આજની ભાગદોડ ભરેલી જીંદગીમાં મોટાભાગના લોકો સમયના અભાવના કારણે પેકેજ્ડ ફૂડ નો ઉપયોગ વધુ કરતા થઈ ગયા છે. પરંતુ આવા ફુડ સ્વાસ્થ્ય માટે અનેક રીતે હાનિકારક છે. દર વર્ષે 7 જૂને વિશ્વ ખાદ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસને ઉજવણી નો ઉદ્દેશ સ્વચ્છ અને સારી ગુણવત્તાનું ભોજન શા માટે જરૂરી છે તેની જાગૃતતા લાવવા માટે ઉજવણી કરવામાં આવે છે. આ પ્રસંગે અમે તમને કેટલાક એવા પેકિંગ ખાદ્ય પદાર્થો વિશે જણાવીશું જે કેન્સર સહિત કેટલીક ગંભીર બીમારીઓ તથા મૃત્યુ નું કારણ બની શકે છે.
વિશ્વ ખાદ્ય દિવસ:- સ્વસ્થ જીવન માટે સ્વચ્છ ભોજન કરવું ખૂબ જ જરૂરી છે. સ્વચ્છ અને પૌષ્ટિક ભોજન સિવાય કોઈપણ વ્યક્તિ બીમાર પડી શકે છે. આ ગ્રહ પર દરેક માણસને જીવવા માટે પૌષ્ટિક અને સ્વચ્છ ખોરાક લેવો ખૂબ જરૂરી છે. સ્વચ્છ અને સારી ગુણવત્તા વાળું ભોજન શા માટે જરૂરી છે તેની જાગૃતતા માટે 7 જૂનને વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ તરીકે મનાવવામાં આવે છે. દરેક વર્ષે વર્લ્ડ ફૂડ સેફટી ડે ની થીમ અલગ અલગ હોય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને આના વિષે એટલે કે 2022 મા આ દિવસની થીમ ‘સુરક્ષિત ભોજન, સારુ સ્વાસ્થ્ય’ છે.
આશ્ચર્યની વાત એ છે કે આવા જોખમ વિશે જાણતા હોવા છતાં કેટલાક લોકો પેકિંગ ફુડ ખાય છે. આ પ્રસંગે અમે તમને કેટલાક એવા પેકિંગ ફૂડ ના વિશે જણાવી રહ્યા છે જે કેન્સર સહિતની કેટલીક ગંભીર અને જીવલેણ બીમારીઓ નું કારણ બની શકે છે. 1) તૈયાર ટામેટા:- જમવાના ડબ્બા માં બિસ્ફેનોલ-એ જોવા મળે છે. આ એક ખૂબ ખતરનાક રસાયણ છે. જેના કારણે કેન્સર અને અન્ય ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ સાથે જોડાયેલ છે. ટામેટાં ખૂબ જ એસિડિક હોય છે અને તેથી જ તે બોક્સમાં BPA ના સ્તરને વધુ વધારી શકે છે.
2) બટાકાની ચિપ્સ:- બટાકામાં સ્ટાર્ચની માત્રા ખૂબ વધારે હોય છે. જ્યારે બટાકાને ખૂબ વધારે તાપમાનમાં શેકવામાં આવે છે, તો એમાં એક્રેલામાઇડ રસાયણ ઉત્પન્ન થાય છે. તે કેટલીક ઔદ્યોગિક પ્રક્રિયામાં વપરાતું રસાયણ છે. જે સિગરેટ ના ધુમાડા માં પણ જોવા મળી શકે છે. એક્સપર્ટ ના કહેવા મુજબ, એક્રેલામાઇડ કેન્સરનું કારણ બની શકે છે.
3) પ્રોસેસ્ડ મીટ:- વિશ્વમાં દરેક જગ્યાએ તાજુ માસ મળતું નથી એટલા માટે કેટલાક લોકો ડબ્બામાં બંધ કરેલા માસ નો ઉપયોગ કરે છે. રિચર્સકર્તાઓએ પ્રોસેસ્ડ મીટને કેન્સરને નોતરી શકે એવા ખાદ્ય પદાર્થના લિસ્ટ માં મૂકેલું છે.4) બ્રેડ:- બ્રેડ એક એવો ખોરાક છે જેને આખા વિશ્વમાં ખવાય છે. એવું માનવામાં આવે છે કે બ્રેડ બનાવતી વખતે લોટ ને વધારે લોચાદાર બનાવવા માટે તેમાં પોટેશિયમ બ્રોમેટ નો ઉપયોગ કરવામાં આવે છે. કેટલાક સ્વાસ્થ્યના સંગઠનોએ તેને કેન્સરનું કારણ જણાવ્યું છે.
5) ડેરી પ્રોડક્ટ:- ડેરીના પ્રોડક્ટ શરીરમાં કેલ્શિયમની માત્રા ને પૂરી કરી શકે છે. પરંતુ તેના વધુ પડતા સેવનથી તમને પ્રોસ્ટેટ કેન્સરનો ખતરો ઓછો થઇ શકે છે. પ્રોસેસ પનીર ફ્લેવર્ડ, યોગર્ટ, આઈસ્ક્રીમ, મિલ્કશેક, સ્મૂધી, મિલ્ક ચોકલેટ, ગળ્યું કન્ડેન્સ્ડ મિલ્ક વગેરે પણ કેટલાક આવા ખોરાક છે, જે કેન્સરના જોખમને વધારી શકે છે.
6) મીઠું ચડાવેલું માછલી:- સોલ્ટીંગ એક એવા પ્રકારની પદ્ધતિ છે જેમાં વસ્તુઓની લાંબા સમય સુધી સારી રાખી શકાય છે. આ પદ્ધતિ ખાસ કરીને દક્ષિણ-પૂર્વ એશિયા અને ચીનમાં માછલીઓને સારી રીતે રાખવા માટે કરવામાં આવે છે. કમનસીબે આ પદ્ધતિ કેન્સરનું કારણ બની શકે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી