આપણે બધા જ જાણીએ છીએ કે કોઈ પણ ફળ હોય તેનું સેવન કરવામાં આવે તો કોઈને કોઈ ફાયદા જરૂર થાય છે. પરંતુ તમે ક્યારેય એવા ફળ વિશે સાંભળ્યું છે, જેનું નામ કાફલ હોય. આ ફળને પહાડી ફળ પણ કહેવામાં આવે છે. આ પહાડો પર થતું હોવાથી મોટાભાગે ઉત્તરાખંડમાં વધુ મળે છે. ઉત્તરાખંડ રાજ્યનું આ ફળ ખુબ જ પ્રસિદ્ધ ફળ માનવામાં આવે છે, ત્યાંના લોકો કાફલ ફળને ખુબ જ સ્વાદ સાથે ખાય છે.
કાફલ એક નાના આકારનું બેરી જેવું ફળ છે, જે ગોળ અને લાલ, ગુલાબી રંગનું હોય છે. આ ફળનો સ્વાદ ખુબ જ મીઠો અને રસીલો હોય છે. આ ફળમાં ઘણા પ્રકારના ઔષધિય ગુણો રહેલા હોય છે. પહાડી લોકો કાફલ ફળનું સેવન ખુબ કરે છે. તો ચાલો જાણીએ કાફલ ફળ ખાવાના ફાયદા.
1 ) એક અધ્યયન અનુસાર કાફલ ફળમાં અનેક ઔષધિય ગુણો હોય છે. ઉત્તરાખંડમાં આ ફળનો ઉપયોગ આયુર્વેદમાં ઘણી પ્રકારની દવા બનાવવા માટે કરવામાં આવે છે. આ ફળમાં એન્ટી-અસ્થમાથી ભરપુર પ્રોપર્ટીઝ હોય છે, જે અસ્થમા ગ્રસ્ત લોકોને ખુબ જ ફાયદો પહોંચાડે છે.
2 ) કાફલ ફળમાં એન્ટીઓક્સીડેંટ તત્વ ભરપુર માત્રામાં હોય છે, જે ઘણી પ્રકારની સમસ્યાઓ જેમ કે ડાયરિયા, અલ્સર, બળતરા, સોજા, ગળામાં ખરાશ, અપચો, એનીમિયા, તાવ વગેરેની સમસ્યા દુર કરે છે. ત્યાં સુધી કે તેના વૃક્ષની છાલ, ફૂલ, બીજ વગેરે પણ ખુબ જ ફાયદાકારક હોય છે. આ ફળના વૃક્ષની છાલ એન્ટી-એલર્જીક હોય છે, જે ઘણી પ્રકારની એલર્જીનો ઈલાજ કરવામાં ઉપયોગ થાય છે. પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે કાફલ ફળ ખુબ જ કારગર છે.
3 ) કાફલ ફળના વૃક્ષની છાલ દાંતના દુખાવાને દુર કરવા માટે કારગર માનવામાં આવે છે. આ વૃક્ષની છાલને દાંત દ્વારા 2 થી 3 મિનીટ ચાવવાથી દુખાવો ઓછો થાય છે. તેવામાં તમારા દાંત સંબંધિત સમસ્યા હોય તો આ ફળ લાભદાયક હોય છે.
4 ) જો તમને સ્ટ્રેસ, ચિંતાની સમસ્યા લગાતાર થતી રહેતી હોય, તો તેના લક્ષણોને કંટ્રોલ કરવા માટે પણ કાફલનું સેવન કરવું ખુબ જ ફાયદાકારક છે. તેમાં તણાવને ઓછો કરવાના ગુણ રહેલા હોય છે, જે માનસિક સમસ્યાઓ જેમ એ અવસાદ, ચિંતા, તણાવ વગેરેના લક્ષણોને ઓછા કરી દે છે.
5 ) જો તમને ઉધરસ, શરદી કે તાવની સમસ્યા હોય તો તમે કાફલ ફળનું સેવન કરી શકો છો. આ ફળમાં એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-માઈક્રોબિયલ તત્વ હોય છે, જે આ સમસ્યાઓને દુર કરવામાં ખુબ જ કારગર હોય છે. તેની છાલથી બનેલ ચૂર્ણના સેવનથી ઉધરસ, ગળામાં ખરાશ, દુખાવો વગેરે ઓછો થાય છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી