મિત્રો તમે પાંડવ કુળનું નામ તો સાંભળ્યું હશે જ. પાંડવ એટલે કે એક એવું કુળ, જેણે અસત્યને હરાવી કુરુક્ષેત્ર પર મહાભારતનું નિર્માણ કર્યું હતું. પોતાના જીવનમાં અનેક બાધાઓ તેમજ મુશ્કેલીઓનો સામનો કરીને પાંડવોને પોતાનું રાજ્ય મળ્યું હતું. જ્યારે આજે એમ કહેવાય છે કે, પાંડવ કુળ હજી પણ આ ધરતી પર છે અને તેઓ મધ્યપ્રદેશમાં રહે છે. ચાલો તો પોતાને પાંડવ કુળના કહેતા આ જાતિના લોકો વિશે વધુ જાણી લઈએ.
જાણવા મળતી માહિતી મુજબ, મધ્યપ્રદેશમાં આવેલ બૈતુલ ગામમાં પાંડવ કુળ આજે પણ જીવિત છે. અહીં આ ગામમાં આસ્થાના નામે એક ખુબ દર્દનાક ખેલ રમવામાં આવે છે. પોતાને પાંડવના વંશજ કહેતા રજ્જડ સમાજના લોકો પોતાની મન્નત પૂરી કરવા અને દેવીને ખુશ કરવા માટે ખુશી-ખુશી કાંટાની પથારીમાં સુઈ જાય છે.
આ સિવાય તમને જણાવી દઈએ કે, બૈતુલ જીલ્લામાં સેહરા ગામ આવેલું છે. જ્યાં દર માગશર મહિનામાં રજ્જડ જાતિના લોકો આ પરંપરાને નિભાવે છે. આ લોકોનું એમ કહેવું છે કે, અમે પાંડવ વંશના છીએ. પાંડવો આ રીતે જ કાંટા પર સુઈને સત્યની પરીક્ષા આપી હતી. આથી રજ્જડ સમાજના લોકો વર્ષોથી આ પરંપરાને નિભાવતા આવ્યા છે.આ ઉપરાંત આ લોકોનું એમ પણ માનવું છે કે, કાંટાની પથારીમાં સુઈને તેઓ પોતાની આસ્થા, સત્યતા અને ભક્તિની પરીક્ષા આપી રહ્યા છે. આમ કરવાથી ભગવાન ખુશ થાય છે અને તેમની મનોકામના પૂર્ણ થાય છે. આ વિશે તમને વધુમાં જણાવીએ તો રજ્જડ જાતિના લોકો માગશર મહિનામાં પૂજા કર્યા પછી અણીદાર કાંટા તોડીને લાવે છે. પછી તેની અણીની પૂજા કરવામાં આવે છે. ત્યાર પછી એક પછી એક એમ આ લોકો કાંટા પર સુઈને સત્ય અને ભક્તિનો પરિચય આપે છે.
જ્યારે રજ્જડ જાતિના લોકોની આ માન્યતા પાછળ એક કહાની પણ છે. એવું કહેવામાં આવે છે કે, એક સમયે પાંડવ પાણી માટે ભટકી રહ્યા હતા. લાંબા સમય પછી તેમને એક નાહલ સમુદાયનો એક માણસ દેખાયો. પાંડવે તે નાહલને પૂછ્યું, આ જંગલમાં પાણી ક્યાં મળશે. પણ નાહલ એ પાંડવને પાણીનું સ્ત્રોત જણાવતા પહેલા એક શરત મૂકી. નાહલે કહ્યું કે, ‘પાણીનું સ્ત્રોત બતાવ્યા પછી તેણે પોતાની બહેનના લગ્ન નાહલ સાથે કરાવવા પડશે.’પણ પાંડવની કોઈ બહેન ન હતી. ત્યાર પછી પાંડવોને એક ભોદઈ નામની કન્યાને પોતાની બહેન બનાવી લીધી. બધા જ રીત રિવાજો સાથે તેના લગ્ન નાહલ સાથે કરાવી દીધા. વિદાઈ સમયે નાહલે પાંડવોને પોતાની સત્યતા માટે કાંટા પર સુઈને પરીક્ષા આપવાનું કહ્યું. ત્યાર પછી બધા જ પાંડવ એક એક કરીને કાંટા પર સુઈ ગયા અને ખુશી-ખુશી પોતાની બહેનને વિદાઈ આપી.આત્મ રજ્જડ સમાજના લોકો પોતાને પાંડવ વંશના ગણાવે છે અને કાંટા પર સુઈને પરીક્ષા આપે છે. આ પરંપરા પચાસ પેઢીથી ચાલી આવે છે. જેને નિભાવતી વખતે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. આમ કરીને તેઓ પોતાની બહેનને સસુરાલ મોકલવાનું જશ્ન મનાવે છે. આ કાર્યક્રમ 5 દિવસ ચાલે છે અને છેલ્લા દિવસે કાંટાની પથારીમાં સુઈને પૂરો થાય છે. જ્યારે આ અંગે ડોક્ટર્સનું કહેવું એવું છે કે, આ રીતે વગર કપડે કાંટા પર સુવું કોઈ પણ દ્રષ્ટીએ બરાબર નથી. તેનાથી ગંભીર ઈજા થઇ શકે છે અને ફંગલ તેમજ બેક્ટીરીયલ ઇન્ફેકશન થઈ શકે છે અને કોઈની મૃત્યુ પણ થઈ શકે છે.
તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી હેલ્પફુલ, (૨) હેલ્પ ફૂલ, (૩) ગુડ, (૪) એવરેજ.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી