હિમાલયની આ જડીબુટ્ટી છે સૌ રોગોની દવા, આ પાંચ બીમારીને તો જડમૂળથી ઉખાડી ફેંકે છે… મળે તો મુકતા નહિ.

મિત્રો તમે હિમાલય વિશે તો ઘણું જાણતા હશો. તેમજ ત્યાંની જડીબુટ્ટી વિશે પણ તમે સાંભળ્યું હશે. કહેવાય છે કે, આ હિમાલયમાં અનેક રોગોને દુર કરતી ઘણી જડીબુટ્ટી રહેલી છે. તેમજ શરીરને એકદમ તંદુરસ્ત રાખવા માટેની ઘણી જડીબુટ્ટી અહીં રહેલી છે. આજે એક એવી જડીબુટ્ટી વિશે જણાવીશું. જે તમને અનેક રોગો દુર કરવામાં મદદ કરે છે. ચાલો તો તેના વિશે જાણી લઈએ.

સ્વસ્થ જીવન અને સારી ફિટનેસ માટે કૂટકીને તમારામાં ડાયટમાં શામિલ કરવી જોઈએ. આ જડીબુટ્ટી કેટલીક સ્વાસ્થ્ય  સમસ્યાઓને દૂર કરવામાં ફાયદાકારક છે.મિત્રો આપણા આયુર્વેદમાં જડીબુટીનુ ખુબ મહત્વ છે. પ્રાચીન સમયમાં આ જડીબુટ્ટીનો ઉપયોગ કેટલાક રોગો અને સમસ્યાને દૂર કરવા માટે કરવામાં આવતો હતો. કૂટકી એક એવી ઔષધીય જડીબુટ્ટી છે. આ પારંપરિક જડીબુટ્ટી મોટાભાગે  પહાડોમાં જ જોવા મળે છે. જો કે આ જડીબુટ્ટી ખુબ જ મુશ્કેલીથી મળે છે.

કૂટકી વજન ઘટાડવામાં ખુબ ફાયદાકારક છે. આ તેની જડનો સ્વાદ કડવો હોય છે, પરંતુ આ સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે. કેટલાક પ્રકારની બીમારીઓ માટે કૂટકીનો ઉપયોગ કેટલીક રીતે કરવામાં આવે છે. ચાલો જાણીએ કે ક્યાં 5 કારણોથી તમારે તમારા ડાયટમાં કૂટકીનો સમાવેશ કરવો જોઈએ.તાવમાં રાહત આપે છે : કૂટકીમાં એન્ટી પાયરેટિક ગુણ જોવા મળે છે. જે શરીરના તાપમાનને ઓછું કરવા તાવમાં રાહત પ્રદાન કરે છે. તેમાંથી મળી રહેતું ઔષધી ગુણ ઋતુગત થતી બીમારીઓમાં શરીરને સુરક્ષિત રાખે છે. કુટકી સોજાની બીમારીને પણ દૂર કરે છે. સારા સ્વાસ્થ્ય માટે પોતાના ખોરાકમાં કૂટકીનો પાવડરના રૂપે જરૂર સમાવેશ કરવો જોઈએ.

વાયરલ ઇન્ફેક્શનને દુર કરે : સંક્રમણને લીધે કોઈ પણ સમયે શ્વાસની તકલીફ થઈ શકે છે. કૂટકીમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ જોવા મળે છે. જે વાયુ માર્ગને ખુલ્લુ રાખે છે અને કંજેશનને દૂર કરે છે. સાથે આ ઈમ્યુનિટીને પણ વધારે છે અને ક્રોનીક ઇન્ફેક્શનની સંભાવના પણ ઓછી કરે છે.ઘાને રૂઝ આપે છે : હળદરની જેમ કૂટકી પણ કેટલીક એન્ટી ઓક્સિડેન્ટ ગુણ જોવા મળે છે. જે ત્વચાને રાહત આપે છે. અને સંક્રમણ, ઘા અને દાગને પણ જલ્દીથી સારા કરે છે. સ્ટડીમાં જોવા મળ્યું છે કે, કૂટકી સ્કીન સાથે જોડાયેલી સમસ્યાઓ  જેમ કે સોર્યસીસ અને વિટીલીગોને દૂર કરવામાં ફાયદાકારક છે.

લીવર સારું કરે છે : કૂટકી લીવર સાથે જોડાયેલી સમસ્યાઓને નિયત્રિત કરવા માટે કારગત સાબિત થઈ છે. કૂટકીમાં કૂટકીન અથવા પિક્રોલિવ જેવા એંઝાઇમ જોવા મળે છે. જે લિવરના કાર્યને સારું બનાવે છે એની સાથે આ સખત પદાર્થને શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે. આ જડીબુટ્ટી લિવરને સ્વસ્થ રાખવામાં ફાયદાકારક છે.વજન નિયંત્રિત કરે છે : કૂટકીમાં કેટલા પ્રકારની ઔષધિ ગુણ જોવા મળે છે. જે ગૈસ્ટ્રિકને ઉત્તેજિત કરે છે. આ મેટાબોલિઝ્મને વધારે છે. એના સિવાય આ ફૈટને પણ ઓછું કરે છે. કૂટકીને પોતાના ડાયટમાં સમાવેશ કરવાથી વજન વધતું નથી.

કૂટકી એવું ઔષધી જડીબુટ્ટી છે જે પહેલાના લોકો ઔષધિના રૂપે ઉપયોગ કરતાં હતા. જે એમને દરેક પ્રકારના રોગોમાં અને કોઈ બીજી શરીરની સમસ્યામાં ખુબ કારગર સાબિત થતી હતી અને એની કોઈ આડ અસર પણ થતી નથી. કોઈ પણ દુઃખાવો થાય તો તે સમયમાં લોકો કૂટકી ઔષધિ જડીબુટ્ટીના પાવડરનો ઉપયોગ કરતાં હતા. આ પાવડરને પહેલાના લોકો પોતાના ડાયટમાં સમાવેશ કરતાં હતા. જેથી એમને કોઈ પણ પ્રકારના રોગો કે બીમારીની શક્યતા ખુબ ઓછી જોવા મળતી હતી. આવી આયુર્વેદિક જડીબુટ્ટી આપણા શરીર માટે ખુબ ઉપયોગી છે.

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment