણ પેટને બાંધવાનું કામ કરે છે. તેમાં રહેલ ફાઈબર ભોજન પચાવવામાં મદદ કરે છે.
તજ : એક કપ પાણીમાં ½ ટી સ્પુન તજનો પાવડર ઉકાળીને દિવસમાં બે વખત તેનું સેવન કરો. તેનાથી પેટની સમસ્યાઓ દુર થઈ જશે.એલોવેરા જ્યુસ : ભોજન કરતા 30 મિનીટ પહેલા 5-20 ml એલોવેરા જ્યુસનું સેવન કરો. આ પેટની બીમારી અથવા તો ખરાબીને ઠીક કરવા માટે ખુબ જ અસરકારક છે.
આમ તમે વિવિધ દેશી ઉપાયો અજમાવીને વારંવાર થતા પેટ ખરાબ થવાની સમસ્યાથી રાહત મેળવી શકો છો. પેટની બીમારી અન્ય બીમારીઓને પણ જન્મ આપે છે, આથી પેટનું તંદુરસ્ત રહેવું ખુબ જ જરૂરી છે. જો પેટ સારું હશે તો બીમારીઓ તમારાથી કોશો દૂર રહેશે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી