આજના સમયમાં કોઈને પણ ગમે ત્યારે હાર્ટએટેક આવી શકે છે. ત્યારે તમારે ખુબ જ સજાગ થવાની જરૂર છે. આથી જ આજે અમે તમને આ લેખમાં હાર્ટએટેક વિશે માહિતી આપીશું. જમ્મુ-કાશ્મીરમાં એક કલાકારનું સ્ટેજ પર્ફોર્મન્સ દરમિયાન હાર્ટ એટેકથી મૃત્યુ થયું. આ ઘટના બિશ્નાહ વિસ્તારમાં જાગરણ દરમિયાન થઈ. કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર શિવ અને પાર્વતીના નાટકનું મંચન ચાલી રહ્યું હતું અને પાર્વતીની વેશભૂષામાં એક 20 વર્ષનો યુવક ડાન્સ કરી રહ્યો હતો.
ભક્તિમય વાતાવરણ હતું લોકો તાળીઓ પાડી રહ્યા હતા. પરંતુ અચાનક ડાન્સ કરતા કરતા તે યુવક સ્ટેજ પર પડી ગયો અને બેભાન થઈ ગયો. લોકોને લાગ્યું કે તે તેના પર્ફોર્મન્સનો એક ભાગ છે. ઘણી વાર પછી પણ તે ન જાગ્યો ત્યારે શિવનો રોલ કરી રહેલ વ્યક્તિ તેની પાસે ગયો અને તેને જગાડવાનો પ્રયત્ન કરવા લાગ્યો. પરંતુ ત્યાં સુધી તેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. લોકો યુવકને હોસ્પિટલ લઈને ગયા પરંતુ ડોક્ટરે તેને મૃત જાહેર કરી દીધો.જણાવી દઈએ કે હાલમાં જ ઉત્તરપ્રદેશમાં ગણેશ ચતુર્થી દરમિયાન પણ એક કલાકારનું હાર્ટએટેકથી મૃત્યુ થયું હતું. આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ઘણો વાઈરલ થયો હતો. પાછલા થોડા સમયમાં આવા ઘણા કેસ સામે આવ્યા છે જ્યાં અચાનક વ્યક્તિને હાર્ટએટેક આવ્યો અને તેનું મૃત્યુ થયું હોય. ચોંકાવનારી વાત એ છે કે, આવી ઘટનાઓ 20 થી 30 વર્ષની ઉંમરના યુવાનો વચ્ચે જોવા મળી છે.
શા કારણે વધી રહ્યા છે હાર્ટએટેકના કેસ:- હૃદય આપણા શરીરના સૌથી મહત્વપૂર્ણ ભાગમાંથી એક છે. તેનું કામ આખા શરીરમાં ઓક્સિજન અને લોહીનું સપ્લાઈ કરવાનું છે. તે એક પ્રકારે બાકીના અંગોને જીવિત રાખવાનું કામ કરે છે. પાછલા અમુક વર્ષોમાં હૃદયના રોગો અને હાર્ટએટેકના કેસ ઝડપથી વધી રહ્યા છે. સામાન્ય રીતે 40 થી વધુ ઉંમરના એવા લોકો જેમને હાર્ટ, ડાયાબિટીસ, હાઇપરટેન્શન જેવી બીમારીઓ છે, તેમાં હાર્ટ ડિસીઝ વધારે જોવા મળે છે. પરંતુ હવે યુવાઓને પણ હૃદયની બીમારી થઈ રહી છે અને તેનાથી ઘણી નાની ઉંમરમાં લોકોનું મૃત્યુ થઈ રહ્યું છે.લોકોમાં હૃદયની બીમારીઓને લઈને જાગૃતતાની ઉણપ છે. એક રિપોર્ટ મુજબ દેશમાં 50 ટકા હાર્ટએટેકના દર્દીઓ સમયસર હોસ્પિટલ પહોંચી શકતા નથી. ઘણી વખત લોકો હૃદયની બીમારીના લક્ષણોને નજરઅંદાજ કરી દેતા હોય છે. છાતીમાં દુખાવો ગેસના કારણે થઈ રહ્યો છે એવું સમજે છે જેના કારણે હાલત ખરાબ થઈ જાય છે અને અચાનક હાર્ટએટેક આવી જાય છે.
કોરોના પછીથી હાર્ટએટેક અને તેનાથી થતાં મૃત્યુના આંકડાઓમાં ઘણો વધારો થયો છે. એક સર્જનના મત મુજબ, કોરોના થયા પછી લોકોમાં લોહી પાતળું થઈ જવાની સમસ્યા જોવા મળી છે. હૃદયની આર્ટરીઝમાં બ્લડ ક્લોટ બનવાટી પણ હાર્ટ ફંક્શન અસરકારક થઈ શકે છે, જે હાર્ટએટેકનું કારણ છે. જો પરિવારમાં કોઈને હૃદયની બીમારી હોય તો, તેનાથી ઓછી ઉંમરના લોકોમાં પણ હૃદયના રોગ થવાની સંભાવના વધારે છે.ડાયાબિટીસના દર્દીઓમાં હાર્ટએટેકની સંભાવના સૌથી વધારે હોય છે. તે સિવાય યુવાઓમાં હાઇપરટેન્શનની બીમારી પણ હાર્ટએટેકનું કારણ બની રહી છે. વધારે વજન અને સ્થૂળતા હૃદયની બીમારીને આવકારો આપે છે. સિગારેટ, દારૂ અને નશાનું સેવન હૃદયના રોગોનું મોટું કારણ છે. ખાણીપીણી અને તણાવ હાર્ટએટેકના જોખમને વધારવાનું મોટું કારણ છે.
હાર્ટએટેકના લક્ષણોને ઓળખો:- આ બીમારીથી બચવા માટે દરેકને તેના લક્ષણોની ઓળખ કરતાં આવડવી જોઈએ. ઘણી વખત લોકો હાર્ટએટેકના લક્ષણો જેવા કે, છાતીમાં દુખાવાને ગેસનો દુખાવો સમજી બેસે છે. માટે જરૂરી છે કે, તમે આ બીમારીના લક્ષણની સરળતાથી ઓળખ કરો.ગેસ થવાની સ્થિતિમાં ડાબા હાથમાં દુખાવો, ગભરામણ અને પરસેવો વળતો નથી. માટે જો છાતીમાં દુખાવો આ રીતે અનુભવાતો હોય તો તરત જ હોસ્પિટલ જવું જોઈએ. હાર્ટએટેક દરમિયાન થતો દુખાવો ગેસ કે અન્ય બીમારીના દુખાવાથી ઘણો અલગ હોય છે. તેમાં છાતી પર દબાણ, જકડન અથવા તેને કોઈ નિચોડી રહ્યું હોય તેવો અનુભવ થઈ શકે છે. આ દુખાવો અને બેચેની, ખભા, હાથ, પીઠ, ગરદન અને શરીરના ઉપરી ભાગ સુધી ફેલાઈ શકે છે. તેમજ જેમાં ઠંડો પરસેવો, થાક, ગભરામણ, બેચેની, ઉલ્ટી, ચક્કર આવવા કે બેભાન થવું.
હાર્ટએટેકના લક્ષણ દેખાય ત્યારે શું કરવું:- ડોક્ટરના મત મુજબ, જો કોઈ વ્યક્તિને હૃદયની બીમારી હોય અને અચાનક તેને હાર્ટએટેકના લક્ષણ દેખાતા હોય તો, તેણે તરત પોતાના પરીવારના લોકો, સંબંધીઓ, પાડોશી કે એમ્બ્યુલન્સને બોલાવવી જોઈએ. અચાનક હાર્ટએટેકના લક્ષણ દેખાય તો ઘરમાં રહેલ એસ્પિરિનની ગોળી ખાઈ શકાય છે. જો તમે તેણે પાણીની જગ્યાએ ચાવીને ખાઓ તો તે વધારે અસર કરે છે.
જો તમારી સામે કોઈ વ્યક્તિને આ લક્ષણ દેખાતા હોય તો, તમે તેનો જીવ બચાવવા માટે તે જ સમયે CPR ની મદદ લઈ શકો છો. CPR એક પ્રક્રિયા છે, જેમાં છાતી પર હાથથી વારંવાર દબાણ આપવામાં આવે છે જેથી તેનું બ્લડ સર્ક્યુલેશન ચાલતું રહે. તે સિવાય હાર્ટએટેકની સ્થિતિમાં વ્યક્તિને બેસિક લાઈફ સપોર્ટ અને એડ્વાન્સ લાઈફ સપોર્ટ દેવાથી પણ લાભ મળી શકે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી