આજના યુગમાં બ્લડ પ્રેશર એ લગભગ મોટાભાગના લોકોમાં જોવા મળે છે. પણ બ્લડ પ્રેશર ક્યાં ઉંમરના લોકોએ વધુ હોય છે તે જાણવું પણ જરૂરી છે. એટલે કે કેટલી ઉંમરે તમારું બ્લડ પ્રેશર કેટલું હોવું જરૂરી છે તેના વિશેનું જ્ઞાન હોવું પણ જરૂરી છે. જેથી કરીને તમે બ્લડ પ્રેશર અંગે સાવધાની રાખી શકો.
આજના સમયમાં ખાણીપીણી અને અસંતુલિત જીવનશૈલીના કારણે તમામ પ્રકારની બીમારીઓ લોકોને થઈ રહી છે. બ્લડ પ્રેશરની સમસ્યા પણ મોટાભાગના લોકોમાં ખાણીપીણીથી જોડાયેલ ગડબડી અને તણાવપૂર્ણ જીવનશૈલીના કારણે થાય છે. બ્લડ પ્રેશરની સમસ્યામાં માત્ર તમારા શરીરના બ્લડ સર્ક્યુલેશનમાં અસંતુલન જ નથી થતું પરંતુ, તેના કારણે ઘણી ગંભીર બીમારીઓ શરીરમાં થઈ શકે છે. આપના શરીરમાં રહેલ, હાર્ટ શરીરના બધા જ અંગોમા બ્લડ સપ્લાઈ કરે છે. જ્યારે આપણા શરીરમાં સામાન્ય રૂપથી બ્લડનું સર્ક્યુલેશન થાય તો, આ સ્થિતિને બ્લડ પ્રેશરનું સામાન્ય હોવું ગણવામાં આવે છે. પરંતુ ખાણીપીણીમાં અસંતુલન, શારીરિક ગતિવિધિઓમાં ઉણપ અને શરીરની અંતર્નિહિત સ્વાસ્થ્ય સ્થિતિઓના કારણે બ્લડના સર્ક્યુલેશનમાં અસંતુલન પણ થઈ શકે છે. બ્લડ પ્રેશરની બીમારી બે પ્રકારની હોય છે, એક જેને હાઇ બ્લડ પ્રેશર એટલે કે, ઉચ્ચ રક્ત ચાપ કહે છે અને બીજું લો બ્લડ પ્રેશર જેને નિમ્ન રક્ત ચાપ કહેવામા આવે છે. આ સમસ્યાઓના કારણે શરીરમાં ઘણી ગંભીર બીમારીઓ થઈ શકે છે. આવો જાણીએ કઈ ઉંમરે કેટલું હોવું જોઈએ નોર્મલ બ્લડ પ્રેશર?
કેટલા પ્રકારની હોય છે બ્લડ પ્રેશરની સમસ્યા?:- શરીરમાં રક્તચાપ એટલે કે, બ્લડ પ્રેશરની સમસ્યા મુખ્ય રૂપથી બે પ્રકારની હોય છે. જ્યારે તમારા શરીરમાં અમુક કારણોથી હ્રદયની ધમનીઓથી વધારે રક્ત પંપ થાય છે તો તેને હાઇ બ્લડ પ્રેશર અથવા હાઇપરટેન્શન કહેવામા આવે છે. તેમજ જો શરીરમાં બ્લડ પ્રેશરની રેંજ સામાન્યથી ઓછી થઈ જાય તો, તેને લો બ્લડ પ્રેશરની સમસ્યા ગણવામાં આવે છે. બ્લડ પ્રેશરમાં અસંતુલન થવાથી હાર્ટથી જોડાયેલી બીમારીઓનું જોખમ વધી જાય છે.કેટલી હોય છે હાઇ અને લો બ્લડ પ્રેશરની રીડિંગ?:- હાઇ બ્લડ પ્રેશર:- સિસ્ટોલિક- 130 થી 139 mm Hgની વચ્ચે, ડાયાસ્ટોલિક- 80 થી 90 mm Hgની વચ્ચે. લો બ્લડ પ્રેશર:- સિસ્ટોલિક- 90 mm Hgથી ઓછું, ડાયાસ્ટોલિક- 60 mm Hgથી ઓછું. સામાન્ય બ્લડ પ્રેશર:- સિસ્ટોલિક- 120 mmHg, ડાયાસ્ટોલિક- 80 mmHg.
કઈ ઉંમરે કેટલું હોવું જોઈએ નોર્મલ બ્લડ પ્રેશર?:- બ્લડ પ્રેશરનું માપ બે પ્રકારના આંકડા મુજબ તૈયાર કરવામાં આવે છે. બ્લડ પ્રેશરની તપાસ કરવા માટે સિસ્ટોલિક અને ડાયાસ્ટોલિક આંકડાઓને જોવામાં આવે છે. સિસ્ટોલિક બ્લડ પ્રેશરમાં તમારું હ્રદય ધબકારા પછી શરીરના બધા અંગોમા લોહી પંપ કરે છે અને ડાયાસ્ટોલિક બીપીમાં તમારું હ્રદય પાછું બ્લડ પંપ કર્યા પછી શિથિલ સ્થિતિમાં હોય છે. એક્સપર્ટ મુજબ, મહિલા અને પુરુષ બંનેમાં ઉંમરના હિસાબથી નોર્મલ બીપી રેંજ આ હિસાબથી હોવું જોઈએ.
મહિલાઓમાં ઉંમર મુજબ નોર્મલ બીપી:-
- 21 થી 25 વર્ષ- SBP 115.5 mm Hg અને DBP 70.5 mm Hg
- 26 થી 30 વર્ષ- SBP 113.5 mm Hg અને DBP 71.5 mm Hg
- 31 થી 35 વર્ષ- SBP 110.5 mm Hg અને DBP 72.5 mm Hg
- 36 થી 40 વર્ષ- SBP 112.5 mm Hg અને DBP 74.5 mm Hg
- 41 થી 45 વર્ષ- SBP 116.5 mm Hg અને DBP 73.5 mm Hg
- 46 થી 50 વર્ષ- SBP 124 mm Hg અને DBP 78.5 mm Hg
- 51 થી 55 વર્ષ- SBP 122.55 mm Hg અને DBP 74.5 mm Hg
- 56 થી 60 વર્ષ- SBP 132.5 mm Hg અને DBP 78.5 mm Hg
- 61 થી 65 વર્ષ કે તેનાથી વધારે – SBP 130.5 mm Hg અને DBP 77.5 mm Hg
પુરુષોમાં ઉંમરના હિસાબથી નોર્મલ બીપી રેંજ:-
- 21 થી 25 વર્ષ- SBP 120.5 mm Hg અને DBP 78.5 mm Hg
- 26 થી 30 વર્ષ- SBP 119.5 mm Hg અને DBP 76.5 mm Hg
- 31 થી 35 વર્ષ- SBP 114.5 mm Hg અને DBP 75.5 mm Hg
- 36 થી 40 વર્ષ- SBP 115.5 mm Hg અને DBP 78.5 mm Hg
- 41 થી 45 વર્ષ- SBP 115.5 mm Hg અને DBP 78.5 mm Hg
- 46 થી 50 વર્ષ- SBP 119.5 mm Hg અને DBP 80.5 mm Hg
- 51 થી 55 વર્ષ- SBP 125.5 mm Hg અને DBP 80.5 mm Hg
- 56 થી 60 વર્ષ- SBP 129.5 mm Hg અને DBP 78.5 mm Hg
- 61 થી 65 વર્ષ કે તેનાથી વધારે – SBP 143.5 mm Hg અને DBP 76.5 mm Hg
આ આંકડાઓ પુરુષો અને મહિલાઓમાં ઉંમરના હિસાબથી નોર્મલ ગણવામાં આવે છે. ઘણી વખત અમુક કારણોસાર આ આંકડાઓ વધી કે ઘટી પણ શકે છે.બ્લડ પ્રેશરની સમસ્યાથી બચાવ અને જરૂરી ઉપાય:-
- હાઇ બ્લડ પ્રેશરની સમસ્યાથી બચવા માટે નિયમિત રૂપથી સ્વસ્થ અને સંતુલિત ભોજનનું સેવન કરવું.
- ભોજનમાં સોડિયમ (મીઠું) સીમિત માત્રમાં રાખવું અને પોટેશિયમની માત્રા વધારવી.
- નિયમિત રૂપથી વ્યાયામ જરૂરથી કરવો જોઈએ.
- દારૂના સેવન અને સ્મોકીંગથી બચવું જોઈએ, તેના કારણે મોટા ભાગના લોકોમાં આ સમસ્યા જોવા મળે છે.
- વજનને હંમેશા નિયંત્રણમાં રાખવું, સ્થૂળતાના કારણે હાઇ બ્લડ પ્રેશરનું જોખમ વધી શકે છે.
- તણાવ અને ચિંતા જેવી માનસિક સ્થિતિથી બચવું.
- શરીરને હંમેશા હાઈડ્રેડ રાખવું.
આ પ્રકારે ઉપર જણાવેલ ટિપ્સનું પાલન કરીને તમે બ્લડ પ્રેશરની સમસ્યાથી બચી શકો છો. શરીરમાં બ્લડ પ્રેશરની રીડિંગમાં બદલાવ થાય ત્યારે ડોક્ટરનો સંપર્ક જરૂર કરવો જોઈએ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી