આજના ખાન પાન ના કારણે જરૂરી પોષક તત્વો ન મળવાથી શરીરમાં અનેક પ્રકારના દુખાવા થાય છે. તેવી જ રીતે ખભાની નસ પણ જકડાઈ જવાથી અને તેમાં દુખાવો થવાથી શરીરને અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે. સામાન્ય રીતે ખભામાં દુખાવો સોજો, ખભો ઉતરી જવાથી કે જકડાઈ ગયેલા ખભાના સ્નાયુઓના કારણે થાય છે.
પરંતુ શું તમે જાણો છો કે ઘણી વાર આ દુખાવો નસો માં સોજો અને બ્લોકેજને કારણે પણ થઈ શકે છે. નસો માં સોજા ના કારણે તમારા ખભા થી લઈને ગરદન સુધી ગંભીર દુખાવાની સમસ્યા થઈ શકે છે. લોકો આને સામાન્ય દુખાવો સમજીને તેનાથી છુટકારો મેળવવા માટે પેનકિલર્સ, બામ વગેરે લગાવે છે. માંસ સ્પેશીયો કે હાડકામાં દુખાવો થવા પર બામ લગાવવાથી, શેક કરવાથી અનેક દર્દ નિવારક દવાઓ લેવાથી તમને સરળતાથી રાહત મળી જાય છે પરંતુ નસો માં સોજો અને દુખાવાની સમસ્યામાં તમારે અત્યંત સાવધાની રાખવાની જરૂર હોય છે.ન્યુરોલોજીસ્ટ અને સ્ટ્રોક સ્પેશિયાલિસ્ટના જણાવ્યા પ્રમાણે ખભામાં નસોના દુખાવાની સમસ્યામાં સામાન્ય રીતે તમારે ડોક્ટરની સલાહ લીધા બાદ જ દવા અને બીજા નુસખાઓ આજમાંવવા જોઈએ. જોકે નસોના દુખાવા માટે કેટલાક ઘરેલુ ઉપાય હાજર છે, જેને વિજ્ઞાન પણ સમર્થન કરે છે. તેનો ઉપયોગ તમે ખભાની નસોના દુખાવાથી રાહત મેળવવા માટે કરી શકો છો જેથી તમને ડોક્ટર પાસે જવા માટે થોડો આરામ મળી શકે. આજે અમે તમને આ લેખના માધ્યમથી ખભાની નસોના દુખાવાથી છુટકારો મેળવવાના પાંચ ઉપાય જણાવીશું.
1) સ્ટ્રેચિંગ કરો:- 10 થી 15 મિનિટ સ્ટ્રેચિંગ કરવાથી તમારી ગરદન અને ખભાની નસો સ્ટ્રેચ કરવામાં મદદ મળશે. તેનાથી સોજો ઓછો થશે અને લોહીનો પ્રવાહ પણ વધશે. તેનાથી દુખાવામાં પણ આરામ મળશે તેના માટે માત્ર ગરદન અને ખભા ની આગળ-પાછળ, ડાબી- જમણી એમ ચારેય દિશામાં સ્ટ્રેચ કરો. તેનાથી તમને ઘણી જ રાહત મળશે.2) આદુ-હળદરનું સેવન કરો:- હળદર અને આદુ બંને જ એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર હોય છે. નસોમાં સોજાથી લડવા માટે લોહી ના પરિભ્રમણને સારું બનાવવા માટે મદદ કરે છે. તમે પાણીમાં હળદર અને આદુને ઉકાળીને તેનું સેવન કરો કે તમારી આયુર્વેદિક ચા માં સામેલ કરો. આ ચા ને તમે બે થી ત્રણ વાર પીવો તેનાથી ઘણો આરામ થશે.
3) ખભાથી લઈને ગરદન સુધી શેક કરો:- ગરમ શેક કરવાથી માસ પેશીઓ, નસો અને હાડકાના દુખાવા માંથી પણ રાહત મળે છે. તેના માટે તમે ગરમ બોટલ કે બેગ નો પ્રયોગ કરી શકો છો. કે તવાને ગરમ કરીને કોઈ સુતરાઉ કાપડની મદદથી પણ શેક કરી શકો છો. તેનાથી સોજો દૂર થશે અને બ્લડ સર્ક્યુલેશન વધશે અને દુખાવામાં રાહત મળશે.4) ગરમ તેલથી માલિશ કરો:- તેલને ગરમ કરીને લગાવવાથી સોજો અને દુખાવા માં અત્યંત રાહત થાય છે. જકડાઈ ગયેલા ખભાના સ્નાયુ અને ગરદનના દુખાવાની સમસ્યામાં પણ ગરમ તેલથી માલિશ કરવી અત્યંત ફાયદાકારક છે. તેથી તમે સરસવના તેલમાં લસણ કે હળદર નાખીને ગરમ કરો અને તેનાથી ખભાની નસો અને માસ પેશીઓની માલિશ કરો તેનાથી તમને ખૂબ જ રાહત થશે.
5) ગરમ પાણીથી શેક કરો:- તમે ગરમ પાણીમાં ફુદીનાનું તેલ, સિંધવ મીઠું કે ફટકડી નાખીને તેનાથી ખભાના દુખાવા વાળા ભાગ પર શેક કરી શકો છો. પાણીને કોઈ વાસણમાં લઈને તેની મદદ થી તમારે દુખાવા વાળા ભાગ પર ગરમ પાણીની ધાર કરવાની છે, જેવી રીતે પાઇપ માંથી પાણી પડે છે તેમ. આ પણ દુખાવાથી છુટકારો મેળવવાનો એક અસરકારક ઉપાય છે.
આ ઘરેલુ ઉપચાર તમને થોડા સમય માટે રાહત પ્રદાન કરી શકે છે ત્યારબાદ ડોક્ટર પાસે જવું અને તેમનાથી યોગ્ય સારવાર લેવી. કારણ કે નસો માં દુખાવાની સમસ્યા ગંભીર રૂપ પણ લઈ શકે છે કે કોઈ આંતરિક સ્થિતિનો સંકેત પણ હોઈ શકે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી