મિત્રો આપણે જોઈએ છીએ કે મોટાભાગના લોકો પોતાનું વધતું જતું વજન ઓછુ કરવા માંગતા હોય છે. અને આ માટે તેઓ જીમ શરુ કરે છે. જીમમાં નવી નવી કસરતો કરીને વજન ઓછુ કરે છે. તેમજ અમુક ડાયટ પણ ફોલો કરે છે. પણ જો તમને એમ કહેવામાં આવે કે જીમ ગયા વિના જ તમે પોતાનું વજન ઓછુ કરી શકો છો. તો તમારું મોટું ટેન્શન ઓછુ થઇ જશે.
બીમારીઓથી બચવા અને તંદુરસ્ત રહેવા માટે વજન કંટ્રોલ કરવું જરૂરી છે. વજન ખુબ જ વધવાથી તમારી સુંદરતા ઓછી થાય છે સાથે ડાયાબીટીસ, હાઈ બ્લડ પ્રેશર, હૃદયના રોગો, થાઈરોઈડ, અને કેન્સર વગેરે ગંભીર બીમારીનું જોખમ પણ વધુ રહે છે. જો તમે એ લોકો માંથી છો જેઓ વજન ઓછુ કરવા માટે દરેક જેવા કે જીમમાં પરસેવો કાઢવો, મોઘા ડાયટ ફોલો કરીને થાકી ગયા છે. તો હવે સમય આવી ગયો છે વજન ઓછુ કરવાનો કુદરતી ઉપાય અજમાવવાનો.એ વાતમાં સત્ય છે કે કસરત કરવાથી અને પરસેવો વહાવવાથી વજન ઓછુ થાય છે પણ એ વાતને પણ નકારી નથી શકાતી કે તેની સાથે તમારે ખાવાપીવા પર પણ ધ્યાન આપવું પડે છે. જો તમે વધારે પડતી મહેનત ન કરીને થોડા સરળ ઉપાયો થી જ વજન ઓછુ કરવા માંગતા હો તો તમારે અહી આપેલ કેટલાક ઉપાયોને ફોલો કરવા જોઈએ.
1) મધ અને લીંબુ પાણી:- લીંબુ અને મધ તમને રસોડામાં સરળતાથી મળી જાય છે. દરરોજ સવારે એક ગ્લાસ લીંબુ પાણીમાં બે ચમચી મધ મિક્સ કરીને પીવાથી વજન ઓછુ થઇ શકે છે. મળ ઔષધીય ગુણોથી ભરપુર માનવામાં આવે છે. અને લીંબુ પાચન તંત્રને ડીટોક્સ કરવામાં મદદ કરે છે. આ બધું શરીરની વધારાની ચરબીને ઓછી કરે છે.
2) મેથી, અજમો અને જીરાનો પાવડર:- મેથીના બીજ ચયાપચય ના દરને વધારે છે જેનાથી ફેટ ઓછુ થાય છે. આ રીતે અજમો અને કાળું જીરું પણ પેટની આસપાસ ની ચરબી ઘટાડવા માટે ખુબ જ સારું છે. તમે બધા જ મસાલાઓને એકસાથે પીસીને પાવડર બનાવી લો અને આ પાવડરને એક ગ્લાસ પાણીમાં નાખીને દિવસમાં એક વખત પીવો. 3) તજ અને મધની ચા:- તજ ઘણા વ્યંજનો માં ઉપયોગ કરવામાં આવતો મસાલો છે. આ વજન ઓછુ કરવામાં પણ મદદ કરે છે. આ કુદરતી રૂપે મીઠું હોય છે, જે મીઠું ખાવાની લાલસા ને રોકે છે. અને લોહીમાં ઇન્સુલીન લેવલને પણ કંટ્રોલ કરે છે. પોતાની તજની ચામાં એક ચમચી મધ મિક્સ કરીને દરરોજ સવારે ખાલી પેટ સેવન કરો.
4) કાચું લસણ ચાવો:- લસણમાં એન્ટી સેપ્ટિક ગુણ રહેલા છે. વજન ઓછુ કરવા માટે દરરોજ લસણની બે અથવા તો વધુ કળી ચાવવી ખુબ જ ફાયદાકારક છે. આમ કર્યા પછી પોતાના દાંતોને સારી રીતે બ્રશ કરવાનું ન ભૂલો. કારણ કે કાચું લસણ ની ગંધ આખો દિવસ તમારા મોઢામાં રહી શકે છે.
5) આર્ટીફીશીયલ શુગરનું સેવન બંધ કરો:- ફળો અને શાકભાજીમાં કુદરતી શુગર રહેલી હોય છે. જો તમે પોતાનું વજન ઓછુ કરવા માંગતા હો તો તમે માત્ર તેને જ ખાવ. તેનો અર્થ છે કે તમારે મીઠાઈઓ, આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રીન્કસ જેવી આર્ટીફીશીયલ શુગરથી ભરપુર વસ્તુઓથી બચવું જોઈએ.6) વિપુલ પ્રમાણમાં પાણી પીવો અને હાઈડ્રેટેડ રહો:- દરરોજ પર્યાપ્ત માત્રામાં પાણી પીવું પણ વજન ઘટાડવા માટે ખુબ જ પ્રભાવી ઘરેલું ઉપાય હોઈ શકે છે. ઘણા લોકો માત્ર તરડ લાગવા પર જ પાણી પીવે છે, એક સારો ઉપાય એ છે કે પોતાના વજનને 30 થી ડીવાઈડ કરી દો એટલે કે જો તમારું વજન 65 કિલો છે તો તમારે દરરોજ પાણી પીવાની માત્રા 65/30 હોવી જોઈએ. જો કે 2.16 લીટર બરાબર છે.
7) 8 કલાકની નીંદર જરૂરી છે:- સુવું કોને પસંદ નથી હોતું. અને જો તેનાથી વજન ઓછુ થાય છે તો તેનાથી સારી વાત બીજી કઈ હોઈ શકે. દરરોજ ઓછામાં ઓછી 8 કલાક ની નીંદર લેવાની કોશિશ કરો.નીંદર શરીરના કામકાજ ને કંટ્રોલ કરે છે. અને પાચનને સારું કરે છે. તે ચયાપચય દરને બનાવી રાખવા અને શરીરની વધારાની ચરબી દુર કરવામાં મદદ કરે છે.
8) નાની થાળીમાં ભોજન કરો:- નાની થાળીમાં ઓચું ભોજન કરો છો. અને તમને જલદી પેટ ભરાવાની તૃપ્તિ થાય છે. જો તમે એક મોટી થાળીમાં ખાવ છો તો તમને વધુ ખાવાની આદત પડી શકે છે. એક મોટી થાળીમાં વધુ ભોજન હોય છે, જયારે એક નાની થાળીમાં નાના ભાગ હોય છે.9) દિવસમાં ઘણી વખત અને થોડું થોડું ખાવ:- પોતાના ભોજનને બ્રેકફાસ્ટ, લંચ અને ડીનરમાં વેચવા કરતા દર 3 4 કલાકે ભોજન કરવાની કોશિશ કરો. 3 ભારે ભોજન કરવા કરતા 6 ભાગમાં હળવું ભોજન કરો. આ ફાયદાકારક છે. કારણ કે આ તમારા પેટને હંમેશા ખાલી રહેવાથી રોકે છે. સૌથી સારી વાત એ છે કે તમારું પાચન સારું થાય છે અને મેટાબોલીજ્મ માં સુધારો થાય છે.
10) ભોજનને સારી રીતે ચાવીને ખાવ:- ભોજનને સારી રીતે ચાવવું ઉચિત પાચન માટે અને વધુ ખાવાથી બચવા માટે જરૂરી છે. એવું માનવામાં આવે છે કે જે લોકો સારી રીતે ચાવીને ખાય છે તેઓ ખાતી વખત કેલરી ઓછી લે છે. ચાવવાથી ભોજન નાના નાના ભાગોમાં તૂટી જાય છે. અને લાળની સાથે મળીને પાચનમાં મદદ કરે છે. જો ભોજનને સારી રીતે ચાવવામાં ન આવે તો પેટમાં ભોજન પચવામાં વધુ સમય લાગે છે. જે વજન વધવાનું કારણ બને છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી