કોરોનાકાળમાં દરેક લોકો પોતાની તંદુરસ્તીને લઈને જાગૃત થયા છે. મહામારી પહેલા કદાચ ઘણા લોકો આપણા શરીરમાં રહેલ ઈમ્યુન સિસ્ટમના મહત્વ વિશે જાણતું હશે. પરંતુ આજે આપણે સૌ ઇમ્યુનિટી બુસ્ટ કરવા માટે અનેક ઉપાયો કરી રહ્યા છીએ. કારણ કે તે આપણા શરીરની રક્ષા કરવા માટે એક કવચની જેમ કામ કરે છે. પરંતુ અન્ય અંગ પણ એટલા જ મહત્વ ધરાવે છે. જેના માટે આપણે બધા પ્રકારના પોષક તત્વોની જરૂર પડે છે.
જો કે આજકાલ વિક પ્રોટીનને વિક માનવામાં આવે છે. ત્યારે એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, આજે પણ દેશમાં માત્ર 9% લોકો પ્રોટીન લે છે. બે ભારતીય વયસ્ક નાગરિકમાંથી એકનું પ્રોટીનનું સ્તર ખુબ જ ખરાબ છે. તમે પ્રોટીનને દરેક પ્રકારના ફૂડથી મેળવી શકો છો. અહીં આપણે મગ અને કૂકડ ચિકન વિશે વાત કરીશું. મગમાં ચિકનની તુલનામાં ઓછુ કોલેસ્ટ્રોલ હોય છે. તો આજે આપણે જાણશું કે મગ અને ચિકન બંનેમાંથી હેલ્થ માટે ક્યું સૌથી બેસ્ટ છે. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.
2020 યુએસડીએ અને એનઆઈએચ ડેટાને ધ્યાનમાં રાખતા મગ અને ચડેલા ચિકનની પોષણ સામગ્રીની તુલના કરી છે. ચિકન અને મગ બંનેમાં કેલેરી, પોટેશિયમ અને પ્રોટીનની માત્રા વધુ હોય છે. મગમાં ચિકનની તુલનામાં 7.9 ગણું ઓછું સેચ્યુરેટેડ ફેટ હોય છે. લીલા મગ વજન ઓછું કરવામાં ઘણી મદદ કરે છે. કારણ કે તે તમારા મેટાબોલીઝ્મને વધારીને વજન ઓછું કરવામાં ફાયદાકારક છે.
મગમાં થાયમીન અને ફોલેટ વધુ હોય છે. જ્યારે ચિકનમાં નીયાસીન અને વિટામીન બી12 વધુ હોય છે. મગમાં ચિકનની તુલનામાં ખુબ જ ઓછું કોલેસ્ટ્રોલ હોય છે અને તે શુગર કંટ્રોલ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. મગ કેલ્શિયમ, ડાયટરી ફાઈબર અને આયરનનો ખુબ જ સારો સ્ત્રોત છે.
મગની દાળ અને ચિકનમાં કેલેરી, કાર્બ, ફેટ અને પ્રોટીન : ચિકન અને મગ બંનેમાં કેલરી વધુ હોય છે. મગમાં ચિકનની તુલનામાં 84% વધુ કેલરી હોય છે. ચિકનમાં 100 ગ્રામમાં 189 કેલેરી હોય છે. અને મગમાં 347 કેલેરી હોય છે. ચિકનની તુલનામાં મગમાં પ્રોટીનની માત્રા ઓછી હોય છે.
પણ કાર્બ્સની માત્રા ચિકનમાં વધુ હોય છે. ચિકનમાં ફેટ પણ વધુ હોય છે. જ્યારે મગમાં માત્ર 3% ફેટ હોય છે. આથી વજન ઓછું કરવામાં ફાયદાકારક છે. પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને કેલેરીને લઈને મગનો મેક્રોન્યુટ્રીએન્ટ અનુપાત 27:70:3 અને ચિકનનો 49:0:52 હોય છે.
બંનેમાં ફાઈબર અને શુગરની માત્રા : મગ આહાર ફાઈબરનો ખુબ જ સારો એવો સ્ત્રોત છે. અને તેમાં ચિકનની તુલનામાં વધુ ફાઈબર હોય છે. મગમાં 16.3 ગ્રામ આહાર ફાઈબર પ્રતિ 100 ગ્રામ હોય છે અને ચિકનમાં મહત્વપૂર્ણ માત્રા નથી હોતી. જ્યારે શુગરની વાત કરીએ તો મગની દાળની તુલનામાં ચિકનમાં ઓછી શુગર હોય છે. મગમાં પ્રતિ 100 ગ્રામ માં 6.6 ગ્રામ શુગર હોય છે. અને ચિકનમાં મહત્વપૂર્ણ માત્રા નથી હોતી.
ફેટ અને કોલેસ્ટ્રોલના મામલે ચિકન કરતા મગ ? : ચિકન અને મગ બંને પ્રોટીનથી ભરપુર છે. 100 ગ્રામ ચિકનમાં 23,3 ગ્રામ પ્રોટીન હોય છે. અને માગમાં 23.9 ગ્રામ પ્રોટીન હોય છે. જ્યારે ટ્રાન્સ ફેટની વાત કરીએ તો ચિકનમાં 0.09 ગ્રામ ટ્રાન્સ ફેટ હોય છે. જ્યારે મગમાં બિલકુલ નથી હોતું. આ સિવાય મગમાં ચિકનની તુલનામાં 7.9 ગણું સંતૃપ્ત વસા હોય છે. ચિકનમાં પ્રતિ 100 ગ્રામમાં 3.1 ગ્રામ સંતૃપ્ત વસા હોય છે અને મગમાં 0.35 ગ્રામ સેચ્યુરેટેડ ફેટ હોય છે. મગમાં ચિકનની તુલનામાં કોલેસ્ટ્રોલ પણ ખુબ જ ઓછું હોય છે.
ચિકનની તુલનામાં વિટામિન્સ થી વધુ ભરપુર છે મગ – વિટામીન સી : મગમાં ચિકનની તુલનામાં વધુ વિટામીન સી હોય છે. મગમાં પ્રતિ 100 ગ્રામ માં 4.8 ગ્રામ વિટામીન સી હોય છે અને ચિકનમાં નથી હોતું.
વિટામીન એ : મગમાં ચિકનની તુલનામાં વધુ વિટામીન એ હોય છે. મગમાં પ્રતિ 100 ગ્રામમાં 6 ug વિટામીન એ હોય છે અને ચિકનમાં મહત્વપૂર્ણ માત્રા નથી હોતી.
વિટામીન ઈ : ચિકન અને મગમાં સમાન માત્રામાં વિટામીન ઈ હોય છે. ચિકનમાં 0.39 મીલીગ્રામ વિટામીન ઈ પ્રતિ 100 ગ્રામ અને મગમાં 0.51 મીલીગ્રામ વિટામીન ઈ હોય છે.
વિટામીન કે : ચિકન અને મગમાં સમાન માત્રામાં વિટામીન કે હોય છે. ચિકનમાં પ્રતિ 100 ગ્રામમાં 2.1 ug વિટામીન કે હોય છે અને મગમાં 9ug વિટામીન કે હોય છે.
વિટામીન બી : મગમાં થાયમીન અને ફોલેટ વધુ હોય છે. જો કે ચિકનમાં નીયાસીન અને વિટામીન બી-12 વધુ હોય છે. મગ અને ચિકન બંનેમા મહત્વપૂર્ણ માત્રામાં રાઈબોફ્લેવીન, પેન્ટોથેનીક એસિડ અને વિટામીન બી-6 હોય છે.
આમ રીતે તમે ચિકન કરતા મગનું સેવન કરીને ઘણા સ્વાસ્થ્ય લાભ મેળવી શકો છો. આથી મગ અને ચિકનનું સેવન બંને તમારા શરીર માટે ખુબ જ લાભકારી છે. જે તમને યોગ્ય પોષક તત્વ આપવામાં મદદ કરે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી