આપણે આપણા દરેક અંગની સફાઈ રાખવી અત્યંત જરૂરી છે. આપણે હંમેશા ચહેરા, હાથ અને પગની ત્વચાનું વિશેષરૂપે ધ્યાન આપતા હોઈએ છીએ પરંતુ, ગરદન,કોણી, ઘૂંટણ અને અંડરઆર્મ્સની કાળજી રાખવી જરૂરી નથી સમજતા. આજ કારણે મોટાભાગના લોકોના કોણી અને ઘૂંટણ ઉપર કાળાશ જામી જાય છે. આ કારણે મોટાભાગના લોકો શોર્ટ ડ્રેસ કે કટ સ્લીપ ડ્રેસ પહેરવામાં અચકાય છે. કેટલાક લોકો તો ઘૂંટણ અને કોણીની ડાર્કનેસ દૂર કરવા માટે લેઝર ટ્રીટમેન્ટ નો પણ સહારો લે છે. પરંતુ જો તમે ઈચ્છો તો ઘરેલૂ ઉપચારથી જ આ કાળાશથી છુટકારો મેળવી શકો છો.
જી હા, આ ઘરેલુ ઉપાય છે બટાકા, બટાકા સ્વાસ્થ્યની સાથે જ ત્વચા માટે પણ ફાયદાકારક હોય છે. બટાકામાં બ્લીચીંગ ઉપલબ્ધ હોય છે જે ત્વચાને ટેનિંગથી બચાવે છે. ડેડ સ્કિન સેલ્સને પણ નીકાળી દે છે. બટાકા થી ત્વચાનું કાળાપણું દૂર થાય છે, ત્વચાની રંગત માં સુધાર આવે છે. તો આવો જાણીએ કોણી અને ઘૂંટણની કાળાશને દૂર કરવા માટે બટાકાનો ઉપયોગ કઈ કઈ રીતો થી કરી શકાય છે.1) બટાકા અને લીંબુનો રસ:- એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે બટાકા અને લીંબુ બંને ત્વચાની કાળાશ દૂર કરવામાં અસરકારક હોય છે. લીંબૂમાં સિટ્રિક એસિડ હોય છે જે ડાર્કનેસ ને દૂર કરે છે. ઘૂંટણ અને કોણી માં કાળાશ ને દુર કરવા માટે બટાકા ને ક્રશ કરી લો. હવે એક બાઉલમાં બટાકા અને લીંબુનો રસ કાઢી લો. આ પેસ્ટને ડાર્ક એરિયા પર લગાવો. 20 થી 25 મિનિટ બાદ પાણીથી ધોઈ લો. સારા પરિણામ માટે તમે આનો ઉપયોગ દરરોજ કરી શકો છો.2) બટાકા અને એલોવેરા:- બટાકા ની જેમ જ એલોવેરાની જેલ પણ ત્વચા માટે ખૂબ જ લાભકારી છે. ઘૂંટણો અને કોણી ની કાળાશ દૂર કરવા માટે તમે બટાકા અને એલોવેરાને એક સાથે મેળવીને લગાવી શકો છો. તેના માટે તમે બે ચમચી બટાકાના રસમાં એક ચમચી એલોવેરા જેલ મેળવો. હવે આ પેસ્ટને તમે ઘૂંટણ અને કોણી પર લગાવો. થોડીવાર પછી સાફ કરી લો. દરરોજ આમ કરવાથી કાળાશ ઓછી થવા લાગશે. ત્વચામાં ચમક પણ આવી જશે.
3) બટાકા અને મુલતાની માટી:- મુલતાની માટીથી પણ કાળાશ દૂર કરી શકાય છે. તેના માટે તમે ત્રણ ચમચી બટાકાના રસમાં એક ચમચી મુલતાની માટી મેળવી લો. હવે આ પેસ્ટને તમારા ઘૂંટણ અને કોણી પર લગાવો. સુકાયા બાદ સ્વચ્છ પાણીથી ધોઈ લો. બટાકા અને મુલતાની માટીનું આ કોમ્બિનેશન કાળાશને દૂર કરવા માટે અત્યંત અસરકારક છે. 4) બટાકા અને હળદર:- હળદર માત્ર સ્વાસ્થ્ય માટે જ નહિ પરંતુ ત્વચા માટે પણ લાભદાયક છે. ઘુટણ અને કોણી ની કાળાશ દૂર કરવા માટે તમે બટાકા અને હળદરની પેસ્ટ લગાવી શકો છો તેના માટે 2 ચમચી બટાકાના રસમાં ચપટી હળદર અને એક ચમચી બેસન મેળવી લો. અને કાળાશ વાળી જગ્યા પર લગાવો અને 15 મિનિટ બાદ ધોઇ લો. હળદરમાં કરક્યુમિન હોય છે જે ત્વચાના મેલેનીન ના વધારે ઉત્પાદનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આનાથી ત્વચા હંમેશા સુંદર અને જવાન દેખાય છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી