મિત્રો આજની ભાગદોડ ભરેલી લાઈફ સ્ટાઈલના કારણે આપણી ત્વચા નિર્જીવ, શુસ્ક અને નિસ્તેજ બની જાય છે. એવામાં આપણી ત્વચામાં ફ્રેશનેસ લાવવા માટે રાત્રે સુતા પહેલા સ્કિન કેર રૂટીન બનાવવાથી ચહેરામાં રોનક આવી જશે. આપણી સ્કિનને સવાર માટે તૈયાર કરવી અત્યંત જરૂરી છે. માત્ર આગલી સવાર જ નહીં પરંતુ દરેક સવાર તમારી સ્કિન ખીલેલી અને ફ્રેશ નજર આવશે. તેના માટે જરૂરી છે કે રાત્રે એક સ્કિન કેર રૂટીન અપનાવવામાં આવે.
ગ્લોઈંગ સ્કિન માટે રૂટિન બનાવવું સૌથી વધુ જરૂરી છે. કારણ કે આનો કોઈ બીજો મંત્ર નથી. નાઈટ સ્કિન કેર રૂટીન કોઈને પણ હેલ્ધી સ્કિન મેળવવા માટે મદદ કરી શકે છે. સ્કિન કેર રૂટીન ને અપનાવીને તમે તમારી સ્કિનમાં ચમત્કારિક પરિવર્તન જોઇ શકશો. અહીંયા આ લેખના માધ્યમથી સ્કિન કેર ટિપ્સ અને ઇફેક્ટિવ નાઈટ સ્કિન કેર રૂટીન ને અપનાવવાની રીત જાણીશું.કેમ જરૂરી છે સ્કિન કેર રૂટીન?:- સંપૂર્ણ દિવસ દરમિયાન તમે કામ કરો છો તેનો સ્ટ્રેસ સ્કિન પર દેખાય છે. ધૂળ, હવા, પોલ્યુશન ને સહન કરતાં-કરતાં રાત સુધી સ્કિન ડલ થઈ જાય છે. જો રાત્રે તેની થોડીક કેર કરી લેવામાં આવે તો નવી સવાર સ્કિન પણ નવી તાજગીની સાથે તૈયાર થઈ જાય છે. સ્કિન માટે તેનો નાઈટ કેર રૂટીન ખીલ, ફોડલી, સ્ટ્રેસ અને કરચલીઓથી દૂર રાખે છે. તેથી તમારા સમય અને તમારા બજેટના હિસાબથી દરેકે એક નાઈટ કેર રૂટીન ફોલો કરવું જોઈએ.
રાત્રે કેવી રીતે કરવી ચહેરાની દેખભાળ:- કેટલીક સરળ ટિપ્સ અપનાવીને તમે નાઈટ કેર રૂટીન ફોલો કરી શકો છો. રાત્રે સૂતા પહેલાં તમારે ત્રણ વસ્તુ યાદ રાખવી જોઈએ. 1) સ્કિનની ક્લીનજિંગ, 2) ટોનિંગ, અને 3) મોઈશ્ચરાઈઝિંગ.1) ક્લીનજિંગ:- ચહેરાને સાફ કરવા માટે કોઈપણ એક એવા ફેસ વોશનો ઉપયોગ કરવો જે તમારી સ્કિન માટે અનુકૂળ હોય. તેનાથી તમારા ચહેરાને વોશ કરો જેથી, સંપૂર્ણ દિવસ દરમિયાન ની ગંદકી ચહેરામાંથી નીકળી શકે.
2) ટોનિંગ:- ક્લિન્ઝિંગ બાદ વારો આવે છે સ્કિન ટોનિંગ નો. તમે જે પણ ટોનરનો ઉપયોગ કરતા હોય તેનાથી સ્કિનને ટોન કરો. સ્કિનના સંતુલન માટે ટોનરનો ઉપયોગ અત્યંત જરૂરી છે.
3) મોઈશ્ચરાઈઝિંગ:- સ્કિનને હાઇડ્રેટ રાખવી અત્યંત જરૂરી છે. રાત્રે સૂતી વખતે પણ સ્કિન હાઇડ્રેટ રહેશે તો સવારમાં નીખરેલી અને તાજગી ભરી જોવાશે. તમે ઈચ્છો તો નાઇટમાં મોઈશ્ચરાઈઝિંગનો ઉપયોગ કરી શકો છો. કે પછી એન્ટી એજિંગના હિસાબથી પણ ક્રીમ ખરીદી શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી