લીલા શાકભાજી આપણા સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક હોય છે. કેટલાક શાકભાજી એવા હોય છે જેને નાના બાળકથી લઈને મોટા સુધી દરેકને ભાવતા હોય છે. આવા દરેકને ભાવતા શાકભાજીના લિસ્ટમાં એક ભીંડા છે. ભીંડાને અનેક રીતે બનાવી શકાય છે. આ સ્વાદ અને સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક હોય છે. આના સેવનથી શરીરના વધતા વજનને નિયંત્રિત કરી શકાય છે સાથે જ આ શરીરની અનેક સમસ્યાઓને દૂર કરી શકે છે.
ઉનાળામાં ભીંડા બજારમાં ખૂબ જ સરળતાથી મળી જાય છે. તેથી આ ઋતુમાં લોકો વધુ પ્રમાણમાં ભીંડાનુ સેવન કરે છે. તેવામાં પ્રશ્ન એ ઊભો થાય છે કે ભીંડાની તાસીર કેવી હોય છે ? ભીંડા ન ખાવા જોઈએ ? તો આ પ્રશ્નના જવાબમાં આપણે આયુર્વેદાચાર્ય દ્વારા સંપૂર્ણ માહિતી જાણીએ.
ભીંડાની તાસીર કેવી હોય છે ? : ડોક્ટરના કહેવા પ્રમાણે કાચા ભીંડાની તાસીર ઠંડી હોય છે અને તમે કોઈપણ સમયે ખાઈ શકો છો. જો કે કેટલાય પ્રકારના મસાલા સાથે તૈયાર કરો છો તો આ સ્વાભાવિક રૂપથી તેનું સેવન કરવાથી શરીરને ગરમ પડે છે. તેવામાં તેને અધિક માત્રામાં ખાવાથી તમારા શરીરને નુકશાન પણ થઈ શકે છે. ભીંડાને પાણીમાં પીવો છો તો આ તમારા પેટને ઠંડુ રાખે છે સાથે જ વજન ઘટાડવામાં પણ અસરકારક છે. તેનું વધુ માત્રામાં સેવન કરવાથી વાતની સમસ્યા થઈ શકે છે.
એટલું જ નહિ ભીંડામાં સોડિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ, આયર્ન, ઝિંક, વિટામીન એ, વિટામીન સી, બી કોમ્પ્લેક્ષ જેવા અનેક પોષક તત્વો ઉપલબ્ધ હોય છે. તો ચાલો જાણીએ ભીંડાના ફાયદા.
1) ત્વચાની સમસ્યા : ભીંડાના ઉપયોગથી ત્વચાની અનેક સમસ્યાઓને દૂર કરી શકાય છે. આ ત્વચાના ઘાવ અને ડાઘ-ધબ્બાને દૂર કરવામાં મદદ કરે છે. વિશેષરૂપે તેના પાનનો ઉપયોગ તમારી ત્વચા પર કરી શકો છો .
2) ખંજવાળ : જો તમે ખંજવાળની સમસ્યાથી હેરાન થઈ રહ્યા હોવ તો તમારા માટે ભીંડા લાભદાયક બની શકે છે. ખંજવાળમાં આનો ઉપયોગ કરવા માટે તમે માત્ર બે-ત્રણ ભીંડાને પીસીને તમારી બોડી પર લગાવો.
3) ઝાડાના ઈલાજમાં : ભીંડાનું સેવન કરવાથી પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરી શકાય છે. આ ઝાડાને રોકવામાં અસરકારક છે. જો તમને ઝાડાની સમસ્યા હોય તો તમારા આહારમાં ભીંડાને શામેલ કરો.
4) મરડાના દર્દીઓ માટે : મરડાના દર્દીઓ માટે ભીંડા ફાયદાકારક હોય છે. એને તમે કાચા પણ ખાઈ શકો છો તેનાથી તમને ઘણો લાભ થઈ શકે છે. એટલું જ નહીં તેના સેવનથી પેટમાં થતી બળતરાને પણ શાંત કરે છે.
5) મૂત્રવર્ધક ગુણ : યુરીન સંબંધી સમસ્યાઓથી હેરાન થતા લોકો માટે ભીંડા લાભદાયક છે. વિશેષરૂપે જો તમને અટકી અટકીને પેશાબ આવી રહ્યો હોય કે પછી પેશાબ કરવામાં અન્ય પ્રકારની મુશ્કેલી થઈ રહી હોય તો આ તમારા માટે ફાયદાકારક છે.
ભીંડાના નુકશાન : ભીંડા સ્વાસ્થ્ય માટે ઘણાં ફાયદાકારક હોય છે પરંતુ આનું સેવન વધુ માત્રામાં ન કરો. તેનાથી સ્વાસ્થ્યને નુકશાન થઈ શકે છે. ઉધરસની સમસ્યા વધુ હોય તો ભીંડાનું સેવન ન કરવું. વધુ પ્રમાણમાં ભીંડાનુ સેવન કરવાથી પાચનતંત્ર સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. વાતના રોગીઓ માટે ભીંડા નુકશાનદાયક બની શકે છે. વધુ પ્રમાણમાં ભીંડાનુ સેવન કરવાથી કબજિયાતની સમસ્યા પણ થઈ શકે છે.
ભીંડા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક હોય છે પરંતુ અમુક સ્થિતિઓમાં આનુ સેવન કરવાથી બચવું જોઈએ. જો તમને પહેલાથી કોઈ સ્વાસ્થ્ય સંબંધી પરેશાની હોય તો ડોક્ટરની સલાહ પર જ આનું સેવન કરવું.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી