પ્રેગ્નેન્સીના પૂરા 9 મહિના રહેવું હોય હેલ્થી અને મેંટલી સ્ટ્રોંગ, તો મહિલાઓ જરૂર ફોલો કરો આ 10 ટિપ્સ
ગર્ભાવસ્થા એ દરેક મહિલા માટે ખુબ જ કાળજી રાખવાનો સમય હોય છે. આથી આ સમયે તમારે હેલ્દી અને આરોગ્ય વર્ધક ખોરાકનું સેવન કરવું જોઈએ. આજે અમે તમને એવી કેટલીક હેલ્થી અને મેન્ટલી સ્ટ્રોંગ થવા માટે ટીપ્સ આપીશું. જે ગર્ભવતી મહિલાઓ માટે ખુબ જ કારગર સાબિત થશે.
પ્રેગ્નેન્સી દરમિયાન થોડી પણ બેદરકારી કરશો, તો ગર્ભમાં રહેલા બાળકના સ્વાસ્થ્ય માટે નુકશાનદાયક સાબિત થઈ શકે છે. તેવામાં પૂરા 9 મહિના એક ગર્ભવતી મહિલાએ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ખુબ જ કાળજી રાખવાની જરૂર છે. ડાયેટ, લાઇફસ્ટાઇલ, એકસરસાઈઝ વગેરેનું ખાસ ધ્યાન રાખવું પડે છે, જેથી કરીને તમે મેન્ટલી અને ફિઝિકલી ફિટ રહો અને એક સ્વસ્થ બાળકને જન્મ આપી શકો.
માતા બનવાનો અનુભવ દુનિયાનો સૌથી ખુશનુમા અનુભવ હોય છે. પરંતુ થોડી પણ બેદરકારી કરવામાં આવે તો, પ્રેગ્નેન્સીના પૂરા નવ મહિના તકલીફવાળા પણ હોય શકે છે. પ્રેગ્નેન્સીને ત્રણ ટ્રાઇમેસ્ટરમાં વહેંચવામાં આવી છે. પહેલી, બીજી અને ત્રીજી ત્રિમાસી. તેમાં પહેલી અને ત્રીજી ત્રિમાસી ખુબ જ નાજુક હોય છે. આ સમય દરમિયાન થોડી પણ બેદરકારી કરવામાં આવે તો, બાળકના સ્વાસ્થ્ય માટે નુકશાનદાયક સાબિત થઈ શકે છે. અહીં અમે તમને થોડી ટિપ્સ આપી રહ્યા છીએ. જેને ફોલો કરીને તમે પોતાને રાખી શકો છો હેલ્થી અને ફિટ.
હેલ્થી પ્રેગ્નેન્સીના 10 ટિપ્સ : 1 ) ટીઓઆઇની ખબર મુજબ ગર્ભાવસ્થાના પૂરા 9 મહિના ખાણીપીણીમાં કોઈ પણ જાતની બેદરકારી રાખવી જોઈએ નહીં. તમે જે પણ ખાશો તેની અસર તમારા બાળક પર પણ થાય છે. સામાન્ય રીતે પ્રેગ્નેન્સીના પહેલા માહિનામાં અમુક મહિલાઓને ઉલ્ટી, ભૂખ ન લાગવી, થાક જેવી પરેશાની થઈ શકે છે, જેના કારણે તેમનું ખાનપાન ગડબડ થઈ શકે છે. આ સમયે ફાઈબર યુક્ત, લીલા પાંડદાવાળી શાકભાજી તેમજ ફળનું સેવન કરવું જોઈએ.
2 ) પ્રેગ્નેન્સીના દિવસોમાં શરીરમાં આયરનની ઉણપ ન થવા દેવી. મોટાભાગે મહિલાઓના શરીરમાં આયરનની ઉણપ જોવા મળતી હોય છે. જેમાં તેમને લોહીની ઉણપ થાય છે અને એનીમિયાનો ભય બની શકે છે. આયરનથી ભરપૂર ફૂડ્સને તમારા ડાયટમાં સમાવિષ્ટ કરો.
3 ) તમે પોતાને હાઈડ્રેટેડ રાખવાનો પ્રયત્ન કરો. પોતાની સાથે હંમેશા એક બોટલ પાણી રાખો અને વચ્ચે વચ્ચે તેને પીતા રહો. સાથે જ નારિયેળ પાણી, ફળોનું જ્યુસ અને શેક પણ પિય શકો છો. જેથી શરીરમાં પાણીની ઉણપ ન આવે.
4 ) ફોલિક એસિડનું સેવન પણ પ્રેગ્નેન્સીના દિવસોમાં ખુબ જરૂરી છે. તેને તમે લીલા પાંડદાવાળા શાકભાજી, ફોર્ટિફાઇડ અનાજના સેવનથી મેળવી શકો છો. પ્રેગ્નેન્સીના પહેલા 3 મહિના તમારે ફોલિક એસિડ સપ્લીમેંટ્સ લેવાની જરૂર રહેશે.
5 ) દિવસ દરમિયાન હેલ્થી સ્નેક્સનું સેવન કરવું પણ છે ખુબ જરૂરી. તે માટે તમે રોસ્ટેડ બદામ, કાજુ ખાઓ. 6 ) હેલ્થી પ્રેગ્નેન્સી ત્યારે જ સંભવિત છે જ્યારે તમે દરરોજ 7 થી 8 કલાકની ઊંઘ લેશો. આખો દીવસ કામ કરીને શરીર થાકી જાય છે. તેવામાં આરામ કરવો પણ જરૂરી છે. ગર્ભાવસ્થામાં ડાબા પડખે સૂવું જોઈએ. આમ કરવાથી શરીરમાં રક્ત પ્રવાહ સરખી રીતે થાય છે અને પેટ પર દબાણ પણ ઓછું લાગે છે.
7 ) શારીરિક રૂપથી એક્ટિવ રહેવું. અમુક હળવી એકસરસાઈઝ, યોગ કરવા. દરરોજ રાત્રે ડિનર કર્યા પછી 10 થી 15 મિનિટ ચાલવું જોઈએ. તેનાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન બની રહે છે.
8 ) પ્રેગ્નેન્સી દરમિયાન અમુક વસ્તુઓના સેવનથી બચવું જોઈએ. જેમ કે કાચું માંસ, કાચા ઈંડા, પપૈયું. તમે બાફેલું ઈંડું ખાઈ શકો છો, પરંતુ ધ્યાન રહે કે, પીળો ભાગ સરખી રીતે બફાઈ ગયો હોય.
9 ) ખુબ વધારે કોઈ વાતને લઈને ચિંતા કે સ્ટ્રેસ ન કરવો. તેનાથી માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને નુકશાન પહોંચે છે. સ્ટ્રેસ મેનેજ કરવા માટે ટહેલવું, સ્ટ્રેચિંગ કરવું.
10 ) પ્રેગ્નેન્સી વખતે ખુબ વધારે ચા, કોફી પીવાથી બચવું જોઈએ. કોફીમાં રહેલું કેફિન શરીરને નુકશાન પહોંચાડે છે. સારું રહેશે કે તમે લીંબુ વાળી ચા, હર્બલ ટી નું સેવન કરો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી