કબજિયાત એક એવી બીમારી છે જે અનેક બીમારીઓને જન્મ આપે છે. ઘણા લોકોને ફરિયાદ રહે છે કે, પેટ સાફ નથી આવતું. ઘણા લોકો તો એવા છે જેને સિગારેટ કે ચા પીધા વિના પેટ સાફ નથી આવતું. પણ તમને જણાવી દઈએ આ એક માનસિક ટેવ છે. તેનું પેટ સાથે કોઈ સંબંધ નથી. આથી આના કરતા સારું છે કે તમે તેનાથી મુક્તિ મેળવવા માટેના ઉપાયો વિશે વિચારો.
કબજિયાતને કારણે આખો દિવસ પેટ ભારે ભારે લાગે છે. અને કઈ પણ ખાધા વિના પેટ ભરેલું રહે છે. જ્યારે ઘણા લોકોને એ ખબર પણ નથી હોતી કે તેઓ કબજિયાતથી પીડિત છે. મોટા ભાગના લોકો આ સમસ્યાથી પરેશાન છે.
ભારતમાં લગભગ 22% લોકો કબજિયાતથી પરેશાન રહે છે. પણ ડાયજેશનને લઈને જાગૃત થવું ખુબ જરૂરી છે. કારણ કે કબજિયાત અનેક બીમારીઓને જન્મ આપે છે. આથી જરૂરી છે કે તેને ખત્મ કરવામાં આવે. આં સિવાય પાચન યોગ્ય થવાથી કબજિયાત, હાર્નિયા અને કોલાઈટીસથી છુટકારો મેળવી શકાય છે.
કબજિયાતના લક્ષણ : પેટમાં દુખાવો, પેટ ફુલાવવું, માથાનો દુખાવો, ચક્કર આવવા, ભૂખ ઓછી લાગવી, ધડકન તેજ થવી.
કબજિયાતથી રાહત આપે છે આ ઘરેલું ઉપાયો : વરીયાળી, જીરું, કોથમીર, મેથી અને અજમાનું આ રીતે સેવન કરો. આ બધી જ વસ્તુઓને 1-1 ચમચી લઈને રાત્રે એક ગ્લાસ પાણીમાં પલાળી દો. સવારે તેને ગાળીને ખાલી પેટ સેવન કરો. આ સાથે જ વધેલા મેથીના દાણા, અજમો વગેરેને ત્રણ દિવસ ઉપયોગ કરો. ત્યાર પછી ફેંકી દો. જાણો કેવી રીતે કામ કરે છે આ પાણી.
1) વરીયાળી : વરિયાળીમાં ભરપુર પ્રમાણમાં ફાઈબર હોય છે જે પાચનને ઠીક કરવામાં મદદ કરે છે.
2) કોથમીર : કોથમીરમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, આયરન અને વિટામીન સી ની સાથે અન્ય પોષક તત્વો રહેલા છે. જેના કારણે પાચન મજબુત થવાની સાથે પેટ સંબંધી સમસ્યાઓથી પણ છુટકારો મળે છે.
3) જીરું : જીરામાં કેલ્શિયમ, કોપર, પોટેશિયમ, ફોસ્ફરસ ની સાથે વિટામીન સી, વિટામીન કે, વિટામીન ઈ, વિટામીન બી1, બી2, બી3, પણ હોય છે. આ સાથે જ તેમાં ક્યુંમીનેલ્ડીહાઈડ નામનું તત્વ મળે છે. જે તમારું પાચન તંત્ર ઠીક કરવાની સાથે વજન ઓછુ કરવામાં પણ મદદ કરે છે.
4) અજમો : અજમામાં ફાઈટોકેમિકલ જેવા કે કાર્બોહાઈડ્રેટસ, ગ્લાઈકોસાઈડસ, સેપોનીન્સ, ફીનોલીક યૌગિકની સાથે કેલ્શિયમ, ફોસ્ફરસ, આયરન અને નીકોટીનીક, એસીડ મળે છે. જે પેટ સંબંધી સમસ્યાથી છુટકારો આપવાની સાથે કમર દર્દ, માસિકનો દુખાવાથી રાહત આપવામાં મદદ કરે છે.
5) મેથી : મેથીમાં કોપર, પોટેશિયમ, કેલ્શિયમ, લોહ, સેલેનીયમ, વિટામીન બી6, વિટામીન એ અને વિટામીન સી વગેરે પોષક તત્વો રહેલા છે. જે તમારા શરીરને તંદુરસ્ત રાખે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી