પીપરી મૂળ અને તુલસી ઘણી બધી રીતે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ખરેખર પીપરી મૂળમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, એમિનો એસિડ, વિટામિન, એન્ટીમાઈક્રોબીઅલ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ જોવા મળે છે. ત્યાં તુલસીના પાનમાં વિટામિન અને ખનીજ તત્વો ઉપસ્થિત હોય છે. તેમાં મુખ્ય રૂપે વિટામીન કેલ્શિયમ ઝીંક અને આયર્ન જોવા મળે છે. તેની મદદથી શરદી ઉધરસ અને પાચનતંત્રને મજબૂત બનાવવામાં ખુબ જ મદદ મળે છે. તે સિવાય ગળાની તકલીફમાં પણ પીપરીમુળ અને તુલસીનું મિશ્રણનું સેવન કરી શકાય છે, તેના લાભ અને ઉપાય વિશે વિસ્તારથી જાણીએ.
1 ) રોગ પ્રતિકારક શક્તિ : પીપરી મૂળ અને તુલસીમાં વિટામિન સી અને ઘણા બધા એન્ટી માઈક્રોબીઅલ ગુણ જોવા મળે છે, જેની મદદથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે, તથા શિયાળામાં થતી ઘણી બધી બીમારીઓમાં પીપરી અને તુલસીનો પ્રયોગ કરી શકાય છે.
2 ) પેટ સંબંધિત સમસ્યાઓ : તુલસી અને પીપરી મૂળનું મિશ્રણનો ઉપયોગ કરવાથી પેટથી જોડાયેલી સમસ્યાઓ દૂર થઈ શકે છે. તેની મદદથી અપચો અને ગેસની સમસ્યામાં આરામ મળે છે, તેની સાથે સાથે પાચનતંત્રને પણ મજબૂત બનાવવા માટે પીપરી અને તુલસી ખુબ જ કારગર સાબિત થઈ શકે છે.
3 ) માથાના દુખાવા : પીપરી મૂળ અને તુલસીનું મિશ્રણનું સેવન કરવાથી માથાના દુખાવામાં ખુબ જ રાહત મળે છે. અપચો અથવા ગેસના કારણે પણ જો તમને માથું દુઃખી રહ્યું છે તો તમે આ મિશ્રણનું સેવન કરી શકો છો.
4 ) આંતરડાના સોજા : પીપરી મૂળ અને તુલસીનું સેવન આંતરડાના સોજામાં આરામ અપાવે છે. તેનાથી શરીરને ખુબ જ ગરમી મળે છે અને ઠંડીમાં તેનું સેવન કરવાથી શરીરમાં ગરમાવો બની રહે છે, તે શરીરમાં નવા ઉત્પાદકોને બનાવવા અને તેનું યોગ્ય રીતે કામ કરવામાં મદદ કરે છે. તેની સાથે જ તે શરીરને ભરપૂર એનર્જી આપે છે.
5 ) શરદી-ઉધરસ : પીપરી મૂળ અને તુલસીના પાવડરને મધની સાથે લેવાથી શરદી અને ઉધરસમાં રાહત મળે છે. તેની સાથે જ ગળાની બળતરા અને ખરાશ દૂર કરવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં ઉપસ્થિત એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો ગળાના સોજામાં પણ આરામ આપે છે.
6 ) વાઈરલ તાવ : પીપરી મૂળ અને તુલસીમાં જીવાણુરોધી ગુણો જોવા મળે છે, તેની મદદથી વાયરલ તાવ અથવા ખાસ કરીને યોગ્ય કરવા માટે ખુબ જ મદદ મળે છે. તે સિવાય તેમાં એન્ટી ઓક્સિડેન્ટ જોવા મળે છે જે શરીરની બીમારીઓ સામે લડવાની તાકાત આપે છે.
પીપરી મૂળ અને તુલસીનો કેવી રીતે કરવો ઉપયોગ : 1 ) પીપરી મૂળ અને તુલસીને પાણીમાં નાખીને યોગ્ય રીતે ઉકાળી લો, ત્યારબાદ સવારે અને સાંજે તેના પાણીનું સેવન જરૂરથી કરો.
2 ) ચામાં તુલસી અને પીપરી મૂળ નાખીને તેનું સેવન કરી શકાય છે, તેનાથી ઉધરસમાં રાહત મળે છે.
3 ) આ સિવાય તેને સુકવીને ત્રણ ગ્રામ માત્રાનું સવારે અને સાંજે સેવન કરવાથી આંતરડાના સોજામાં ખુબ જ આરામ મળે છે.
4 ) તેના પાવડરને મધની સાથે ઉમેરીને તેનું સેવન કરવાથી ગળાની ખરાશ દૂર થાય છે.
5 ) ગળાના દુખાવામાં પણ પીપરી અને તુલસીના પાણીને પીવાથી ખુબ જ આરામ મળે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી