મિત્રો ભારતીય ભોજન નો સ્વાદ મરચા વગર અધુરો માનવામાં આવે છે. પછી તે લીલું મરચું હોય કે લાલ. સ્વાદને વધારવા માટે લોકો બંને પ્રકારના મરચા નો ઉપયોગ કરે છે. જોકે સ્વાસ્થ્ય ની દ્રષ્ટિએ જોવામાં આવે તો અનેક લોકો એવું માને છે કે લીલા મરચાની તુલનામાં લાલ મરચું સ્વાસ્થ્ય માટે નુકસાનદાયક હોય છે. તો મિત્રો આજના આ લેખમાં આપણે જાણીશું કે આખરે સ્વાસ્થ્ય માટે લાલ મરચું સારું હોય છે કે લીલું મરચું.
1) ભારતીય, ચાઈનીઝ અને મેક્સિકન ભોજનમાં મરચાનો ઉપયોગ ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. આ એક મહત્વપૂર્ણ મસાલો માનવામાં આવે છે, જે સ્વાદમાં તીખાશ આપવાનું કામ કરે છે. કેટલાક લોકો મરચાના સ્વાદને વધારે પસંદ કરે છે તો કેટલાક લોકો મરચાના ફેન હોય છે. હેલ્થ લાઈન પ્રમાણે આ બંને મરચા કેપ્સીકમ અને ટામેટાના પ્લાન્ટ ની ફેમિલી માંથી આવે છે. જેનો ફ્લેવર હોટ હોય છે.2) લાલ મરચાની વાત કરવામાં આવે તો એક ચમચી લાલ મરચામાં કેલરી 6, પાણી 88%, પ્રોટીન 0.3 ગ્રામ, ફાઇબર 0.2 ગ્રામ અને ફેટ 0.1 ગ્રામ ઉપલબ્ધ હોય છે. તેના સિવાય આમાં વિટામિન સી, વિટામીન b6, વિટામીન k1, પોટેશિયમ, કોપર અને વિટામીન એ પણ ઉપલબ્ધ હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે જરૂરી તત્વ છે.
3) તેમજ લીલા મરચામાં ન્યુટ્રીશનલ વેલ્યુ ની વાત કરવામાં આવે તો એક કપ મરચામાં 29 કેલેરી, 52.76 ટકા વિટામીન સી, 36.80% સોડિયમ, 23.13% આયર્ન, 18.29% વિટામીન b9, 12.85% વિટામીન b6 ઉપલબ્ધ હોય છે. તેના સિવાય તેમાં વિટામીન એ, બી,સી, ઈ,પી, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ફાયબર પણ ઉપલબ્ધ હોય છે.4) જો લાલ મરચાના પાવડર ની તુલના લીલા મરચા થી કરવામાં આવે તો લીલા મરચાં સ્વાસ્થ્ય માટે વધુ સારા છે. લીલા મરચામાં ઉચ્ચ પ્રમાણમાં પાણી ઉપલબ્ધ હોય છે અને તેમાં કેલેરી પણ ના બરાબર હોય છે. લીલા મરચામાં બીટા કેરોટીન એન્ટિઓક્સિડેન્ટ અને એન્ડોર્ફિન પણ સારા પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે.
જ્યારે લાલ મરચાનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી આંતરિક સોજો આવી શકે છે. તેનાથી પેક્ટિક અલ્સર થવાની સંભાવના રહે છે. એટલું જ નહીં જો તમે બજારમાંથી લાલ મરચુ પાવડર ખરીદો છો તો તેમાં હાનીકારક રંગો અને સિન્થેટિક રંગોનો પણ ઉપયોગ કરવામાં આવે છે જે સ્વાસ્થ્ય ને નુકસાન પહોંચાડે છે.5) લીલા મરચા ના ફાયદા ની વાત કરીએ તો આ બ્લડ સુગરના સ્તરને મેનેજ કરે છે અને ઇન્સ્યુલિનના સ્તરને પણ નિયંત્રિત કરીને હાય સુગરને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે. તેના સિવાય આ પાચનને વધારે છે, ત્વચાને સ્વસ્થ રાખે છે, બીટા કેરોટીનના કારણે હૃદયને સારું રાખે છે અને ઇમ્યુનિટીને પણ વધારે છે. આ મેટાબોલીઝ્મ ને તેજ કરીને વજનને ઘટાડવામાં પણ મદદ કરે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી