થાઇરોઇડ ગાળામાં એક ગ્રંથિ હોય છે જેનું નામ થાઇરોઇડ નામક હોર્મોનનું ઉત્પાદન કરવાનું અને તેને નિયંત્રિત કરવાનું હોય છે. આ ગંભીર બીમારી છે અને તેનો તુરંત જ ઇલાજ કરાવવો જરૂરી બને છે. આના દર્દીઓને લાંબા સમય સુધી દવાઓ પર નિર્ભર રહેવું પડે છે. જો આ પ્રમાણે ના લક્ષણો જોવા મળે જેમકે, શું તમારું વજન કારણ વગર જ ઓછું થઈ રહ્યું છે, શું તમે ચિંતા, તણાવ કે ચીડિયા પણું મહેસુસ કરો છો, શું તમે હંમેશા થાકેલા અને કમજોરી મહેસૂસ કરો છો? જો તમને આ બધી સમસ્યાઓ સતાવી રહી હોય તો તેમાં કોઈ હેરાનીની વાત નથી કે તમે થાઇરોઇડ બીમારીની ઝપટમાં આવી ગયા છો.
થાઈરોઈડના હોર્મોન્સ શરીરના સારા કામકાજ માટે જરૂરી છે. આમાં ખરાબીના કારણે જ થાઈરોડની બીમારી થાય છે શરીરમાં થાઇરોઇડ હોર્મોનનું વધવું અને ઓછું થવું બંને સ્થિતિઓમાં નુક્સાનદાયક છે. જ્યારે થાઇરોઇડ વધારે થાઇરોઇડ હોર્મોન બનાવે છે ત્યારે તમારું શરીર વધારે જલ્દી ઉર્જાનો ઉપયોગ કરે છે. આને હાઇપોથાઇરોડિઝમ કહેવાય છે. ઉર્જાનો વધારે ઝડપથી ઉપયોગ થવાના કારણે થાક, હૃદય ના ધબકારા વધવા, વજન ઓછું થવું અને ગભરામણ મહેસુસ થઇ શકે છે.બીજી બાજુ જ્યારે તમારો થાઇરોડ વધારે ઓછું થાઇરોઇડ હોર્મોન બનાવે છે તો તેને હાઇપોથાઇરોડિઝમ કહેવાય છે. જ્યારે તમારા શરીરમાં વધારે ઓછું થાઇરોઇડ હોર્મોન હોય છે તો તમને વધારે થાકેલા નો અહેસાસ કરાવે છે. તમારું વજન વધી શકે છે અને તમે તમે ઠંડા તાપમાનને સહન નથી કરી શકતા. અમેરિકાના ફેમસ ડોક્ટર જોશ એક્સે થાઈરોઈડ માટે કેટલાક કુદરતી ઉપાય શેર કર્યા છે. તેમનું માનવું છે કે આ ઉપાય થાયરોડના કામકાજ ને સારુ બનાવવાની સાથે સુરક્ષિત સ્વસ્થ અને અસરકારક છે.
1) અશ્વગંધા:- ડોકટરનું માનવું છે કે અશ્વગંધા થાઇરોઇડના ઉપચારમાં અત્યંત અસરકારક બની શકે છે. આ હાઇપોથાઇરોડિઝમ વાળા લોકોમાં થાઇરોડ ના સ્તર ને સુધારી શકે છે.2) પ્રોબાયોટિક:- થાઈરોઈડની સમસ્યાથી બચવા કે તેને નિયંત્રિત કરવા માટે તમારે તમારા ખાવામાં પ્રોબાયોટિકથી ભરપુર વસ્તુઓને સામેલ કરવી જોઈએ આ વસ્તુઓમાં ડેરી ઉત્પાદનો શામેલ છે.
3) થાયમીન અને વિટામિન બી:- તમારા ડાયટમાં થાયમીન અને વિટામિન બી12 થી ભરપૂર વસ્તુઓને વધારે સામેલ કરો આ હોર્મોન્સ સંતુલિત કરીને તમારાં થાઇરોડનું કામકાજ સારું બનાવવામાં મદદ કરે છે.4) સેલેનિયમ વાળી વસ્તુઓ:- તેમને જણાવ્યું કે તમારે તમારા ખોરાકમાં સેલેનિયમથી ભરપૂર વસ્તુઓ જેવી કે યલોફિન ટુના, બીફ લીવર, ઈંડા વગેરેનો વધુ સમાવેશ કરવો જોઈએ. સેલેનિયમ તમારા શરીરના હોર્મોનમાં તમારા T4 ના સંતુલન કરવામાં મદદ કરે છે.
5) અસ્ટ્રેગૈલસ:- અસ્ટ્રેગૈલસ એક પ્રકારનું શાક છે જે થાઇરોઇડના સોજાને દૂર કરવા માં મદદ કરે છે. આ પાચન ને તંદુરસ્ત રાખે છે. તમારે થાઇરોઇડને નિયંત્રિત રાખવા માટે આ જડીબુટ્ટીનું સેવન કરવું જોઈએ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી