મિત્રો જયારે આપણા શરીરનું કોઈ અંગ જકડાઈ જાય છે ત્યારે સખત દુખાવો થાય છે. તેમજ આપણી શારીરિક ગતિવિધિમાં પણ અડચણ આવે છે. આથી આપણે દવાનું સેવન કરીને તે દુખાવો દુર કરવાની કોશિશ કરીએ છીએ. જો તમને ગરદન જકડાઈ જવાની તકલીફ હોય અથવા તો ક્યારેક થાય ત્યારે તમે કેટલેક ઘરેલું ઉપાયો અજમાવીને તે દુખાવાથી રાહત મેળવી શકો છો. આ ઉપાયો ખુબ જ સરળ છે તેમજ તેનાથી તમે માત્ર 5 મિનીટ માં જ દુખાવાને ગાયબ કરી શકો છો.
ગરદનમાં દુખાવો થવો એક સામાન્ય સમસ્યા છે જેનાથી ઘણા લોકો પરેશાન રહેતા હોય છે. ખોટા પોશ્ચરમાં બેસવું અથવા કોમ્પ્યુટરના ઉપયોગથી ગરદનની માંસપેશીઓમાં ખેંચાણ થાય છે. જોકે, ઓસ્ટીયોઆર્થરાઈટિસ પણ ગરદનમાં દુખાવાનું એક સામાન્ય કારણ છે. આમ તો ગરદનનો દુખાવો આપમેળે જ મટી જાય છે. પરંતુ ઘણા લોકોને લાંબા સમય સુધી આ દુખાવો થાય છે અને સામાન્ય કામકાજને અસર કરી શકે છે.ગરદનમાં દુખાવો આમ તો સામાન્ય સમસ્યા છે પરંતુ જો તમને કોઈ બીજા કારણસર એવું થઈ રહ્યું હોય તો, તમારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ. એક્સપર્ટ્સ ગરદનના દુખાવાથી બચવા માટે કે આરામ મેળવવા માટે સારા પોશ્ચર, કામ દરમિયાન બ્રેક લેવો, ડેસ્ક, ચેર, કમ્પ્યુટર વગેરેને સરખી રીતે રાખવું અને ભારે સામાન ન ઊચકવાની સલાહ આપે છે. તે સિવાય અમુક રીત છે જેના દ્વારા તમે સરળતાથી આરામ મેળવી શકો છો.
1) ટેનિસના બોલથી મસાજ:- ટેનિસ બોલ લો અને તમારી ગરદન પર અલગ અલગ રીતે મસાજ શરૂ કરો. અસરકારક જગ્યાએ લગભગ 20-30 સેકેંડ માટે દબાણ આપો, પછી છોડી દો અને માલિશ કરવાનું શરૂ રાખો. ટેનિસ બોલ માંસપેશીઓને આરામ પહોંચાડે છે.2) ધનુષમુદ્રા:- તે માટે તમારા પેટના બળે જમીન પર સૂઈ જાવ. તમારા ગોઠણને વાળો જેથી તમારા પગની ઇડીઆઇ નિતંબ સુધી પહોંચે. પોતાના ધડને ખેંચીને એક જ સમયે પગ અને માથું ફર્શથી ઊંચું કરો. 10 સેકેંડ આ મુદ્રામાં રહેવું. આ ધનુષમુદ્રા તમારી માંસપેશીઓના દુખાવામાં રાહત અપાવવાનું કામ કરે છે.
3) મુદ્રા:- યોગ જર્નલની રિપોર્ટ મુજબ, આ મુદ્રા ગરદનના દુખાવા માટે અસરકારક છે. ફર્શ પર ઘૂંટણ વાળો, તમારા ઘૂંટણને નિતંબથી અલગ રાખો અને જાંઘને જમીન પર રાખો હથેળી દ્વારા પગની ઇડીઆઇ પકડીને પોતાને આગળની તરફ ખેંચો અને ઉપરી ધડને પાછળની તરફ વાળવું. એલજીબીએચજી 30-60 સેકેંડ માટે આ મુદ્રામાં રહેવું. આમ કરવાથી માંસપેશીઓની જકડન દૂર થાય છે.4) ચીન ટક એકસરસાઈઝ:- સીધા બેસો અને પોતાની આંખોને ક્ષિતિજ પર રાખતા, ધીમે ધીમે પોતાની દાઢી ગળા તરફ ત્યાં સુધી ધકેલો જ્યાં સુધી તમે તમારા માથાના આધાર પર ખેંચાણ અનુભવો. 5 સેકેંડ માટે એ જ સ્થિતિમાં રહો. આવું 10 વખત કરવું.
5) કોર્નર સ્ટ્રેચ:- તમારા રૂમના એક ખૂણામાં જાઓ. દીવાલથી લગભગ 2 ફૂટ દૂર તમારા પગને એક સાથે રાખીને ઊભા રહી જાઓ. બંને ફોરઆર્મ્સને સામેની દીવાલ પર રાખો. પોતાની કોણીને ખભાની ઊંચાઈથી થોડી નીચે રાખવી. ખૂણા બાજુ ત્યાં સુધી વળવું જ્યાં સુધી કોણી અને ખભામાં ખેંચાણ ન અનુભવાય. 30-60 સેકેંડ માટે આ મુદ્રામાં જ રહો, પછી પહેલી પોઝિશનમાં આવી જાઓ.6) નેક સ્ટ્રેચ:- ગરદન સામે ખેંચાણ કરવા માટે, ધીરે ધીરે પોતાની દાઢીને પોતાની છાતીથી નીચે વાળો અને 15 સેકેંડ માટે આ સ્થિતિમાં જ રહો. પછી પોતાનું માથું ફરીથી નોર્મલ સ્થિતિમાં લાવો. ત્યાર બાદ તમારું માથું પાછળની બાજુ વાળો અને 15 સેકેંડ સુધી તે જ મુદ્રામાં રહો. બંને સ્થિતિને 10 વખત કરવી. આમ તમે આ ઉપાયો દ્વારા તમારા ગરદનના દુખાવાને ઝડપથી દુર કરી શકો છો. તેમજ તેમાં તમારે ખાસ મહેનત કરવાની પણ જરૂર નથી.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી