કોરોના વેક્સીન આપવાની સંપૂર્ણ યોજના તૈયાર ! જાણો દેશના ક્યાં રાજ્યમાં અને કેવા લોકોને અપાશે વેક્સીન…..

મિત્રો જેમ કે તમે જાણો છો તેમ લોકો આતુરતાથી કોરોનાની વેક્સીનની રાહ જોઈ રહ્યા છે. જેની મહદંશે સફળતા પણ મળી છે. ભારતમાં પણ વેક્સીનનું ટ્રાયલ શરૂ થઈ ગયું છે. જેમાં પ્રથમ તો હેલ્થવર્કરને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આમ ઘણા રાજ્યોએ વેક્સીનના વિતરણ અંગે પોતાની યોજના બનાવી નાખી છે. ત્યારે શું તમે પણ આ વેકસીનના વિતરણ અંગે જાણવા માંગો છો આ લેખ અંત સુધી જરૂર વાંચો.

તમિલનાડુ, મધ્યપ્રદેશ સહીત ઘણા રાજ્યોના નાગરિકોને મફતમાં વેક્સીન દેવાની ઘોષણા કરવામાં આવી છે. જ્યારે હેલ્થકેર વર્કર્સને પ્રાથમિકતા આપવામાં આવશે. જ્યારે હજુ સુધી ઘણા રાજ્યોએ ટીકાકરણ અંગે પોતાનો કોઈ મત જાહેર નથી કર્યો, તો ઘણા રાજ્યોએ પોતાનો પ્લાન કહ્યો છે.

જ્યારે બીજી બાજુ તમને જણાવી દઈએ કે હાલ ભારતમાં કોરોનાના કેસ લગભગ 1 કરોડ સુધી પહોંચવા આવ્યા છે. કેન્દ્રએ સાફ કહ્યું છે કે, ભારત બાયોટેક, સીરમ ઇન્સીટ્યુટ અને ફાઈજર દ્વારા ડેવલપ કરેલ વેક્સીનને ડ્રગ રેગુલેટરથી લીલી ઝંડી આપી શકે છે. આમ વેક્સીનનું વિતરણ કેવી રીતે અને ક્યાં રાજ્યોમાં ક્યારે આપવામાં આવશે તેની વિસ્તારથી માહિતી જાણી લો.કેરલ : તમને જણાવી દઈએ કે દેશનો પ્રથમ કોરોના કેસ કેરળમાં જ આવ્યો હતો. જ્યારે ત્યાંની સરકારે સાફ કહી દીધું છે કે, વેક્સીનનો પૂરો ખર્ચ સરકાર ઉપાડશે. એનો અર્થ એવો કે બધા લોકોને વેક્સીન ફ્રી દેવામાં આવશે. જ્યારે બીજી બાજુ કેરળમાં ટીકાકરણના પહેલા ચરણમાં ફ્રન્ટલાઈન વર્કરોને સૌથી પહેલા વેક્સીન દેવામાં આવશે.

ઉત્તર પ્રદેશ : વેક્સીન ઉપલબ્ધતાની પહેલા સ્વાસ્થ્ય કર્મીઓને વેક્સીન ઇન્જેક્શન દેવાની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સંચાલનમાં ટ્રેનરોની ટ્રેનિંગની બે બેંચ ઓનલાઇન આયોજિત થઈ ચુકી છે. ઉત્તર પ્રદેશમાં કુલ 35000 ટીકાકરણ કેન્દ્ર થશે અને વેક્સીનેટર ઓનલાઇન રેકોર્ડ પણ રાખવામાં આવશે.

મહારાષ્ટ્ર : કોવિડ-19 થી સૌથી વધુ પ્રભાવિત રાજ્યમાં સરકાર 3 કરોડ લોકોને આગલા 6 મહિનામાં ત્રણ ચરણોમાં વેક્સીન દેવાનો પ્લાન બનાવે છે. પહેલા ફેજમાં સ્વાભાવિક રીતે હેલ્થકેર વર્કરોને વેક્સીન દેવામાં આવશે. બીજા ફેજમાં ફ્રન્ટલાઈન વર્કર અને ત્રીજા ચરણમાં 50 વર્ષથી ઉપરના લોકોને ટીકાકરણ કરવામાં આવશે. તેમજ આ લોકો પહેલેથી કોઈ અન્ય રોગથી પ્રભાવિત હોય.

દિલ્હી : પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રોથી લઈને મહોલ્લા ક્લીનીક સુધી 609 કોલ્ડ ચેન પોઈન્ટોનો ફેલાવો કરવામાં આવશે. દરેક જીલ્લામાં લગભગ 60 કોલ્ડ ચેન પોઈન્ટ હશે. આ સિવાય દિલ્હીના બધા જ મોટા હોસ્પીટલમાં કોલ્ડ ચેન પોઈન્ટને ઉપયોગમાં લેવામાં આવશે. સૌથી પહેલા હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કર, ઉંમરલાયક લોકો અને પછી બીજા લોકોને વેક્સીન દેવામાં આવશે.તેલંગણા : રાજ્યે જીલ્લા અને મંડળ સ્તર સુધી કમેટી બનાવી છે. જે હાઈ રિસ્ક સમૂહના લોકોને પહેલા અને પછી બધાને ટીકાકરણનો પ્લાન બનાવશે. પ્લાન અને વેક્સીન દેવાના સંબંધમાં બધા જ પહેલુઓનું ધ્યાન રાખવામાં આવશે. તેમજ સમીક્ષા કરવાનું કામ પણ આ કમિટી જ કરશે.

જમ્મુ-કશ્મીર : શ્રીનગરમાં જીલ્લાભરના લોકોને ચાર મહિનાની અંદર વેક્સીન આપવાનો માઈક્રો પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. જીલ્લાના 50 કોલ્ડ ચેન પોઈન્ટ પર વેક્સીન કલેક્ટ અને સ્ટોર કરવામાં આવશે. તેમજ અંકિત કરેલ 123 કેન્દ્રો સુધી પહોંચાડવામાં આવશે. જ્યાંથી લોકોનું ટીકાકરણ થઈ શકે.

હરિયાણા : એક બાજુ હરિયાણા કરકરે વેક્સીન આપવાની તૈયારીમાં જણાવ્યું છે કે કોલ્સ ચેન, ટીકા આપવામાં માટે સ્વાસ્થ્યકર્મીઓને ટ્રેનિંગ અને પ્રાથમિકતા વાળા સમૂહને પસંદ કરવાની કામગીરી ચાલુ છે તો બીજી બાજુ રાજ્ય સરકારે કેન્દ્રને લખ્યું છે કે, વિધાયકો છે સાંસદો સહીત જનપ્રતિનિધિઓને પ્રાયોરીટી ગ્રુપમાં માનીને તેને વેક્સીન આપવામાં આવશે.

પંજાબ : કુલ 729 કોલ્ડ ચેન પોઈન્ટ સાથે જ ફિરોજપુરમાં એક વોક-ઇન ફીચરની વ્યવસ્થા કરવામાં આવશે. રાજ્યમાં અમૃતસર, હોશિયારપુર અને ફિરોજપુરમાં એક એક વોક-ઇન કુલરની વ્યવસ્થા પણ હશે. જેથી વેક્સીનને બરાબર રીતે સ્ટોર કરવાની વ્યવસ્થા થઈ શકે. આ સિવાય રાજ્યની પાસે 1165 આઈસ લાઈન્ડ રેફ્રિજરેટર અને 1079 ડીપ ફીજર રહેશે.ચંડીગઢ : અહીં સૌપ્રથમ હેલ્થ વર્કરને વેક્સીન આપવામાં આવશે. જે નાગરિક વેક્સીન લેવા માંગે છે તેને cowin-20 મોબાઈલ એપ પર રજિસ્ટ્રેશન કરવું પડશે. ત્યાર પછી ગંભીર રીતે બીમાર અને 50 વર્ષથી ઉપરના લોકોને પ્રાથમિકતાથી વેક્સીન આપવામાં આવશે. વોક-ઇન ફીચરની વ્યવસ્થા કેન્દ્ર સરકાર અહીં કરી રહી છે.

બિહાર : બિહાર રાજ્ય સરકાર વેક્સીન સ્ટોરેજ અને વિતરણ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવી સુવિધાઓ પૂરી કરવામાં વ્યસ્ત છે. પહેલા ફેજના ટીકાકરણ દરમિયાન વેક્સીનના લગભગ 2.25 કરોડ ડોઝ સ્ટોર કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.

રાજસ્થાન : રાજ્યમાં ટીકાકરણ માટે 2444 કોલ્ડ ચેન પોઈન્ટ રાખવા આવ્યા છે. રાજ્ય સ્તર પર ત્રણ વેક્સીનેશન સેન્ટર જોધપુર, ઉદયપુર અને જયપુર હશે અને 7  સેન્ટર સભાગીય હશે. બધા જ જીલ્લામાં ટાસ્ક ફોર્સની નજરબંદીમાં વેક્સીન આપવાનો કાર્યક્રમ છે.

ગુજરાત : રાજ્યમાં ચાર ચરણોમાં વેક્સીન પહેલા ચરણમાં હેલ્થકેર વર્કર, કોરોના યોદ્ધાઓ, ઉંમરલાયક, અને પછી પહેલેથી રોગગ્રસ્ત લોકોને વેક્સીન આપવામાં આવશે. વેક્સીન જેને આપવામાં આવશે તેનો ડેટા કલેક્શન કરવાનું કામ પણ શરૂ છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment